________________
૧૦૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- ૩વળીયતરત = ઉપનીહતર, જેણે પોતાના આત્માને જ્ઞાનમાં સ્થાપિત કર્યો છે, તાફળો = જે પોતાની અને બીજાની રક્ષા કરે છે, વિવિત્ત = સ્ત્રી,પશુ, નપુંસક રહિત, માસM = સ્થાનનું જે, મધમાખશ્ન = સેવન કરે છે, આદુ = તીર્થકરોએ કહ્યું છે. ભાવાર્થ :- જેણે પોતાના આત્માને જ્ઞાનાદિમાં સ્થાપિત કર્યો છે. જે સ્વ–પર રક્ષક છે, જે સ્ત્રી, પશુ, નપુસંકના સંસર્ગથી રહિત, વિવિક્ત સ્થાનનું સેવન કરે છે તથા જે પોતાના આત્મામાં ભય પ્રદર્શિત કરતા નથી અર્થાત્ જે ભયભીત ન બને તે સાધુનું જ સામાયિક ચારિત્ર તીર્થકરોએ કહ્યું છે.
उसिणोदगतत्तभोइणो, धम्मट्ठियस्स मुणिस्स हीमओ । संसग्गि असाहु राइहिं, असमाही उ तहागयस्स वि ॥
૧૮
શબ્દાર્થ :- ૩fસોસાતત્તમોળો = ઠંડુ કર્યા વિનાનું ગરમ પાણી પીનારા, ધમ્પટ્ટિયક્ષ = શ્રુત અને ચારિત્ર ધર્મમાં સ્થિત, હીન = અસંયમથી લજ્જિત થનારા, મુળર્સ = મુનિને, રાહં = રાજા આદિ સાથે, સત્તા = સંસર્ગ કરવો, અ૬ = ખરાબ છે, તહાવિ = તે શાસ્ત્રોક્ત આચાર પાળનારનો પણ, અસાહી = સમાધિ ભંગ કરે છે.
ભાવાર્થ :- ગરમ પાણીને ઠંડુ કર્યા વિના ગરમ જ પીનારા, ધર્મમાં સ્થિત તેમજ અસંયમથી લજ્જિત મુનિઓએ રાજા આદિ સાથે સંસર્ગ કરવો સારો નથી. તે સંસર્ગ શાસ્ત્રોક્ત આચારપાલનમાં સ્થિત તથાગત મુનિની પણ સમાધિનો ભંગ કરે છે.
વિવેચન :
આ સાત ગાથામાં એકાકી વિચરણ કરનાર, વિશિષ્ટ સાધુની યોગ્યતા તેમજ આચારસંહિતાની ઝાંખી કરાવી છે. સમૂહમાં રહેતા સાધુએ સમૂહની રીતિ નીતિ અનુસાર ચાલવું પડે છે. સામુહિકરૂપે કાર્યોત્સર્ગ, સ્વાધ્યાય, શયન તેમજ આસનનો ઉપયોગ કરવો પડે છે. સમૂહમાં રહેવાથી ગૃહસ્થોનો સંપર્ક વધારે રહે. સાધુને તેમના તરફથી સન્માન, પ્રતિષ્ઠા, કલ્પનીય યથોચિત સાધનો, સુખ સુવિધાઓ, યોગ્ય વસ્ત્ર, પાત્ર, આવાસસ્થાન (ઉતારા) આદિ મળતા રહે. એવા સમયે તે સાધુ જો સાવધાન ન રહે તો સંસર્ગજનિત દોષો અને ગર્વજનિત અનિષ્ટોથી બચી ન શકે. સાધુજીવનની સમાધિ અને યથાર્થ આનંદ પ્રાપ્ત કરવા માટે તથા વિશિષ્ટ ઉચ્ચસાધના માટે શાસ્ત્રકારે એકચર્યા સાધના બતાવી છે.
ને વરે કાળાનાળે સથળે ને સમાપ:- રાગદ્વેષ કષાય આદિથી બચવા માટે સાધુ એકલો વિચરણ કરે, એકલો જ કાયોત્સર્ગ કરે, એકલો જ રહે, બેસે અને એકલો જ સૂવે. એકચર્યા કે એકાકીચર્યામાં સાધકે દ્રવ્ય અને ભાવ બંને રીતે એકાકી વિચરવાનું હોય છે. બીજા સાધુ, શ્રાવકવર્ગની સહાયતા ન લેવી તે દ્રવ્ય એકાકીપણું છે અને રાગ-દ્વેષ આદિ દોષોથી તથા જનસંપર્ક જનિત દોષોથી રહિત એકમાત્ર આત્મભાવોમાં અથવા આત્મગુણોમાં રમણ કરવું તે ભાવ એકાકીપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org