________________
૩૦૪ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
__ धोयणं रयणं चेव, वत्थीकम्म विरेयणं ।
वमणंजण पलिमंथं, तं विज्जं परिजाणिया ॥ શબ્દાર્થ :- ધોયાં હાથ, પગ તથા વસ્ત્ર આદિ ધોવા, રથ = તેને રંગવા, વOીન = એનિમાં વગેરે લેવું, વિચળ = વિરેચન-જુલાબ લેવો, વમળના = દવા લઈને વમન કરવું તથા આંખોમાં આંજણ લગાવવું, સિમર્થ = ઈત્યાદિ સંયમને નષ્ટ કરનારાં કાર્યો.
ભાવાર્થ :- (વિભૂષાની દૃષ્ટિએ) હાથ, પગ અને વસ્ત્ર આદિ ધોવાં તથા તેને રંગવા, બસ્તિકર્મ કરવું, | વિરેચન-જુલાબ લેવો, દવા લઈ વમન કરવું, આંખોમાં આંજણ લગાવવું. આ રીતે શરીર સજાવવું તે સંયમ વિઘાતક(પલિમંથકારી) છે, તેનું સ્વરૂપ અને દુષ્પરિણામને જાણીને વિદ્વાન સાધુ તેનો ત્યાગ કરે.
गंध मल्ल सिणाणं च, दंतपक्खालणं तहा ।
परिग्गहित्थि कम्मं च, तं विजं परिजाणिया ॥ શબ્દાર્થ - ગંધ મા સિગાઈ ર = શરીરપર સુગંધી દ્રવ્યો લગાવવા અને ફૂલમાળા પહેરવી તેમજ સ્નાન કરવું, ત વત"Rવાતi = દાંત સાફ કરવા, રિદિલ્હિમ્મઃ પરિગ્રહ રાખવો, સ્ત્રીભોગ કરવો.
ભાવાર્થ :- શરીરપર સુગંધિત પદાર્થો લગાવવા, પુષ્પમાળા ધારણ કરવી, સ્નાન કરવું, દાંત સાફ કરવા, પરિગ્રહ રાખવો, સચિત્ત પરિગ્રહ–દ્વિપદ, ચતુષ્પદ અથવા ધાન્ય આદિ, અચિત્ત પરિગ્રહ– સોનુંચાંદી, રત્ન, મોતી આદિ અથવા તેના આભૂષણ આદિ પદાર્થો રાખવા, સ્ત્રીકર્મ–દેવ, મનુષ્ય, અથવા તિર્યંચ સ્ત્રીની સાથે મૈથુન–સેવન કરવું, આ અનાચારોને કર્મબંધ તેમજ સંસારનું કારણ જાણી વિદ્વાનમુનિ તેનો પરિત્યાગ કરે.
उद्देसियं कीयगडं, पामिच्चं चेव आहडं ।
पूइं अणेसणिज्जं च, तं विज्ज परिजाणिया ॥ શબ્દાર્થ –પૂરું = જે આધાકર્મી આહાર સાથે મિશ્રિત થયેલા હોય,
અ ન્ન = જે આહારાદિ દોષયુક્ત અશુદ્ધ હોય, વિના પરિવાળિયા = વિદ્વાન્ મુનિ આવા આહારનો ત્યાગ કરે. ભાવાર્થ :- સાધુના ઉદ્દેશથી ગૃહસ્થ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઔદ્દેશિક દોષયુક્ત, સાધુ માટે ખરીદીને લાવેલો ક્રિતકત દોષયુક્ત આહાર, બીજા પાસે ઉધાર કે ઉછીનો લીધેલ પામિય-દોષ યુક્ત આહાર, સાધુના સ્થાને સામેથી લાવેલો આહત આહાર, આધાકર્મી આહારમિશ્રિત-દૂષિત પૂતિકર્મદોષવાળા આહાર અને એષણાદોષોથી દૂષિત એવા અનેષણીય આહારને સંસારનું કારણ જાણી વિદ્વાનમુનિ ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org