________________
અધ્યયન-રાઉદ્દેશક-૨
[ ૧૦૭ ]
રૂપે ઉલ્લેખ કર્યો છે. નો મ w... fમનgો :- એકચારી સાધકમાં ઉપસર્ગાદિને સહેવાની આવી ક્ષમતાનું કારણ જણાવતા શાસ્ત્રકાર કહે છે શૂન્યઘરમાં સાધના માટે જતા સાધુને સર્વ પ્રાણીઓ મિત્રવત્ પ્રતીત થતાં હોવાથી તથા પોતાના જીવવાની આકાંક્ષા અને મૃત્યુનો ભય ન હોવાથી ઉપસર્ગોને તેઓ સહન કરી શકે છે.
અધિકરણ વિવર્જના :.. अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । | अढे परिहायइ बहू, अहिगरणं ण करेज्ज पंडिए ॥ શબ્દાર્થ :-fમgો = જે સાધુ, = કલહ કરે છે, પસન્સ = અને પ્રગટરૂપે, વાળ = ભયાનક(ઉગ્ર) વાક્ય, વયનાખણ = બોલે છે, અ = પ્રયોજન, સંયમધન, વઘુ = અત્યંત, પરાય = નષ્ટ થઈ જાય છે. ભાવાર્થ :- જે સાધુ અધિકરણ (કલહ અથવા વિવાદ) કરે છે અને પ્રગટ રૂપે કઠોરવચન બોલે છે, તેનું સંયમધન નષ્ટ થઈ જાય છે. તેથી પંડિત મુનિ અધિકરણ-કલહ ન કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાધુ માટે અધિકરણ–કલહ સર્વથા વર્ક્સ કહ્યો છે. વાતમાં વધારો કરી, વાતને વળ ચડાવી અને વિવાદ ઊભો કરી, કલહ કરવો તે અધિકરણ છે. વાતવાતમાં જેનો અધિકરણ-ઝગડો કરવાનો સ્વભાવ થઈ જાય છે તેને અહીં "અધિકરણકર" કહ્યા છે. તેના બે લક્ષણો બતાવવામાં આવ્યાં છે. અધિકરણશીલ સાધુ રૌદ્રધ્યાન, ઈર્ષા, રોષ, દ્વેષ, છિદ્રગવેષી, કલહ આદિ દોષગ્રાહી હોય તે પ્રગટ રૂપે ભયંકર કઠોર વચન બોલનાર હોય છે. અધિકરણ(કલહ) કરનાર સાધુનું સંયમરૂપી ધન લૂંટાઈ જાય છે અથવા તેનું મોક્ષરૂપી પ્રયોજન સર્વથા નષ્ટ થઈ જાય છે. કહ્યું છે કે,
जं अज्जियं समीखल्लएहिं, तवणियमबंभमाइएहिं ।
मा हु तयं कलहंता, छड़े अहसागपत्तेहिं ॥ લાંબાકાળ સુધી કઠોરતપ, નિયમ તેમજ બ્રહ્મચર્ય આદિ દ્વારા જે સફળ ઉપાર્જિત કર્યું છે, તેને તુચ્છ વાતો માટે કલહ કરી નષ્ટ ન કરો. એવો ઉપદેશ પંડિત પુરુષો આપે છે. સામાયિક-સાધકનો આચાર :
सीओदगपडिदुगंछिणो, अपडिण्णस्स लवावसक्किणो । सामाइयमाहु तस्स जं, जो गिहिमत्तेऽसणं ण भुंजइ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org