________________
શરીર ધારણ કરે છે. તે શરીર ટકાવવા આહારની જરૂર પડે છે. ગૃહસ્થો છકાય જીવોનો કૂટો કરીને આરંભ-સમારંભ દ્વારા આહાર બનાવે છે અને તેનાથી જીવન વ્યવહાર નિભાવે છે.
એક વીતરાગનો માર્ગ જ એવો છે કે તેમાં સર્વ વિરત સંત, પાપરહિત આહાર પ્રાપ્ત કરીને જીવન વ્યવહાર ચલાવે છે. તેની રીતનું વર્ણન આ આગમમાં છે. તો ચાલો, આપણે જોઈએ તેની રીતભાત.. પરમાર્થી સંતનો આચાર આમ્રવૃક્ષ જેવો છે. માટે આપણે આ સંપાદકીય લેખનું નામ રાખશું આચાર આમ્રવૃક્ષ
આમ્રવૃક્ષની વૃદ્ધિ ધરતીમાં આમ્રફળની ગોઠલી વાવવાથી થાય છે. પવન, પ્રકાશ, પાણી અને ખાતર મળે, ત્યારે બીયારણ પોતાની પાત્રતા પ્રમાણે ખાતરમાંથી યોગ્ય આહાર ગ્રહણ કરી ફળ ઉત્પન્ન કરે છે. આંબાની ગોઠલી પોતાની પાત્રતા પ્રમાણે તૂરાશ, ખટાશ અને મીઠાશ પ્રાપ્ત થાય તેવો સુંદર આહાર ગ્રહણ કરે છે.
આમ્ર વૃક્ષ સમ આપણા આચાર છે. જીવને ઊર્ધ્વગામી બનાવવા માટે સાધક નિર્દોષ આહાર ગ્રહણ કરે ત્યારે તૂરાશ, ખટાશનો અનુભવ તેને કરવો પડે છે ત્યારપછી આ અનુભવને પોતાના સંયમ–તપ દ્વારા મીઠાશમાં સંક્રમિત કરી, આત્મસ્વરૂપમાં પરિણત કરી, આચાર આમ્રફળના રસનો આસ્વાદ મેળવવા કાયાનો કસ કાઢી કર્મરૂપ છોતરા અને ભવભ્રમણ રૂપ ગોઠલાને જુદા કરે છે. ત્યારપછી સાધકનો આત્મા સિદ્ધગતિમાં સદાને માટે પહોંચી જાય છે.
પ્રિય બંધુઓ ! મીઠી મીઠી મંદ-મંદ પવન લહેરખી આવી રહી હતી. સૂર્ય હસુ હસુ થઈને પ્રકાશ પાથરી રહ્યો હતો. ચારેય બાજુ વસંત ખીલી ઊઠી હતી. આમ્રવૃક્ષો ખૂબ-ખૂબ ખીલી ઊઠ્યા હતા. એક પણ વૃક્ષ એવું ન હતું કે જે મૂળથી ફળ સુધીના પ્રત્યેક અંગમાંથી મધુમાસની મીઠી મહેક પ્રસરાવતું ન હોય! નગરજનો આ મોસમને માણવા ઉમટી પડ્યા હતા. એવી જ રીતે મારો શ્રુતજ્ઞાન રૂપી પુંસ્કોકિલ અક્ષર શ્રુતાદિના અલંકારથી સજ્જ બનીને, સમાચારીની પાંખે, નમ્રતાના નભમાં ઊડીને વિવેકરૂપી વસંતઋતુનો આનંદ માણવા આચાર આમ્રવાટિકામાં પહોંચી ગયો.
ત્યાં તેણે અદભત દશ્ય જોયું. શ્વેતવસ્ત્રધારી સંતો ઉન્મિલિત નમણા નેત્રવાળા. પોતાના આચાર રૂપ આમ્રવૃક્ષોને ફલિત કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા હતા. ધર્મધ્યાનની ધરતીમાં, કલ્યાણ રૂપ ક્યારીમાં બોધિબીજનું વાવેતર કરીને તેને પલ્લવિત કરવા સંયમ રૂપ જલનું સીંચન કરી રહ્યા હતા. કોઈના આચાર આમ્રવૃક્ષો ફળોથી લચકતા, પરિપક્વ બની કેવળી પરમાત્મા રૂપે બિરાજમાન હતા, તો કોઈ આચાર આમ્રફળનો રસ ગ્રહણ કરી મોક્ષે પધારી રહ્યા હતા, કોઈના આમ્રવૃક્ષમાં જ્ઞાનમંજરીઓ પ્રગટ થઈ ગઈ હતી
28
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt