________________
એક જ ઘરમાંથી બધુ ન લેવાય, ગૃહસ્થને બીજીવાર ન બનાવવું પડે તેની કાળજી રાખીને લેવો. ચારે પ્રકારના આહારમાંથી જેટલી જરૂર હોય તેટલો જ લેવો. લાવ્યા પછી ફેંકી દેવો ન પડે તેમ જાત્રા-માત્રાની જાણકારી દિમાગમાં ગોઠવીને જવું.
બીજું એ ધ્યાનમાં રાખવાનું છે કે જૈનેતર ભિક્ષુઓની સાથે ગૃહસ્થના ઘરમાં ન જવું, આહાર કે નિહાર માટે અથવા સ્વાધ્યાય કે વિહાર માટે પણ તેઓની સાથે ન જવું તથા તેઓ માટે બનાવેલો આહાર હોય, તો તે ન લેવો.
અજુગુપ્સિત, અનિંદિત ઉત્તમ આચારવાળા, અભક્ષ્ય ન ખાનારા, બાર કુળની અને તેના જેવા બીજા કુળોની ગોચરી લેવા યોગ્ય જાણીને તેના ઘરમાં જ પ્રવેશ કરીને આહારાદિની યાચના કરવી.
ઇન્દ્રમહોત્સવ, સ્કંદ મહોત્સવ તેમજ યક્ષ, રાક્ષસ, સ્તૂપ વગેરેના મહોત્સવ સંબંધી તથા તપસંબંધી ભોજનના મોટા આરંભ–સમારંભપૂર્વકના મહોત્સવો હોય, તે ભોજનમાં જ્યાં અનેક ભિક્ષુઓ આદિને આમંત્રિત કર્યા હોય, તેને દેવા માટે, પીરસવા માટે લોકોની દોડધામ ચાલતી હોય, ત્યારે ત્યાં ગોચરી માટે ન જવું. તેમ જ મોટા જમણવારમાં પંક્તિબદ્ધ બેઠેલા લોકોની ભીડભાડ હોય, તેવા પ્રીતિભોજન, મૃત્યુ ભોજન, લગ્ન ભોજન, કોઈ પણ પર્વની પૂર્વે કે પછી તથા ચારે ય દિશામાં ક્યાંય પણ સંખડીરૂપ ભોજન સમારંભમાં આહારની લાલસાથી ન જવું. જે દિશામાં જમણવાર હોય, તેની વિરુદ્ધ દિશામાં જઈને પ્રાસુક આહાર ગ્રહણ કરવો.
શિષ્ય : ભદંત ! ત્યાં કેમ ન જવાય ?
ગુરુદેવ : ત્યાં જવાથી ઘણીવાર અણગારની તુચ્છતા દેખાય, ક્યારેક ભીડભાડમાં પડી જવાય, ગોચરીની શુદ્ધિ ન રહે. ગરિષ્ઠ ભોજનથી વિકૃતિ આવે, પૂર્વના સંસ્કારથી રાગભાવ, વિષય વાસના ઉત્પન્ન થાય, યોગીમાંથી ભોગી બની જવાય. આવા ઘણા જ કારણોથી આચાર આમ્રવૃક્ષને શુદ્ધ આહાર ન મળે. તો તે વૃક્ષ રસવંતુ ન થાય માટે હે વત્સ ! ત્યાં ન જવાય. હા, એક ઉપાય છે. તે કાર્ય બધુ પતી જાય, ભોજન કરાવનાર ગૃહસ્થ ઉદાર અને દાનેશ્વરી હોય, તે સાધુને વિનંતી કરે, તો સુયોગ્ય, પ્રાસુક અને ગ્રહણ કરવા યોગ્ય આહાર લેવા જવું હોય તો જવું, આ વાત ધ્યાનમાં લઈને સમયજ્ઞ બની જવું.
શિષ્ય : જી ગુરુદેવ ! સેવં ભંતે ! સેવં ભંતે !
ગુરુદેવ : વત્સ ! ગોચરીનો સમય જોઈને જવું; ગાય, ભેંસ, બકરી દોહાઈ રહી હોય, ત્યારે ન જવું. ગૃહસ્થે બીજા માટે આહારાદિ કાઢી રાખ્યા હોય, તે ન લેવા, બીજાને
30
Personal
"Woolnel bangjo |