________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૧
_
૨૦૭ ]
અધ્યયનમાં શરૂઆતમાં સૌથી પ્રથમ તેની ઉચ્ચ ભૂમિકાનું સ્મરણ કરાવે છે. જે નવર...વિવિજેતુ :- કોઈ વ્યક્તિ ઘરબાર, માતાપિતા આદિ સ્વજનો, કુટુંબીજનો, ધન-સંપતિ તથા સમસ્ત સાંસારિક વસ્તુઓનો મોહ છોડી મુનિધર્મમાં દીક્ષિત થાય છે ત્યારે તે પ્રતિજ્ઞા કરે છે કે હું આજથી સમ્યગુદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક ચારિત્રમાં અથવા આત્મહિતમાં વિચરણ કરીશ. તે સર્વ પ્રકારના મૈથુનથી વિરત થઈ જાય છે અને વિવિક્ત(સ્ત્રી, પશુ,નપુંસક સંસર્ગરહિત) સ્થાનની ગવેષણા કરે છે અથવા પવિત્ર સાધુઓના માર્ગના અન્વેષણમાં તત્પર રહે છે અથવા કર્મોથી મુક્ત થવા માટે જ પુરુષાર્થશીલ રહે છે. આવા બ્રહ્મચર્યપરાયણ સાધુને વિવેકમૂઢ સ્ત્રીઓ ભિન્ન ભિન્ન પ્રકારે ચારિત્રભ્રષ્ટ કરી શકે છે. સાધુ તત્કાળ તો તે સ્ત્રીજન્ય ઉપસર્ગને જાણી શકતા નથી. તે ઉપસર્ગના પ્રવાહમાં વહેવા લાગે છે. તેથી શાસ્ત્રકાર સાધુને સાવધાન કરવા અને તે ઉપસર્ગમાં સાધુ ફસાઈ ન જાય તે દષ્ટિએ સ્ત્રીજન્ય ઉપસર્ગના વિભિન્નરૂપો અહીં રજૂ કરે છે. સુખ સં પરમ્પ :- વિવેકમૂઢ સ્ત્રીઓ સાધુ પાસે આવીને બેસી જાય છે અને દામ્પત્યજીવનનાં અનેક સંસ્મરણો યાદ કરાવી સાધકને ચારિત્રભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જેવી રીતે વિવિધ પ્રકારના છલ કરવામાં કુશળ, કામવાસના પેદા કરવામાં ચતુર, કામુક સ્ત્રીઓ ભાઈ, પુત્ર, સ્વજન અથવા અન્ય સાંસારિક સંબંધોના બહાને સાધુ પાસે આવીને ધીમે ધીમે તેની સાથે અનુચિત, અનૈતિક સંબંધ કરી લે છે. છUUUUM :-કેટલીક કામુક સ્ત્રીઓ સાધુને ચારિત્રભ્રષ્ટ કરવા માટે ગૂઢ અર્થવાળા સાંકેતિક શબ્દોનો પ્રયોગ કરીને પોતાના મનોભાવ બતાવીને ફસાવી લે છે. તેઓ અનેક પ્રકારના દ્રયર્થક શ્લોક, કવિતા, પહેલી(કોયડાઓ), ભજન અથવા ગાયનના માધ્યમથી પોતાનો કામુક મનોભાવ પ્રગટ કરે છે અને અપરિપક્વ સાધક સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે.
તે સિવાય ગુપ્ત નામ દ્વારા અથવા ગૂઢાર્થવાળો મધુર વાર્તાલાપ કરી સાધુને મોહયુક્ત બનાવે છે. ૩વાવંજ તા.જિ સંનિમિતુળો:- પ્રાયઃ કામુક સ્ત્રીઓ સાધુને પોતાની કામજાળમાંફસાવવાના અનેક ઉપાયો જાણે છે અને વેદમોહનીય કર્મોદયવશ સાધકો તેઓમાં આસક્ત થઈ જાય છે. કામુક સ્ત્રીઓ દ્વારા સાધુને જાળમાં ફસાવવાના કેટલાક ઉપાયો ગાથાઓમાં બતાવ્યા છે. (૧) તે સાધુની પાસે અત્યંત નજીક ગુપ્ત વાત કહેવાના બહાને બેસે છે અથવા લાંબા સમય સુધી બેસે છે (૨) વારંવાર કામોત્તેજક થઈને વસ્ત્રોને ઢીલા કર્યા કરે છે (૩) શરીરના અધોભાગ (જાંઘ, નાભિ, પગ, નિતમ્બ આદિ) દેખાડે (૪) હાથ ઊંચા કરી બગલ દેખાડતી સામેથી પસાર થાય છે, જેથી સાધુ તેને જોઈને કામ-વિહ્વળ થઈ જાય. સMહિં ગોહિં..બિમલૈંતિ :- ક્યારેક ચાલાક સ્ત્રીઓ સાધુને ભાવભક્તિ પૂર્વક કોઈને દર્શન દેવા આદિના બહાને પધારવાની પ્રાર્થના કરે છે અથવા ઘરે એકાંત ઓરડામાં અનુનય-વિનય કરીને લઈ જાય છે. જ્યારે અવિવેકી સાધુ તેની પ્રાર્થના અથવા વિનંતિથી ઘરે અથવા એકાંતમાં ચાલ્યો જાય છે. ત્યારે તે સાધુને શીલભ્રષ્ટ કરવા માટે કહે છે જરા આ પલંગ અથવા ગાદલા પર અથવા શય્યા પર બિરાજો ! આમાં કોઈ સજીવ પદાર્થ નથી, પ્રાસુક છે. સારું, બીજું કંઈ નહિ તો ઓછામાં ઓછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org