________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ચર્મથી બનેલા પેસલેલાખિ = પશુઓના ચર્મ ઉપરની રૂંવાટીમાંથી બનેલા વ્હિમિાળનાગિ = કાળા હરણના ચર્મથી બનેલા ખીલમિયાર્દ્રગણિ = નીલ હરણના ચર્મથી નિષ્પન્ન નોમિનારૂંબપિ = સફેદ મૃગચર્મથી બનેલા ખિ = સોનાના તારથી બનેલા બનતા િ= સોના જેવી કાંતિવાળા ળાપકૃષિ = સોનાના પટ્ટાથી બનાવેલા વાષિ = સુવર્ણ તારથી નિર્મિત જળવપુરુલિયાબિ – સોના—જરીથી બુટ્ટા ભરેલા વખાળિ = વાઘના ચામડા વિવ પાપિ = અનેક પ્રકારના વાઘના ચામડાથી બનેલા આમરણાળિ = આભૂષણોથી જડેલા આમરણવિવિજ્ઞા-િચિત્ર-વિચિત્ર આભૂષણોથી વિભૂષિત. ભાવાર્થ:- સંયમશીલ સાધુ કે સાધ્વી ચર્મ તેમજ રોમથી બનેલા વસ્ત્રોના વિષયમાં જાણે કે ઉદ્રવ– સિંધુદેશના મત્સ્યના ચર્મ અને રૂંવાટીથી બનેલા, પેષ– સિંધુ દેશના પાતળી ચામડીવાળા પશુઓના ચર્મથી બનેલા, પેષલેશ-તે જ ચામડી ઉપર રહેલી સૂક્ષ્મ રૂંવાટીમાંથી બનાવેલા તેમજ કાળા, નીલા(લીલા), સફેદ મૃગલાઓના ચર્મમાંથી બનેલા, સુવર્ણ ખચિત, સુવર્ણ જેવી કાંતિવાળા, સુવર્ણના રસથી બનાવેલા, સુવર્ણના તારથી બનાવેલા, સોનાના પટ્ટાથી કે જરીથી ભરેલા બુટ્ટાવાળા, વસ્ત્ર વાઘના ચર્મથી બનાવેલા વિવિધ પ્રકારના વસ્ત્ર, વરુના ચર્મમાંથી બનાવેલા, ચમકદાર આભરણોથી જડેલા, વિભૂષિત કરેલા તેમજ અન્ય પ્રકારના ચર્મથી બનેલા વસ્ત્રો પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ. વિવેચનઃ
૧૯૬
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને બહુ મૂલ્યવાન વસ્ત્ર તથા ચર્મ નિર્મિત વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ
કર્યો છે.
સાધુ કે સાધ્વીને પોતાની આવશ્યકતાની પૂર્તિ સંયમભાવે, નિર્દોષપણે યાચનાપૂર્વક કરવાની હોય છે. સાધુ-સાધ્વી ગૃહસ્થોને ત્યાંથી સહજ રીતે પ્રાપ્ત થઈ શકે તેવા સાદા વસ્ત્ર, ગ્રહણ કરે છે. બહુમૂલ્યવાન વસ્ત્રો કે સુસજ્જિત વસ્ત્રો ધારણ કરવામાં અનેક દોષોની સંભાવના છે, જેમ કે– (૧) સાધુના અંતરમાં કીમતી વસ્ત્રો પ્રતિ મમત્વ ભાવ જાગૃત થાય (૨) મૂલ્યવાન વસ્તુના કારણે સાધુને ચોર-લૂંટારાનો ભય રહે (૩) તે મહારંભજન્ય હોય (૪) સાધુ વારંવાર મૂલ્યવાન વસ્ત્રોની જ યાચના કરે, તેવા વસ્ત્રો સર્વત્ર સુલભ ન હોવાથી ગૃહસ્થો સાધુ માટે પંચેન્દ્રિયાદિ જીવોનો ઘાત કરીને વસ્ત્રો તૈયાર કરાવે (૫) મૂલ્યવાન વસ્ત્રો સહજ રીતે પ્રાપ્ત ન થવાથી સાધુને માટે ખરીદીને લાવે (૬) ક્યારેક ધનવાન ગૃહસ્થો પાસે બહુમૂલ્યવાન વસ્ત્રો હોય, તે વસ્ત્રો સાધુને વહોરાવવાની ઇચ્છા ન હોય તો સાધુ તેને હેરાન કરે (૭) અત્યંત મુલાયમ, બારીક, કોમળ વસ્ત્રોથી સાધુનું જીવન સુકુમાર બની જાય છે. (૮) બહુ મૂલ્યવાન વસ્ત્રની આસક્તિથી એષણા સમિતિનું યથાર્થ પાલન થતું નથી. (૯) મૃગચર્મ આદિ વસ્ત્રો હિંસાજન્ય, ઘૃણાજનક, અપવિત્ર અને અમંગલ છે.
આ રીતે . બહુમૂલ્યવાન વસ્ત્રોના ગ્રહણ કે ધારણમાં ઉપરોક્ત અનેક દોષોની સંભાવના હોવાથી સૂત્રકારે તેને સાધુ માટે અગ્રાહ્ય કહ્યા છે.
મહાળમુખ઼ારૂં :- મહામૂલ્યવાન. અભયદેવ સૂરિએ મહામૂલ્યના વિષયમાં કહ્યું છે કે– પાટલીપુત્રની ચલણ મુદ્રા પ્રમાણે જે વસ્ત્રનું મૂલ્ય અઢાર મુદ્રાથી લઈને એક લાખ મુદ્રા સુધીનું હોય, તે સર્વ વસ્ત્રો મહામૂલ્યવાન વસ્ત્ર છે.
अण्णयराणि वा तहप्पगाराई ઃ– અન્ય પણ તેવા પ્રકારના વસ્ત્રો. કીમતી તેમજ ચર્મ નિર્મિત
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org