________________
શ્રી ચગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વિવેક (જ્ઞાન)કરી દીક્ષા ગ્રહણ કરે તોપણ તે સંસારસાગરને પાર કરી શકતો નથી. તે ધ્રુવમોક્ષ સંબંધી ભાષણ માત્ર કરે છે. હે શિષ્ય ! તું તે મોક્ષવાદી અન્યતીર્થીઓનો આશ્રય લઈને આ લોક તથા પરલોક ને કેવી રીતે જાણી શકીશ ? તે અન્યતીથી કર્મો દ્વારા પીડિત જ છે.
વિવેચન :
૮૨
આ બન્ને ગાથામાં માયાયુક્ત કૃત્યોમાં આસક્ત અથવા મોક્ષના વિષયમાં માત્ર ભાષણ કરનાર સાધકોથી સાવધાન રહેવાનો સંકેત કરવામાં આવ્યો છે. તેઓ રાગ–દ્વેષને વશ થઈ તથાપ્રકારના કૃત્ય કરે છે અને રાગદ્વેષ કર્મબંધનનાં બીજ છે, તેઓ વિવિધ પ્રકારે કર્મબંધ કરી કર્યોદય સમયે દુઃખિત-પીડિત થાય છે. બન્ને ગાથાઓના અંતમાં કહેવામાં આવ્યું છે કે વમ્મેäિ વિષ્વક્ ।
અન્યતીર્થિ સાધક બહુશ્રુત, ધાર્મિક, બ્રાહ્મણ અથવા ભિક્ષુ ઘર છોડી દીક્ષિત બનવા છતાં મોક્ષ માર્ગથી ઘણા દૂર છે. તેઓને રત્નત્રયરૂપ મોક્ષમાર્ગથી શ્રદ્ધા કે સમ્યજ્ઞાન નથી. તેથી તેઓ મોક્ષમાર્ગે ગમન કરી શકતા નથી કે સંસાર સાગરનો પાર પામી શકતા નથી.
તાત્પર્ય એ છે કે માયાચાર યુક્ત અનુષ્ઠાનોમાં આસક્ત અથવા મોક્ષનું માત્ર ભાષણ કરનાર વ્યક્તિ કદાચ દીક્ષા લે તો તેનો વેષ માત્ર છે. તે પોતાને ધાર્મિક કહેવડાવે, ધાર્મિક ક્રિયા કરે તોપણ તે તેનો દંભ છે. તે દ્વારા તે કર્મક્ષય કરવાને બદલે કર્મબંધન કરે છે અને તે કર્મનો ઉદય તેને અત્યંત પીડાદાયી હોય છે. કદાચ હઠપૂર્વક અજ્ઞાનતપ, કઠોર ક્રિયાકાંડ અથવા અહિંસા આદિના આચરણને કારણે તેમને સ્વર્ગાદિનાં સુખ અથવા આ લોક સંબંધી વિષયસુખ મળી પણ જાય, તોપણ તેઓ શાતાવેદનીય કર્મફળના ભોગવટામાં અત્યંત ગૃહ થઈ ધર્મમાર્ગથી વિમુખ જ રહે છે. તે શાતાવેદનીય કર્મ પણ તેના માટે ભાવી પીડાનું કારણ બને છે.
બહિણિ આર વો પર ઃ- શિષ્યોને પૂર્વ કહેલા બન્ને કોટિના અન્યતીર્થી સાધકોથી સાવધાન રહેવા માટે આ વાક્ય કહેવાયું છે. જો તમે મોક્ષ અને લોકથી અજાણ અને માત્ર ભાષણકર્તાઓનો આશરો લેશો, તેમના પક્ષને અપનાવશો તો સંસાર અને મોક્ષને કેવી રીતે જાણી શકો ?
વૃત્તિકારે આતં-પરૢ ના ત્રણ અર્થ કર્યા છે– (૧) લોક-પરલોક (ર) ગૃહસ્થ પર્યાય—પ્રવ્રુજિત પર્યાય (૩) સંસાર અને મોક્ષ. ચૂર્ણિકારે જ પ્રેસિ આર પર વા પાઠાંતર માની વ્યાખ્યા કરી છે કે અન્યતીર્થિના મતનો આશ્રય લેવાથી આર—પોતાનો, પર બીજાનો મોક્ષ થઈ શકતો નથી.
માયાચારનું કટુફળ :
९
શબ્દાર્થ :• ને રૂફ માયાર મિર્ - આ લોકમાં જે પુરુષ કષાયોથી યુક્ત છે તે, નફ વિ ય
=
Jain Education International
जइ वि य णिगिणे किसे चरे, जइ वि य भुंजिय मासमंतसो । जे इह मायाइ मिज्जइ, आगंता गब्भायऽणंतसो ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org