________________
[ ૨૭૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
संबुज्झहा जंतवो माणुसत्तं, दटुं भयं बालिसेणं अलंभो ।
एगंतदुक्खे जरिए व लोए, सकम्मुणा विप्परियासुवेइ ॥ શબ્દાર્થ - ગંતવો = હે જીવો! મyત્ત = મનુષ્યભવની દુર્લભતાને,
સં દ = સમજો ! ભયં હું = નરક તથા તિર્યંચ યોનિના ભયને જોઈને, વાણિતે અત્તમ = બાળ જીવોને ઉત્તમ વિવેકનો અલાભ જાણીને બોધ પ્રાપ્ત કરો, તોપ = આ લોક, ગરિ == ભઠ્ઠીમાં બળતા જીવ જેમ, જ્વર(તાવ)થી પીડિતની જેમ, ત૬૩ = એકાન્ત દુઃખી છે.
ભાવાર્થ :- હે જીવો ! મનુષ્યત્વ અથવા મનુષ્યજન્મની દુર્લભતાને સમજો. નરક તેમજ તિર્યંચ યોનિના ભયને જોઈને તેમજ બાલ જીવોની વિવેકશુન્યતા જાણી બોધ પ્રાપ્ત કરો. આ લોક જ્વરપીડિત વ્યક્તિની જેમ એકાન્ત દુઃખરૂપ છે. સુખ ઈચ્છનાર જીવ પોતાના હિંસાદિ પાપકર્મથી સુખને બદલે દુઃખ જ પામે છે.
વિવેચન :
આ બન્ને ગાથામાં ભિન્ન ભિન્ન પાસાઓથી કુશીલ આચરણનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. જે જીવ પોતાના સુખને માટે, સ્વાર્થ સિદ્ધિ માટે હિંસારૂપ કુશીલનું આચરણ કરે છે, તે અલ્પાયુષ્યને પ્રાપ્ત કરે છે. તે જીવો ગર્ભથી વૃદ્ધાવસ્થા પર્યત કોઈ પણ અવસ્થામાં અકાળે મૃત્યુને પામે છે. તેની સુખની આશા ઠગારી નીવડે છે. તે સુખના સ્થાને એકાંત દુઃખને જ પામે છે. આ રીતે કુશીલાચરણના દુષ્પરિણામને જાણીને બોધપ્રાપ્તિનો નિર્દેશ કર્યો છે. પાઠાંતર - ગરિ વ તો :- વૃત્તિકાર અનુસાર–લોકને વરગ્રસ્તની જેમ સમજો. ચૂર્ણિકાર સમ્મત પાઠાંતર છે–ગરિ તુ નો લોક ને (વિવિધ દુઃખોની ભઠ્ઠીમાં) બળતાં જેવા સમજો. નામ થેપ ને બદલે મફિન પોસાય પાઠાંતરનો અર્થ છે- પુરુષોની ચરમ અવસ્થાને પ્રાપ્ત.
કુશીલની મોક્ષ સંબંધી માન્યતા :
इहेगे मूढा पवयंति मोक्खं, आहारसंपज्जणवज्जणेणं । | एगे य सीओदगसेवणेणं, हुएण एगे पवयंति मोक्खं ॥ શબ્દાર્થ :- આહાર સંપન્નાનનો મોઉં પવયંતિ = મીઠું(નમક) ખાવાનું છોડી દેવાથી મોક્ષ થાય છે, એવું કહે છે, જે ય = અને કોઈ, સીગોડ સેવ = શીતળ(ઠંડા) પાણીના સેવનથી મોક્ષ કહે છે, દુખ નો પવયતિ = હોમ કરવાથી મોક્ષ મળે તેમ કહે છે. ભાવાર્થ :- આ જગતમાં અથવા મોક્ષ પ્રાપ્તિના વિષયમાં મૂઢ વ્યક્તિ પ્રતિપાદન કરે છે કે આહારનું રસવર્ધક પોષક મીઠું(નમક) ખાવાનું છોડી દેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કેટલાક શીતલ–સચે પાણીના સેવનથી તથા કેટલાક અગ્નિમાં ઘી આદિ દ્રવ્યો નાખી હવન કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org