________________
Education International
સૂયગડાંગ સૂત્રની વિષયવસ્તુ :
અધ્યયન (૧) સમય– તેમાં પરિગ્રહ, બંધ અને હિંસાને વેરવૃત્તિનું કારણ બતાવીને પરવાદીઓનો પરિચય આપવામાં આવ્યો છે તથા તેમાં ભૂતવાદ, આત્માદ્વૈતવાદ, એકાત્મવાદ, અકારકવાદ, ક્રિયાવાદ, નિયતિવાદ આદિનો પરિચય આપીને તેનું નિરાસન કર્યું છે.
અધ્યયન (૨) વૈતાલિક પરિવારિક મોહથી નિવૃત્તિ, પરીષહ જય, કષાય—વિજય આદિનો ઉપદેશ આપ્યો છે અને સૂર્યાસ્ત પછી સાધકને વિહાર કરવાનો નિષેધ કર્યો છે તથા કામ, મોહથી નિવૃત્ત થઈને આત્મભાવમાં રમણ કરી કર્મવિદારણનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
અધ્યયન (૩) ઉપસર્ગ– અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહનું વર્ણન કરીને પ્રતિકૂળની અપેક્ષાએ અનુકૂળ પરીષહને ભયાવહ બતાવ્યા છે. અંતે 'ગ્લાનસેવા' અને 'ઉપસર્ગ સહન' કરવા પર ભાર મૂક્યો છે.
અધ્યયન (૪) સ્ત્રી પરિશા– સ્ત્રી સંબંધી પરીષહોને સહન કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં સ્ત્રીસંસર્ગથી શીલભ્રષ્ટ સાધકની દશાનું વર્ણન કરીને સ્ત્રી સહવાસથી દૂર રહેવાની પ્રેરણા આપવામાં આવી છે.
અધ્યયન (૫) નરકવિભક્તિ– નરકમાં જીવો(નારકીઓ)ને ભોગવવા પડતા ભયંકર કષ્ટોનું વર્ણન કર્યું છે. જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે ય પરંપરાઓમાં નરકોનું વર્ણન છે. યોગસૂત્રના વ્યાસ ભાષ્યમાં સાત મહાનરકોનું વર્ણન છે, ભાગવતમાં ૨૮ નરક બતાવેલ છે, બૌદ્ધ ગ્રંથ સુતનિપાતના 'કોકાલિય' નામના સુત્તમાં નરકોનું વર્ણન છે. આ વર્ણન પ્રસ્તુત અધ્યયન સાથે સામ્યતા ધરાવે છે.
અધ્યયન (૬) વીરસ્તુતિ– ભગવાન મહાવીરની સ્તુતિ વિવિધ ઉપમાઓ આપીને કરવામાં આવી છે. ભગવાન મહાવીરની આ સૌથી પ્રાચીન સ્તુતિ છે. તેમાં ભગવંતના ગુણોનું હૃદયગ્રાહી વર્ણન છે. જેમ હાથીઓમાં ઐરાવતહાથી, મૃગો (પશુઓ)માં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં ગરુડ આદિ અનેક ઉપમાઓ આપીને ભગવાન મહાવીરને લોકમાં સર્વોત્તમ બતાવ્યા છે.
39
ivate & Personal Use Only
www.jainlibrary