________________
૪૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
પ્રકારનાં પક્ષીઓને, કદ્રુએ બધા પ્રકારનાં સાપને, સુલતાએ નાગજાતીય પ્રાણીઓને, સુરભિએ ચારપગ વાળાં જનાવરોને અને ઈલાએ બધાં પ્રકારનાં બીજને ઉત્પન્ન કર્યા.
બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચનાના આ અને આ પ્રકારના અનેક ઉલ્લેખો મળે છે. તેથી શાસ્ત્રકારે કહ્યું નંબર તિ આવરે - કેવડ ની જેમ વંશ ના પણ ત્રણ સંસ્કૃત રૂપ થાય છે અને તે જ રીતે અર્થ પણ ત્રણ થાય છે. (૩) - મુખ્ય રૂપે ત્રણ દર્શન ઇશ્વર કર્તુત્વવાદી છે. વેદાંતી, નૈયાયિક અને વૈશેષિક. વેદાંતી ઇશ્વરને જ જગતનું ઉપાદાન કારણ તેમજ નિમિત્ત કારણ માને છે. તેઓએ આ વાત સિદ્ધ કરવા અનેક પ્રમાણ પ્રસ્તુત કરેલ છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે પહેલાં એકમાત્ર આ ઇશ્વર જ હતા. તે જ એક સત્ હતા, તેણે શ્રેય રૂપ ક્ષેત્રનું સર્જન કર્યું, પછી ક્ષેત્રાણીનું– જેણે વરૂણ, સોમ, રૂદ્ર, પર્જન્ય, યમ, મૃત્યુ, ઈશાન આદિ દેવતા ઉત્પન્ન કર્યા પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને તે બધાના પોષક શૂદ્ર વર્ણનું સર્જન કર્યું.
તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે, જે બ્રહ્મ-ઇશ્વરથી આ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, જેનાથી આ ભૂત(પ્રાણી) ઉત્પન્ન થઈને જીવતા રહે છે, જેના કારણે હલન-ચલન આદિ પ્રવૃત્તિ કરે છે, જેમાં વિલીન થઈ જાય છે, તે બધાનું તાદામ્ય ઉપાદાન કારણ ઇશ્વર (બ્રહ્મ) જ છે.
બૃહદારણ્યકમાં જ આગળ કહ્યું છે, "તે બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત અથવા મર્ય અને અમર્ય. જેને યત્ અને તત્ કહે છે. તે જ એક ઈશ્વર બધાં પ્રાણીઓના અંતરમાં છુપાયેલો છે."
બાદરાયણ વ્યાસ રચિત બ્રહ્મસૂત્રના પ્રથમ સૂત્રમાં બતાવ્યું છે કે "સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આનાથી થાય છે" વેદાંતી અનુમાન પ્રમાણનો પ્રયોગ પણ કરે છે. "ઈશ્વર જગતનો કર્યા છે, કારણ કે તે ચેતન છે, જે જે ચેતન હોય છે, તે તે કર્તા હોય છે, જેવી રીતે કુંભાર ઘટનો કર્તા છે.
બીજા ઇશ્વર કર્તુત્વવાદી તૈયાયિક છે, નૈયાયિક મત અક્ષપાદઋષિ પ્રતિપાદિત છે. આ મતના આરાધ્ય દેવ મહેશ્વર છે, મહેશ્વર જ ચરાચર સૃષ્ટિનું નિર્માણ તથા સંહાર કરે છે.
શ્વેતાશ્વર ઉપનિષદમાં બતાવ્યું છે, તે દેવોનો અધિપતિ છે તેમાં આખો લોક અધિષ્ઠિત છે. તે જ આ બે પગા ચોપગા પર શાસન કરે છે. તે સૂક્ષ્મ રૂપે વીર્યમાં પણ છે, વિશ્વનો સખા છે, અનેકરૂપ છે. તે જ વિશ્વને પોતાનામાં લપેટે છે, તે શિવને જાણીને (પ્રાણી) પરમ શાંતિ પ્રાપ્ત કરી લે છે. તે સમયાનુસાર સૃષ્ટિના રક્ષક છે, તે વિશ્વાધાર છે, સર્વ પ્રાણીઓમાં ગહન (ગૂઢ) છે, જેમાં બ્રહ્મર્ષિ અને દેવતા લીન થાય છે. તેને જાણીને તેઓ મૃત્યુપાશનું છેદન કરે છે."
નયાયિક જગતને મહેશ્વર કૃત સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણનો પ્રયોગ કરે છે. "પૃથ્વી, પર્વત, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, શરીર, ઇન્દ્રિય વગેરે સર્વ પદાર્થ કોઈ બુદ્ધિમાન કર્તાએ બતાવેલ છે, કેમ કે તે સર્વ કાર્ય છે. જે જે કાર્ય હોય છે, તે કોઈને કોઈ બુદ્ધિમાન કર્તાએ જ બતાવેલ હોય છે, જેમ કે ઘટ. આ જગત પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org