________________
| અધ્યયન-૭ઃ ઉદ્દેશક-૧
| | ર૨૯ ]
C) કાતમં અધ્યયન : અવગ્રહ પડિમાણી
પહેલો ઉદ્દેશક
અવગ્રહ ગ્રહણની અનિવાર્યતા :| १ समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोई पावं कम्म णो करिस्सामि त्ति समुट्ठाए; सव्वं भंते ! अदिण्णादाणं पच्चक्खामि ।
से अणुपविसित्ता गामं वा जावरायहाणिं वा णेव सयं अदिण्णं, गिण्हेज्जा, णेवण्णेणं अदिण्णं गिण्हावेज्जा, णेवण्णं अदिण्णं गिण्हतं पि समणुजाणेज्जा।
जेहिं वि सद्धिं संपव्वइए तेसि पि याई भिक्खू छत्तयं वा मत्तयं वा दंडगं वा जाव चम्मच्छेयणगं वा तेसिं पुव्वामेव ओग्गहं अणणुण्णविय अपडिलेहिय अपमज्जिय णो गिण्हेज्ज वा, पगिण्हेज्ज वा, तेसिं पुव्वामेव ओग्गह अणुण्णविय पडिलेहिय पमज्जिय तओ संजयामेव ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा । શબ્દાર્થ :- તમને ભકિસ્તાન = હું શ્રમણ બનીશ ૩ળ રે = અણગાર વિશે = પરિગ્રહ રહિત કપુરે = પુત્રથી રહિત સપનૂ = પશુઓથી રહિત પરત્ત મોર્ફ = બીજાએ આપેલું ભોજન કરનાર. ભાવાર્થ - દીક્ષા લેતા સમયે સાધુ પ્રતિજ્ઞા કરે છે કે હવે હું શ્રમણ બનીશ, ઘરનો ત્યાગ કરીને અણગાર, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને અકિંચન, પુત્રાદિ સ્વજનોનો ત્યાગ કરીને પુત્ર રહિત, દ્વિપદ-ચતુષ્પદ પશુઓનો ત્યાગ કરીને પશુરહિત, બીજા દ્વારા અપાયેલા આહારને ગ્રહણ કરીને પરદત્તભોજી થઈશ, હિંસાદિ સમસ્ત પાપકર્મોનું હું સેવન કરીશ નહીં; આ પ્રમાણે સંયમ પાલન માટે તત્પર બનીને તે પ્રતિજ્ઞા કરે છે કે હે ભંતે ! હું સર્વ પ્રકારના અદત્તાદાનના પ્રત્યાખ્યાન કરું છું.
(આ પ્રમાણે ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞા લીધા પછી) સાધુ ગામ વાવતુ રાજધાનીમાં પ્રવેશ કરીને આજ્ઞા લીધા વિનાની કોઈ પણ વસ્તુને ગ્રહણ કરે નહિ, બીજા પાસે ગ્રહણ કરાવે નહિ અને અદત્ત ગ્રહણ કરનારની અનુમોદના કરે નહિ.
| મુનિ પોતે જેની પાસે દીક્ષિત થયા છે અથવા જેની સાથે રહે છે, વિચરણ કરે છે તેના છત્ર, માત્રક, દંડ યાવત ચર્મચ્છેદનક આદિ ઉપકરણોની આજ્ઞા લીધા વિના તથા પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કર્યા વિના એક વાર કે અનેકવાર, અલ્પ સમય માટે કે વધુ સમય માટે ગ્રહણ કરે નહિ, પરંતુ પહેલા આજ્ઞા લઈને, તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરીને પછી યતનાપૂર્વક તે ઉપકરણને અલ્પ કે વધુ સમય માટે, એકવાર કે વારંવાર ગ્રહણ કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ જીવનમાં અવગ્રહ–આજ્ઞાપૂર્વક વસ્તુ ગ્રહણ કરવાની અનિવાર્યતાનું કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org