________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા). માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્ર દોશી
શ્રીમતી તેજલ નીરવ દોશી માતા - પિતા, ધર્મગુરુ અને શેઠ, આ ત્રણના ઋણમાંથી ક્યારે ય મુક્ત થઈ શકાતું નથી (શ્રી ઠાણાંગ સૂત્ર). જન્મદાતા માતા - પિતાનો અનંત ઉપકાર વ્યક્તિ પર હોય છે. બાળકની જન્મ સમયની અપાર વેદના માતાના અપાર વાત્સલ્યના કારણે સહય બને છે. જન્મ બાદ સંતાનનું ઘડતર માતા - પિતા દ્વારા થાય છે. જન્મદાત્રી, સંસ્કારદાત્રી, જીવનદાત્રી “મા” આ દુનિયાની સર્વ શ્રેષ્ઠ વ્યક્તિ છે. માતુશ્રી કિરણબેને હૈયાના હેતે નિરવભાઈ અને બહેન મોના અમીતભાઈ સંઘવીને લાડકોડથી ઉછેરી સંસ્કારોનું સિંચન કર્યું. સેવાપરાયણ પિતા પ્રવીણભાઈબોરીવલી ઉપાશ્રયમાં મંત્રી પદે રહીશાસનની સેવા કરી રહ્યા છે.
યુવા નિરવભાઈ ધર્મકાર્યમાં નિરસ હતા. મુંબઈના મોહક વાતાવરણમાં ખાવું, પીવું, કમાવું ને આનંદથી રહેવું.કદાચ એમ કહી શકાય કે તેઓ નાસ્તિક હતા.
જહાજને દીવાદાંડી દેખાય અને અનેક હોનારતથી સુરક્ષિત બની જાય તેમ નિરવભાઈને ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. રૂપી દીવાદાંડી પ્રાપ્ત થઈ અને નાસ્તિકતાથી સર્જાતિ દુર્ગતિની હોનારતમાંથી ઉગરી ગયા. જીવનની દશા પલટાઈ ગઈ.બંધ આંખે સંસારમાં અને ઈન્દ્રિય સુખોમાં અટવાતા નીરવભાઈ અને ધર્મપત્ની તેજલબેનની આંખો ગુરુદેવના સાંનિધ્યે ખુલી ગઈ, જીવનમાં જાગૃતિના કિરણે પ્રવેશ કર્યો.
તેઓ અહં યુવા ગ્રુપમાં સક્રિય બની માનવતાના કાર્યની મહેંક ફેલાવી રહ્યા છે. તેજલબેન લુક એન્ડ લર્ન જ્ઞાનધામ - બોરીવલી (વેસ્ટ) માં દીદી તરીકે શાસનની અપૂર્વ સેવા બજાવી રહ્યા છે. દીકરી પ્રિયાંસી અને ઝીલે પણ ગુરુદેવના રંગે રંગાઈનાની ઉંમરમાં જ માનવ જીવન સફળ બનાવવાની માસ્ટર કી મેળવી લીધી છે.
અજ્ઞાનના કોચલામાંથી બહાર કાઢનારા પૂ. ગુરુદેવની ઉપકાર સ્મૃતિ અર્થે પૂ. ગુરુદેવના ૩૯મા જન્મદિનના શુભ અવસરે આગમના કૃતાધાર બની સાચા અર્થમાં જીવનને સાર્થક બનાવ્યું છે. આપની શ્રુતસેવાને ખૂબ ધન્યવાદ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM
on tination
o
Elevate & Personisson
Sorry