________________
ખબર ન હતી કે આમ કરવાથી પાપ લાગે, તે આજે ખબર પડી. ઊભા થઈને ભૂતકાળમાં પાપ કર્યું કે કરાવ્યું હોય, તેની માફી માંગી અને હવે પાપ નહીં કરવાની પ્રતિજ્ઞાના દઢ સંકલ્પી બનીને બોલ્યા- આચાર પાળવા લાગે અમોને ઇષ્ટ,
જેવો આમ્રફળનો રસ લાગે મિષ્ટ.
અધ્યયન ચૌદમુ : અન્યોન્ય ક્રિયા સપ્તિકા :– આચાર આમ્રવૃક્ષમાં આવેલા આમ્રફળ ખટાશમાંથી મીઠાશ તરફ જઈ રહ્યા હતા. લીલી છાલ પીળી થઈ રહી હતી. તેની સાધના શુદ્ધ આચાર તરફ ઝૂકતી હતી. આમ્રવૃક્ષ ફળના ભારથી નમ્રાતિનમ્ર બની ગયું હતું. અહંકાર તો ક્યારનો ય ઓગળી ગયો હતો. મારો પુસ્કોકિલ ખુશ હતો સાથે ઉદાસ હતો કારણ કે આ અણગાર બહુ જ ક્રિયાશીલ હતા. તેવી ક્રિયા પોતે કરી શકતો ન હતો છતાં ય ભાવના ભાવી રહ્યો હતો કે હું આવો ક્યારે બન્યું ? તે મિત્રો આવ્યા અને ઉન્મિલિત નેત્રોથી પ્રણામ કરીને ગુરુચરણોમાં બેસી ગયા. આજે ગુરુજી ગંભીર મુદ્રામાં હતા. તેઓ બોલ્યા, વત્સ ! તેરમા અધ્યયનમાં સંસારી ગૃહસ્થ વિષયક વાતો હતી પણ આજે તો આપણે આપણા ત્યાગી વિષયક વાતો કરવાની છે. અનાદિકાળથી દેહરાગના પોષણથી દેહરાગની આદત ધીઠ બની ગઈ છે, તેથી બે સાધુ કે બે સાધ્વી અરસ-પરસ ચરણથી લઈને મસ્તક સુધીના અંગોને દબાવવા, માલિશ કરાવવું વગેરે ક્રિયા કરાવવાની ઇચ્છા થાય, ત્યારે તે રાગોત્પાદક હોવાથી સાધુએ તેમ ન કરાય. જો નાના સાધુ વડીલ સાધુના પગનું પ્રમાર્જનાદિ કરે, તો તેનો વિવેક કહેવાય પરંતુ જેનાથી દેહરાગ વધતો હોય, રાગની માત્રા ટપકતી હોય, તો તેને ગુપ્તિ દ્વારા રોકી દઈને મનથી પણ તેની ઇચ્છા ન કરવી, વચનથી ન કહેવું અને કાયાથી ન કરાવવું. તે સુખનો આસ્વાદન મનથી પણ ન કરે. શેષ વર્ણન પરક્રિયાની સમાન જાણવું. સંસારીથી તો બચી જવાય પણ એકબીજાની ક્રિયાથી બચવા માટે ઘણી જ કાળજી રાખવામાં દૃઢ વૈરાગ્યની જરૂર પડે છે. આ જ આચારની પૂર્ણતા છે. આ પ્રમાણે દેહરાગ છોડવા પ્રયત્નશીલ બનવું. આ વૈરાગ્યભાવ જ આચાર આમ્રવૃક્ષના ફળને સમય પર પકાવીને સફળ બનાવે છે. અસ્તુ ! આવી ક્રિયા પ્રભુ મહાવીરે અપનાવી છે. સાધુજનોને રાગજનક ક્રિયાના ત્યાગથી જ કેવળજ્ઞાન પ્રગટ થયું છે.
આવું આચરણ કરવું, તેવો અડગ નિર્ધાર કરીને બંને ઊભા થયા. આજે તેનો અભ્યાસ પૂર્ણ થતો હતો. વિધિનિષેધથી આચારની પૂર્ણ માહિતી જાણી લીધી હતી. તેઓએ ગુરુદેવને પ્રણામ કર્યા અને પોતાના સ્થાને આવી આત્મા સાથે સવાલ–જવાબનો સંવાદ કર્યો તેમાં જવાબ મળ્યો કે આચાર લાગે છે મને ઇષ્ટ, જેમ આમ્રફળનો રસ લાગે મિષ્ટ.
46
Personal
"Woolnel bangjo |