________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સંબંધમાં ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળના સર્વજ્ઞ એકમત છે, એટલું જ નહીં, કાશ્યપગોત્રીય ભગવાન ઋષભદેવ તેમજ ભગવાન મહાવીરના ધર્માનુરાગી સાધકોનો પણ આ જ મત છે.
૧૩૬
વારૂં મુળારૂં આદુ તે :- આ ગુણોને મોક્ષ સાધન કહ્યા છે. આ ગુણોથી રત્નત્રય રૂપ ગુણોનું ગ્રહણ થઈ જાય છે.
=
સુબ્બા :– આ પુરુષોને જે સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ હતી, તે ઉત્તમ વ્રતોનાં પાલનથી જ થઈ હતી અને થાય છે. तिविहेण वि पाण मा हणे... संवुडे - સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે મોક્ષના સાધન છે પરંતુ અહીં માત્ર સમ્યક્ચારિત્ર (મહાવ્રતાદિ)થી મુક્ત-સિદ્ધ થવાનું જે વર્ણન છે તે અપેક્ષાએ સમજવું. જ્યાં સમ્યક્ચારિત્ર ત્યાં સમ્યકજ્ઞાન હોય જ અને જ્ઞાન સમ્યક્ ત્યારે જ થાય છે, જ્યારે સમ્યક્દર્શન થાય છે. પૂર્વની ગાથાઓમાં સમ્યક્દર્શન તેમજ સમ્યક્ત્તાનના સંબંધમાં ઘણું કહેવાઈ જ ગયું છે, તેથી શાસ્ત્રકારે પુનરુક્તિ (પુનઃકથન)ન કરતાં માત્ર ચારિત્રનો જ સંકેત કર્યો છે. આ વાક્યમાં સર્વચારિત્રના પ્રથમ ગુણ અહિંસા મહાવ્રતના પાલનનો નિર્દેશ સમજી લેવો જોઈએ.અન્ય ચારિત્રથી સંબંધિત મુખ્ય ત્રણ ગુણોનો પણ અહીં ઉલ્લેખ છે– (૧) આત્મહિત તત્પર, (૨) નિદાન(સ્વર્ગાદિ સુખભોગ પ્રાપ્તિની વાંછા રૂપ) થી મુક્ત તથા (૩) સુવ્રત (ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત અથવા પાંચસંવર યુક્ત). સાર એ છે કે સમ્યક્દર્શન–જ્ઞાન યુક્ત ચારિત્રગુણોથી ભૂતકાળમાં અનંતાજીવ સિદ્ધ–મુક્ત થયા છે, ભવિષ્યમાં પણ થશે અને વર્તમાનમાં થાય છે. ચૂર્ણિકારે સંપતસવેન્ગા સિતિ આ પાઠાંતર સ્વીકારી અર્થ કર્યો છે– વર્તમાનમાં સંખ્યાતા જીવ સિદ્ધ થાય છે.
२२
ભાવાર્થ :- આ રીતે તે ભગવાન ઋષભદેવ સ્વામીએ કહ્યું હતું તેમ અનુત્તરક્ષાની, અનુત્તરદર્શી, અનુત્તર જ્ઞાન—દર્શન ધારક, ઈન્દ્રાદિ દેવો દ્વારા પૂજનીય (અર્હન્ત) જ્ઞાતપુત્ર તથા ઐશ્વર્યાદિ ગુણયુક્ત ભગવાન મહાવીર સ્વામીએ વૈશાલી નગરીમાં કહ્યું હતું. "તે હું સુધર્માસ્વામી તમને (જંબુસ્વામી આદિ શિષ્યવર્ગને) કહું છું. વિવેચન :
Jain Education International
एवं से उदाहु अणुत्तरणाणी अणुत्तरदंसी अणुत्तरणाणदंसणधरे । अरहा णायपुत्ते भगवं वेसालिए वियाहिए ॥ त्ति बेमि ॥
આ ગાથા વૈતાલીય અથવા વૈદારિક અધ્યયનની અંતિમ ગાથા છે. અધ્યયનનો ઉપસંહાર કરતાં શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબુસ્વામી આદિને આ અધ્યયન રચનાનો ઈતિહાસ બતાવતાં કહે છે— વં તે વાહ...વેસાલિમ્ વિયાદિ ત્રણ ઉદ્દેશાઓથી યુક્ત આ "વૈતાલીય" અધ્યયનમાં જે ઉપદેશ છે તે આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવે પોતાના ૯૮ પુત્રોને લક્ષ્યમાં રાખીને અષ્ટાપદ પર્વતપર આપ્યો હતો. તે જ ઉપદેશ ભગવાન મહાવીર સ્વામીએ અમને (ગણધરોને) વિશાલા નગરીમાં આપ્યો હતો. તે જ ઉપદેશ હું તમને કહું છું.
ભગવાન મહાવીરનાં વિશેષણોનો અર્થ :- આ ગાથામાં ભગવાન મહાવીરનાં સાત વિશેષણો તેમની
For Private Personal Use Only
www.jainelibrary.org