________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા , દ્વાદશાંગી ગણિપિટકમાં અગ્રસ્થાન ધરાવતું, સાધકોને પંચાચારની શુદ્ધિનો બોધ કરાવતું, પ્રભુ મહાવીર સ્વામીની સાધનાના માધ્યમથી સાધકોને સાધનાનો માર્ગ સાર્ધત પ્રગટ કરતું શ્રી આચારાંગ સૂત્ર જિનપ્રવચનના સાર રૂપ છે.
તેના પ્રત્યેક સૂત્ર સાધુ જીવનના વ્યવહારને સ્પર્શે છે, તેથી આચાર શુદ્ધિ માટે તેની સ્પષ્ટતા થવી અત્યંત જરૂરી છે. આવા આચાર પ્રધાન શાસ્ત્રોનું સંપાદન એ સંપાદકોની હળવી કસોટી જ છે.
પ્રથમ પિંડેષણા અધ્યયનમાં અનેક સ્થાને સાધુને અગ્રાહ્ય, અખાદ્ય પદાર્થોના નામો છે. ઉદ્દેશક-૪ સૂત્ર-૧, ઉદ્દેશક–૮ સૂત્ર-૯, ઉદ્દેશક-૯ સૂત્ર-૪, ઉદ્દેશક–૧૦ સૂત્ર-૫, માં મચ્છ, માં, મન જેવા અભક્ષ્ય પરક પદાર્થોનો નામોલ્લેખ છે.
જગતના સર્વ જીવોની નવકોટિએ રક્ષા કરનાર, પરમોત્કૃષ્ટ અહિંસાના આરાધક સાધુઓ કોઈ પણ સંયોગોમાં અભક્ષ્ય પદાર્થોનું સેવન કરે, તે કદાપિ શક્ય નથી. જૈનધર્મમાં અહિંસા પરમો ધર્મ છે. સાધુ તો શું? શ્રાવકો પણ માંસાહાર કરતાં નથી. શ્રાવકો તો વનસ્પતિમાં અનંતકાય(કંદમૂળ)ના પણ ત્યાગી હોય છે.
શ્રી ઠાણાંગ સૂત્રમાં માંસાહારને નરકગતિના બંધનું કારણ કહ્યું છે. વર્ષારં વાર્દિ जीव णेरइयाउयत्ताए कम्मं पकरेंति, तं जहा- महारंभयाए, महापरिग्रहयाए, વિવિયવ, કુળમાદાર (સ્થાન–૪, ઉદ્દેશક-૪, સૂત્ર-૧૧૩). ચાર કારણે જીવ નરકાયુનો બંધ કરે છે– (૧) મહાઆરંભ- અમર્યાદિત હિંસાથી, (૨) મહાપરિગ્રહથી- અમર્યાદિત સંગ્રહથી, (૩) પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી અને (૪) કુણિમ આહાર- માંસ ભક્ષણ કરવાથી.
મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા પુરુષાર્થશીલ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ નરકાયુનો બંધ કરાવનારું માંસ ભક્ષણ કરે જ નહીં. તેઓને માટે મદ્યપાનનો પણ નિષેધ
છે.
सुरं वा मेरगं वा वि, अण्णं वा मज्जगं रसं । સરવું જ પિવે મઘુ, નાં સીરમM II- દશવૈકાલિક સૂત્ર-પ/ર/૩૬.
53)
Jain Edation Int l
El Private Persona Japan
ww.janbrary.org