________________
૩૪૮ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
કરનાર દુર ઉમરા = દુઃખને સહન કરનાર fધનો પૈર્યવાન મત્ત = કર્મમળ વિસુ દૂર થઈ જાય છે = = જેમ ગોળ = અગ્નિ દ્વારા સમરિવું = પ્રેરિત કરેલ પૂર્તિ = ચાંદીનો મેલ. ભાવાર્થ :- જેમ સમ્યગુ રીતે પ્રેરિત અગ્નિ ચાંદીના મેલને બાળીને શુદ્ધ કરે છે, તેમ સર્વ સંગથી રહિત, જ્ઞાનપૂર્વક ક્રિયા કરનાર, ધૈર્યવાન તેમજ દુઃખ સહિષ્ણુ ભિક્ષુ પોતાની સાધના દ્વારા આત્મા ઉપર લાગેલા કર્મમળને દૂર કરી, આત્માને શુદ્ધ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાધકને માટે સમભાવથી શુદ્ધિનો માર્ગ તેમજ સાધુના અન્ય આવશ્યક ગુણો પ્રદર્શિત કર્યા છે.
સાધકના પ્રત્યેક વ્રત, તપ, જપ આદિ અનુષ્ઠાનોનું ફળ સમભાવની પ્રાપ્તિ છે. સમભાવની સિદ્ધિ રૂપ લક્ષ્યને નજર સમક્ષ રાખીને જ સાધક પુરુષાર્થ કરે છે.
આત્મવિશુદ્ધિની સાધના કરતા સાધક સર્વ પ્રથમ સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે છે, ગીતાર્થ મુનિના સાંનિધ્યમાં રહી, તેમની આજ્ઞા પ્રમાણે અંતર્મુખ બની આરાધના કરે છે.
આત્મવતુ સર્વભૂતેષુની ભાવનાથી જગતના સર્વ પ્રાણીને પોતાના નિમિત્તે આંશિક પણ પરિતાપ આપે નહીં અને તે જીવો પોતાના કર્મોના ઉદયથી દુઃખી થઈ રહ્યા છે, તેમ જાણીને તે જીવો તરફથી મળતા ઉપસર્ગો કે પરીષહોને સાધુ સમભાવથી સહન કરે છે.
સાધુ અહિંસા મહાવ્રત સહિત પાંચ મહાવ્રતનું પાલન કરે, પાંચ મહાવ્રતની પૂર્ણતા માટે દશ વિધ યતિધર્મનું આચરણ કરે, રાગના સ્થાન રૂપ સ્ત્રી સંગ તેમજ ગૃહસ્થોના સંસર્ગથી સદા દૂર રહે, આ લોક-પરલોક સંબંધી સર્વ કામનાઓનો ત્યાગ કરે.
આ રીતે અહિંસાદિ મૂળ ગુણોની પુષ્ટિને માટે સાધક અનેક ઉત્તર ગુણોની આરાધના કરે છે. મૂળ ગુણ અને ઉત્તર ગુણોની વિશુદ્ધિથી સાધકને થતાં લાભોનું કથન સૂત્રકારે દાંતો દ્વારા કર્યું છે. (૧) સાધકની પ્રજ્ઞા, કીર્તિ અને યશ અગ્નિ શિખાની જેમ વિકસિત અને તેજસ્વી બને છે. (૨) કર્મ સમૂહનો નાશ થતાં તે સૂર્યની જેમ પ્રકાશક બને છે. (૩) જેમ અગ્નિમાં નાખેલી ચાંદી શુદ્ધ બને છે, તેમ દુઃખ સહિષ્ણુતા તથા ધર્મ ધ્યાનરૂપ અગ્નિમાં કર્મમલ દૂર થતાં સાધકની શુદ્ધિ થાય છે. ૩વેદમMT:- ઉપેક્ષા ભાવ ધારણ કરે. સાધુ અજ્ઞાની કે બાલ જીવો પ્રતિ, અનુકૂળ-પ્રતિકૂળ વિષયો પ્રતિ કે કઠોર શબ્દો પ્રતિ રાગ-દ્વેષના મલિન ભાવો કર્યા વિના, ઉપેક્ષા ભાવ ધારણ કરે. સમભાવની સિદ્ધિ માટે સમજણપૂર્વકનો ઉપેક્ષા ગુણ સહાયક બને છે. અત ઉજવી - સર્વ પ્રાણીઓને દુઃખ અપ્રિય છે. ત્રણ-સ્થાવર બંને પ્રકારના સંસારી જીવો પોતાના પૂર્વકૃત કર્મોથી દુઃખી છે. આ પ્રમાણે જાણી સાધુ કોઈપણ જીવોની હિંસા ન કરે. મળતા નિખ :- મનુષ્ય, તિર્યંચ આદિ અનંત જીવ રૂપ સંસારને જેણે જીતી લીધો છે, તે અનંતજિત છે અથવા અનાદિ અનંત કાલીન રાગ-દ્વેષને, અનંત કર્મોને જેણે જીતી લીધા છે, તે અનંતજિત છે અથવા ભૂતકાળમાં થયેલા અનંત જિનેશ્વરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org