________________
અધ્યયન—પ/ઉદ્દેશક–૨
હિંસક પશુની જેમ નારકી સામે મળતાં જ તેઓ તીક્ષ્ણ શૂળોથી વીંધીને પછાડે છે (૧૬) હંમેશાં લાકડા વિના બળતા રહેતા ઘાતક સ્થાનમાં નારકી લાંબા કાળ સુધી પીડા ભોગવે છે (૧૭) બહુ મોટી ચિતા રચી નારકીઓને તેમાં ધકેલે છે (૧૮) હંમેશાં સંપૂર્ણ ગરમ રહેનારા અત્યંત દુઃખમય નરકસ્થાનમાં હાથ-પગ બાંધીને શત્રુની જેમ મારે—પીટે છે (૧૯) લાકડી આદિથી મારીમારીને પીઠ તોડી નાંખે છે, લોખંડના ભારે ઘણથી માથું ફોડી નાંખે છે, તેઓના શરીરના ચૂરેચૂરા કરી નાંખે છે અને લાકડાના પાટિયા ચીરવાની જેમ ગરમ આરાઓથી ચીરી નાંખે છે, ઉકળતું સીસું પીવડાવે છે (૨૦) નારકીના પૂર્વકૃત રૌદ્ર પાપકર્મોનું સ્મરણ કરાવીને તેની પાસે હાથીની જેમ ભારવહન કરાવે છે, એક–બે કે ત્રણ નારકીઓને તેની પીઠપર ચડાવીને ચલાવે છે, ન ચાલે તો તેના મર્મસ્થાનમાં તીક્ષ્ણ અણીદાર આરા આદિ શસ્ત્ર ખૂંચાડે છે (૨૧) પરવશ નારકીઓને કીચડથી ભરેલી તેમજ કાંટાળી વિસ્તીર્ણ ભૂમિ પર ચલાવવામાં આવે છે (૨૨) વિવિધ બંધનોથી બાંધેલા સંજ્ઞાહીન નારકીઓના ટુકડા કરી નગરબલની જેમ ચારે બાજુ ઉડાડે છે (૨૩) વૈતાલિક(વૈક્રિયક)નામનો એક શિલાનિર્મિત, આકાશસ્થ મહાકાય પર્વત ઘણો ગરમ રહે છે, ત્યાં નારકીઓને લાંબાકાળ સુધી મારવામાં આવે છે (૨૪) તેઓના ગળામાં ફાંસીનો ગાળિયો નાખીને શ્વાસ રુંધવામાં આવે છે. (૨૫) મુદ્ગરો અને મુશળોથી ક્રોધપૂર્વક જાણે પૂર્વનો શત્રુ હોય તેમ નારકીઓ પર પ્રહાર કરે છે. તે મારથી તેઓ ઊંધે મુખે લોહીની ઊલટી કરતાં પડી જાય છે (૨૬) નરકમાં હંમેશાં ખૂંખાર, ભૂખ્યા મહાકાય ગીધડાઓ રહે છે, જેઓ જંજીરોથી બંધાયેલા નજીક રહેલા નારકીઓને ખાધા કરે છે (૨૭) સદાજલા નામની વિષમ અથવા ગહન દુર્ગમ નદી છે, જેનું પાણી લોહી, પરુ તેમજ ક્ષારને કારણે ગંદુ અને કાદવવાળું છે, તે પિગળેલા લોખંડની સમાન અત્યંત ગરમ પાણીમાં નારકી એકલા અને રક્ષણ વિનાના થઈને તરે છે.
૨૪૯
સૂત્રોક્ત યાતનાઓ સિવાય બીજી સેંકડો પ્રકારની યાતનાઓ નરકમાં ગયેલા જીવો પામે છે અને તેઓ રડી રડીને પરવશપણે સહન કરે છે.
અજ્ઞાનના કારણે સમભાવપૂર્વક તે દુઃખોને તેઓ સહન પણ કરી શકતા નથી અને તે દુઃખોનો અંત કરવામાટે તેઓ આત્મહત્યા(આપધાત) કરીને મરી શકતા પણ નથી, કારણ કે નારકી જીવોનું આયુષ્ય નિરૂપક્રમી હોય છે, તેઓનું અકાળે મૃત્યુ થતું નથી. તેઓના કરુણ પોકાર, પ્રાર્થના, વિલાપ અથવા રુદન સાંભળીને કોઈ તેની સહાયતા કે રક્ષા કરવા આવતું નથી, સહાનુભૂતિના બે શબ્દો પણ કોઈ કહેતું નથી. તેઓની દયનીય દશા જોઈને કોઈને દયા આવતી નથી પરંતુ પરમાધામી અસુરો તેના રુદનથી વધારે ક્રૂર બનીને અધિક અધિક યાતનાઓ આપે છે, તેઓને પૂર્વજન્મકૃત પાપકર્મો યાદ કરાવી નિરંતર યાતનાઓ આપે છે, જે તેઓને પરાધીનપણે ભોગવવી પડે છે. જીવે જે કર્મો જેવા રસે, જેટલી તીવ્રતાથી બાંધ્યા છે તેટલી જ તીવ્રતાથી તેનો દારુણ વિપાક ભોગવવો જ પડે છે.
Jain Education International
उदरं विकत्तंति खुरासिएहिं - વૃત્તિકાર અનુસાર અસ્ત્રો, તલવાર આદિ અનેક પ્રકારના તીક્ષ્ણ શસ્ત્રોથી તેઓનું પેટ ફાડી નાખે છે. ચૂર્ણિકાર અનુસાર, વરાફ પોર્ટેતિ રહિં તેપ્તિ = છરીથી તેઓનું પેટ ફોડી (ફાડી) નાખે છે. વિત્તુવેĒ પાઠાંતરમાં વિહળ વેટ્ટ– અર્થ કરવામાં આવ્યો કે વિહળેતિ વિખિતા વેહૈં = દેહને વિશેષરૂપથી ક્ષતવિક્ષત(ઘાયલ) કરીને.
For Private Personal Use Only
www.jainelibrary.org