________________
પરિશિષ્ટ-૧ઃ ગોચરી સંબંધી દોષ-નિયમ
૩૬૧ |
(૭૪) ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવામાં દોષ નથી,
જિનાજ્ઞા છે.– આચારાંગ સૂત્ર) (૭૫) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે. (૭૬) આહાર કરતા પહેલાં મુનિ આખા શરીરને પૂજીને પછી આહાર કરવા બેસે. (૭૭) મુનિ મૌનપૂર્વક આહાર કરે. (૭૮) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે. (૭૯) આહાર કરતાં મુખથી ચવ–ચવ કે સુડ–સુડનો અવાજ કરે અર્થાત્ સબડકા લઈ આહાર કરે તો તે દોષ રૂપ છે.
નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સૂચન આ
પ્રમાણે છે(૮૦) આ વાસણમાં શું છે? પેલા વાસણમાં શું છે? તેમ પૂછી પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે. તો પ્રાયશ્ચિત્ત. (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૨) મુનિ પહેલાં કંઈ પણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં
ગૃહસ્થની પાછળ જઈ ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત. (૮૪) મુનિ પાસત્થા-શિથિલાચારી સાધુને આહાર દે અને તેની પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત. (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુણિત અને નિંદિત ગહિંત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો
પ્રાયશ્ચિત્ત.
મુનિ શય્યાદાતા(રહેવાનું સ્થાન આપનાર)નો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત.
નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોનું જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. દશવૈકાલિક સત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ
આ પ્રમાણે છે(૮૮) મુનિ, વરસાદ વરસતો હોય, ધુમ્મસ કે ઝાકળ વરસતી હોય ત્યારે ગૌચરીએ ન જાય. વાવાઝોડાના સમયે
અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય. (૮૯) જે ગૃહસ્થ પોતાના ઘરે આવવાની ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે શણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૯૨) ફૂલ બીજ વગેરે સચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનું લીંપેલું આંગણું હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને
(૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org