________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
હિતુશેખ્ખા = પરંતુ હું હવેથી એમ જ કરીશ તેવી રીતે સ્વીકાર કરે, પ્રતિજ્ઞા કરે, લેયં ણુ મેય્ – અને તેમાં જ મારું કલ્યાણ છે તેમ તે માને, છ પમાય ગ્ગા = પ્રમાદ ન કરે.
३८०
ભાવાર્થ :- સાધ્વાચારના પાલનમાં ક્યાંય ભૂલ થાય ત્યારે પરતીર્થિક અથવા ગૃહસ્થ દ્વારા આર્હત્ આગમકથિત આચારની શિક્ષા આપવામાં આવે અથવા નાના અથવા વૃદ્ધ દ્વારા પ્રેરિત કરવામાં આવે, સામાન્ય કાર્ય કરનારી પાણી લાવનારી નોકરાણી અકાર્ય માટે અટકાવે અથવા કોઈ ગૃહસ્થ વડે શિક્ષા કરવામાં આવે, તો તે શિક્ષા દાતા પર સાધુ ક્રોધ ન કરે, તેઓને દંડ આદિથી પીડિત ન કરે અને પીડાકારી કઠોર શબ્દો ન કહે, પરંતુ "હું ભવિષ્યમાં એમ જ કરીશ" આ રીતે પ્રતિજ્ઞા કરે અથવા પોતાના અનુચિત આચરણ માટે મિચ્છામિ વુડ ના ઉચ્ચારણપૂર્વક આત્મનિંદા દ્વારા તેનાથી નિવૃત્ત થાય. પ્રસન્નતાપૂર્વક પોતાની ભૂલ સ્વીકારીને તેનાથી નિવૃત્ત થવામાં જ મારું કલ્યાણ છે એમ સમજી સાધુ પ્રમાદ ન કરે. वर्णसि मूढस्स जहा अमूढा, मग्गाणुसासंति हियं पयाणं । तेणेव मज्झं इणमेव सेयं, जं मे बुहा समणुसासति ॥
१०
શબ્દાર્થ :- હા ગમૂળ - જેવી રીતે માર્ગ જાણનારા પુરુષો, વળત્તિ મૂલ્સ = જંગલમાં માર્ગ ભૂલેલા, પથાળ હિય મજ્જાનુસાëતિ = પ્રાણીઓને હિતકારક માર્ગની શિક્ષા આપે છે, તેનેવ માં ફળમેવ સેય = આ રીતે મારા માટે પણ આ જ કલ્યાણકારક ઉપદેશ છે, ખં મે મુદ્દા સમજુસાસયંતિ – જે મને વૃદ્ધ પુરુષ શિક્ષા(બોધ) આપે છે.
=
ભાવાર્થ -- - જેવી રીતે યથાર્થ અને અયથાર્થ માર્ગને સારી રીતે જાણનારી વ્યક્તિ વનમાં માર્ગ ભૂલેલી દિશામૂઢ વ્યક્તિને હિતકારી માર્ગ બતાવે છે. તેમ જે તત્ત્વજ્ઞ પુરુષ છે તેઓ મને બહુ સારી શિક્ષા આપે છે. તે જ મારે માટે કલ્યાણકારક ઉપદેશ છે,
११
अह तेण मूढेण अमूढगस्स, कायव्व पूया सविसेसजुत्ता । एओवमं तत्थ उदाहु वीरे, अणुगम्म अत्थं उवणेइ सम्मं ॥ શબ્દાર્થ:- અહ તેળ મૂઢેળ = ત્યાર પછી તે મૂઢ પુરુષ, અમૂળસ્ત્ર સવિશેષ ગુત્તા પૂર્વી વાયવ્વ = અમૂઢ પુરુષની વિશેષ રૂપે પૂજા કરવી જોઈએ, તત્ત્વ વીરે ઓવમ જ્વાદુ = આ વિષયમાં વીરપ્રભુએ આ જ ઉપમા બતાવી છે, અત્યં અનુનમ્ન સમ્મ વગેર્ = પરમાર્થને સમજીને પ્રેરણાના ઉપકારને પ્રેરકના ઉપદેશને સાધુ પોતાનામાં સમ્યક્ રૂપે પરિણત કરે.
ભાવાર્થ :- જંગલમાં માર્ગ ભૂલી ગયેલી વ્યક્તિએ સાચો માર્ગ બતાવનાર પુરુષનો ઉપકાર માનીને તેનાં વિશેષ રૂપે પૂજા—ભક્તિ, સત્કાર–સન્માન કરવા જોઈએ, તેવી ઉપમા આપીને વીર પ્રભુએ સમજાવ્યું છે કે આ ઉપમાનો પરમાર્થ સમજી, શિષ્યોએ મોક્ષ માર્ગનું જ્ઞાન આપનાર ગુરુ આચાર્યની સમ્યક્ રીતે સેવા ભક્તિ કરવી જોઈએ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org