________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૧
_
૮૫ |
થઈ સંયમમાં ઉધત છે, તેઓ મુક્ત આત્માની જેમ શાંત તેમજ સુખી છે. રિસોરમ પર્જન્મળ :- ઘણા સાધક સાધુજીવનને તો સ્વીકારી લે છે પરંતુ તેઓને પાપ પુણ્યનું સાચું જાણપણું હોતું નથી. પાપકર્મ કેવી રીતે બંધાય અને કેવી રીતે તે પાપકર્મોથી છુટકારો થઈ શકે? તે વાત પણ તેઓ નથી જાણતા. પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં ભગવાન ઋષભદેવે પાપકર્મ વિષયક જ્ઞાન આપ્યું છે. આત્માને નીચે પછાડે તે પાપકર્મ કહેવાય છે. આત્માની શુદ્ધતા, સ્વાભાવિકતા અને નિર્મળતા પર તે પાપકર્મ અજ્ઞાન, મોહ આદિનું ગાઢ આવરણ કરે છે, તેથી આત્મા ઉર્ધ્વગમન કરી શકતો નથી, વિકાસ કરી શકતો નથી. પાપકર્મોનાં કારણે જ તો પ્રાણીને સમ્યક ધર્મ માર્ગ મળી શકતો નથી અને મોહ તેમજ અજ્ઞાનના કારણે પાપમાં વૃદ્ધિ કરીને નરક, તિર્યંચ આદિ દુઃખદાયી ગતિઓમાં પરિભ્રમણ કરે છે. તેથી અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, હે પુરુષ! હવે આ પાપકર્મથી વિરત થાઓ. જિંદગીનો કોઈ ભરોસો નથી, તે નાશવંત છે. માટે આ પાપકર્મથી વિરત થવાનું કાર્ય શીઘ્ર કરવું જોઈએ. મનુષ્યજીવન નાશવંત છે તે બતાવવા ગાથામાં નિયત શબ્દનો પ્રયોગ શાસ્ત્રકારે કર્યો છે. પતિયાં શબ્દના સંસ્કૃતમાં બે રૂપ થાય છે, પલ્યાંત અને પર્યત. મનુષ્ય જીવન વધુમાં વધુ ત્રણ પલ્યોપમનું હોય. ત્રણ પલ્ય પછી તો જીવન અવશ્ય નાશ પામે જ છે. પર્યન્ત એટલે સાંત–નાશવંત. વિષયભોગોમાં રત રહી જે જીવનને નષ્ટ કરે, વિવિધ હિંસા વગેરે પાપ કરે, શરીરને પોષતા રહે, તપ સંયમનાં કષ્ટો પ્રત્યે અણગમો રાખે છે તે મોહનીય આદિ અનેક પાપકર્મોનો સંચય કરે છે. માટે સાધકે સદ્ધર્મ આચરણ તેમજ તપ-સંયમ દ્વારા પાપકર્મથી જલ્દી વિરત થવું જોઈએ. નયર્થ વિદરદિ....ઉફાં:- પ્રત્યેક પ્રવૃત્તિમાં પાપકર્મ તો સંભવિત છે, તેનાથી કેવી રીતે બચી શકાય? તેના ઉત્તર રૂપે આ પદમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરવાથી પાપકર્મનો બંધ થતો નથી. દશવૈકાલિક આદિ શાસ્ત્રોમાં પાપકર્મોના બંધથી બચવાનો આ જ ઉપાય બતાવ્યો છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ મહાવ્રત, દશ યતિધર્મ આદિ બધા પાપકર્મથી બચવાના શાસ્ત્રોક્ત તેમ જ જિનોક્ત ઉપાયો છે.
વિરલ વી ગિબ્સ :-પાપકર્મથી વિરત સાધક કેવો હોય છે? તેની ઓળખાણ શું છે? તે આ ગાથામાં બતાવ્યું છે. ૧. તેઓ હિંસા આદિ પાપથી નિવૃત્ત હોય છે, વિરત હોય છે. ૨. કર્મક્ષય કરવા વીરવૃત્તિ ધારણ કરે છે. ૩. સંયમ પાલનમાં ઉદ્યત થાય છે. ૪. ક્રોધાદિ કષાયોને પોતાની પાસે ફરકવા દેતા નથી ૫. મન, વચન, કાયાથી કૃત-કારિત-અનુમોદિત રૂપે પ્રાણી હિંસા કરતા નથી. ૬. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગ તે કર્મબંધના કારણોથી દૂર રહે છે. ૭. આવા સાધક મુક્ત જીવોની જેમ શાંત હોય છે. પરીષહ સહવાનો ઉપદેશ :
ण वि ता अहमेव लुप्पइ, लुप्पंति लोगंसि पाणिणो । एवं सहिएऽहिपासए, अणिहे से पुट्ठोऽहियासए ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org