________________
૧૨ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ :- ગુહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી જાણે કે- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારનો આહાર ઘણા શ્રમણો, માતણો, અતિથિઓ, ગરીબો અને યાચકોના ઉદ્દેશ્યથી (સમુચ્ચય રીતે કોઈ પણ જાતિ કે વ્યક્તિની ગણના કર્યા વિના) પ્રાણી આદિ જીવોનો સમારંભ કરીને શ્રમણાદિના નિમિત્તથી બનાવવામાં આવ્યો છે, ખરીદીને લીધો છે, ઉધાર લીધો છે, બળજબરીથી ઝૂંટવી લીધો છે, આહારના માલિકની આજ્ઞા વિનાનો છે, અન્ય સ્થાનેથી લાવેલો છે, તે પ્રકારનો દોષિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂ૫ આહાર અન્ય વ્યક્તિને આપ્યો ન હોય, ઘરથી બહાર કાઢયો ન હોય, અન્ય પુરુષે સ્વીકાર્યો ન હોય, કોઈએ તેમાંથી થોડું વાપર્યું ન હોય, પરિપૂર્ણ વાપર્યું ન હોય, તો તે આહારને અપ્રાસુક અને અષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.
જો તે આ પ્રમાણે જાણે કે તે તથા પ્રકારનો આહાર અન્ય પુરુષને આપી દીધો છે, ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, તેને સ્વીકારી લીધો છે, તેમાંથી કોઈકે થોડું વાપર્યું છે અથવા કોઈકે તેમાંથી પરિપૂર્ણ વાપર્યું છે, તો તેવા પ્રકારના આહારને પ્રાસુક અને એષણીય સમજીને ગ્રહણ કરે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને દેશિક આદિ દોષોથી દૂષિત સર્વથા અગ્રાહ્ય અને કદાચિત્ ગ્રાહ્ય-અગ્રાહ્ય આહારનું કથન છે.
અહિંસા મહાવ્રતના પાલન માટે અને એષણા સમિતિની શુદ્ધિને માટે સાધુ કે સાધ્વી નિર્દોષ આહારને જ ગ્રહણ કરે છે. (૧) કોઈ એક કે અનેક સાધુ કે સાધ્વીના નિમિત્તે તેમના સ્પષ્ટ સંકલ્પપૂર્વક તૈયાર કરેલો ઔદેશિક ક્રીત આદિ છએ દોષોથી દૂષિત આહાર સાધુ માટે સર્વથા અંગ્રાહ્ય છે. (૨) અનેક શ્રમણ, બ્રાહ્મણ આદિ માટે તૈયાર કરેલો ઔદેશિક, ક્રતાદિ દોષયુક્ત આહાર પણ સાધુને અગ્રાહ્ય છે, કારણ કે સૂત્રોક્ત શ્રમણ શબ્દથી જૈન શ્રમણોનું પણ ગ્રહણ થાય છે. અન્ય શ્રમણો સાથે જૈન શ્રમણો પણ તે આહારમાં નિમિત્તભૂત હોવાથી તે આહાર પણ સાધુ-સાધ્વીને સર્વથા અગ્રાહ્ય છે. (૩) શ્રમણો, બ્રાહ્મણો આદિમાંથી કોઈની સ્પષ્ટ ગણના વિના સમુચ્ચય દાન દેવા નિમિત્તે તૈયાર કરેલો ઔદેશિક આહાર કે ખરીદેલો વગેરે આહાર જો પુરુષાંતરકત થઈ જાય અર્થાત્ જેના નિમિતે તે આહાર થયો છે, તેને આપી દીધો હોય, અન્ય વ્યક્તિના ઘેર મોકલી દીધો હોય, તે વ્યક્તિએ તેનો સ્વીકાર કરી લીધો હોય, તે આહારમાંથી થોડું કે ઘણું કોઈ પણ વ્યક્તિએ વાપરી લીધું હોય, ત્યારપછી સાધુ તેને ગ્રહણ કરી શકે છે. જ્યાં સુધી તે આહાર અપુરુષાંતરકૃત હોય અર્થાત્ દાતાએ તે આહાર જેને દેવાનો છે તેને આપ્યો ન હોય, અન્ય વ્યક્તિના ઘેર મોકલ્યો ન હોય, તે વ્યક્તિએ તેનો સ્વીકાર કર્યો ન હોય, તે આહારમાંથી થોડું કે ઘણું વાપર્યું ન હોય, ત્યાં સુધી સાધુ તેને ગ્રહણ કરી શકતા નથી.
સંતરવું, અપુરસંતર૬:- પુરુષાંતરકૃત, અપુરુષાંતરકૃત. દાતાએ પોતાના ખાદ્ય પદાર્થોને કોઈપણ કારણથી અન્ય ને આપી દીધા હોય, તે પદાર્થો પુરુષાંતરકૃત કહેવાય છે અને જ્યાં સુધી તે ખાદ્ય પદાર્થો કોઈને આપ્યા ન હોય, પોતાની માલિકીમાં જ હોય, તે પદાર્થો અપુરુષાંતરકૃત કહેવાય છે.
સાધુને ગ્રાહ્ય-અગ્રાહ્ય આહારના સ્પષ્ટીકરણ માટે સૂત્રકારે કુસંતર આદિ પાંચ અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org