________________
અધ્યયન-૧: પરિચય
:
પહેલું અધ્યયન | D/Raa Papapapapapapapapapapapapapana
શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ચાર ચૂલા છે. પ્રથમ ચૂલામાં-૭ અધ્યયન, બીજી ચૂલામાં-૭ અધ્યયન ત્રીજી ચૂલામાં–૧ અધ્યયન અને ચોથી ચૂલામાં એક અધ્યયન છે. આ રીતે આ શ્રતસ્કંધના ૧૬ અધ્યયનો ૪ ચૂલામાં વિભક્ત છે. તેમાં પ્રથમ ચૂલાના સાત અધ્યયનોમાંથી પ્રથમ અધ્યયનનું નામપિપૈષણા છે.
પિંકૈષણા- પિંડ = સમૂહ. સંયમ આદિ ગુણોનો સમૂહ ભાવપિંડ છે અને તેમાં ઉપકારક આહારાદિનો સમૂહ દ્રવ્યપિંડ છે.દ્રવ્યપિંડના ત્રણ પ્રકાર છે– (૧) આહાર (૨) શય્યા અને (૩) ઉપધિ. પ્રસ્તુત અધ્યયનમાં આહારપિંડની વિવિધ પ્રકારની એષણાનું વિસ્તૃત વર્ણન હોવાથી અધ્યયનનું નામ પિંકૈષણા છે.
શ્રી દશવૈકાલિક સુત્રના પાંચમા અધ્યયનનું નામ પણ પિંડેષણા છે. તેમાં પણ આહારપિંડની એષણા સંબંધી વિવિધ પ્રકારના દોષોનું વર્ણન છે. આ રીતે બંને આગમોના પિંડેષણા અધ્યયનોના વિષયમાં અત્યંત સામ્યતા છે. શ્રી દશવૈકાલિક સૂત્રનું પિંડેષણા અધ્યયન પદ્યરૂપે છે અને આ સૂત્રનું પિંડેષણા અધ્યયન ગધરૂપે છે.
આ અધ્યયનમાં અગિયાર ઉદ્દેશકો છે. તેમાં ક્રમશઃ સાધુને માટે ભિક્ષાચરીથી આહાર પ્રાપ્તિના નિયમોનું વિધિ-નિષેધથી નિરૂપણ છે. સામાન્ય રીતે ભિક્ષાના ત્રણ પ્રકાર છે– (૧) અનાથ, અપંગ વ્યક્તિ લાચારીથી ભીખ માંગીને ભોજન પ્રાપ્ત કરે, તે દીનવૃત્તિભિક્ષા છે. (૨) પોતાના પૌરુષત્વનો નાશ કરીને શ્રમ કરવામાં સમર્થ હોવા છતાં પ્રમાદને વશ થઈ ભીખ માંગીને ભોજન પ્રાપ્ત કરે, તે પૌરુષMી ભિક્ષા છે. (૩) સર્વસ્વ ત્યાગી સંયમી પુરુષ કેવળ સંયમ નિર્વાહ માટે, દેહના પોષણ માટે પ્રાસુક અને એષણીય ભોજનની ખુમારી પૂર્વક યાચના કરે, તે સર્વસંપન્કરી ભિક્ષા છે.
ભિક્ષાની પૂર્ણ વિશુદ્ધિ માટે શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારની એષણાનું કથન કર્યું છે– (૧) ગવેષણા- પ્રાસુક–જવરહિત અને નિર્દોષ આહારનું અન્વેષણ કરવું, તે ગવેષણા છે. તેમાં સોળ ઉગમના અને સોળ ઉત્પાદનના દોષોનો સમાવેશ થાય છે. (૨) ગ્રહણષણા- ગુહસ્થને અપ્રીતિ કે ભારરૂપ ન થવાય, તેમજ સાધુની સ્વયંની સ્વાદવૃત્તિનું પોષણ ન થાય, તે રીતે ગૃહસ્થ પાસેથી નિર્દોષ આહાર ગ્રહણ કરવો, તે ગ્રહમૈષણા છે. તેમાં એષણાના દશ દોષોનો સમાવેશ થાય છે.
(૩) પરિભોૌષણા- નિર્દોષ રીતે પ્રાપ્ત થયેલા ભોજનને અનાસક્ત ભાવે ભોગવવું, તે પરિભોગેષણા છે. તેમાં માંડલાના પાંચ દોષોનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org