________________
[ ૪૦૨]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સોળમું અધ્યયન પરિચય 95002 09 શ્રીશ્રા
આ અધ્યયનનું નામ "ગાથા" છે. ગાથા શબ્દ ગૃહ, અધ્યયન, ગ્રંથપ્રકરણ, છન્દવિશેષ, આર્યાગીતિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, નિશ્ચય આદિ અર્થોમાં પ્રયુક્ત થાય છે.
નિયુક્તિકારે ગાથા શબ્દ પર નિક્ષેપ ઉતારતા નામ ગાથા, સ્થાપના ગાથા, દ્રવ્યગાથા અને ભાવગાથા, આ પ્રમાણે ચાર નિક્ષેપનું કથન કર્યું છે. પુસ્તકોમાં કે પાના પર લખેલી ગાથા (પ્રાકૃત ભાષામાં પદ્ય) દ્રવ્યગાથા છે. "ગાથા" પ્રત્યે ક્ષાયોપથમિક ભાવથી ઉત્પન્ન જે સાકારોપયોગ તે ભાવગાથા છે કારણ કે સમગ્રશ્રુત(શાસ્ત્ર) ક્ષયોપશમભાવમાં અને સાકારોપયોગ યુક્ત માનવામાં આવે છે. શ્રતમાં નિરાકારોપયોગ સંભવ નથી.
આ અધ્યયનદ્રવ્યગાથા સાથે સંબંધિત છે. નિર્યુક્તિકાર અને વૃત્તિકારે આ અધ્યયનનેદ્રવ્યગાથાની દષ્ટિએ ગાથા કહેવા પાછળ નીચે કહ્યાનુસાર વિશ્લેષણો રજૂ કર્યા છે. (૧) જેનું ઉચ્ચારણ મધુર, કર્ણપ્રિય તેમજ સુંદર હોય તે ગાથા છે (૨) જે મધુર અક્ષરોમાં પ્રવૃત્ત કરીને ગાવામાં કે વાંચવામાં આવે તે ગાથા છે | (૩) જે ગાથા સામુદ્ર છંદમાં રચિત મધુર પ્રાકૃત શબ્દાવલીથી યુક્ત હોય તે ગાથા છે (૪) જે છંદબદ્ધ ન હોય તો પણ ગદ્યાત્મક ગેય પાઠ રૂપ હોય તોપણ તે ગાથા કહેવાય છે (૫) જેમાં ઘણો અર્થ સમુદાય એકત્ર કરીને સમાવિષ્ટ કરવામાં આવ્યો હોય અર્થાત્ પૂર્વોક્ત ૧૫ અધ્યયનોમાં કહેલા અર્થો (તથ્યો)ને એકત્રિત કરીને આ અધ્યયનમાં સમાવિષ્ટ કરવાના કારણે આ અધ્યયનનું નામ "ગાથા" રાખવામાં આવ્યું છે અથવા (6) પૂર્વોક્ત ૧૫ અધ્યયનોમાં સાધુઓના જે ક્ષમાદિગુણ વિધિ નિષેધરૂપે બતાવવામાં આવ્યા છે, તે આ સોળમાં અધ્યયનમાં એકત્ર કરીને પ્રશંસાત્મક રૂપે કહેવામાં આવ્યા છે. તેથી આ અધ્યયનને "ગાથા" અથવા "ગાથાષોડશક" કહે છે.
આ અધ્યયનમાં શ્રમણ, માહણ, ભિક્ષુ અને નિગ્રંથનું સ્વરૂપ પૃથક પૃથક ગુણનિષ્પન્ન-નિર્વચન કરીને પ્રશંસાત્મકરૂપે બતાવવામાં આવ્યું છે.
આ અધ્યયન સમસ્ત અધ્યયનોનો સાર છે, ગધાત્મક પાંચ સૂત્રમય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org