________________
૧૬૪ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સાધુઓને કહે કે- હે આયુષ્યમાન શ્રમણ ! તમે રસ્તામાં કોઈ મનુષ્ય, મૃગ, ભેંસ, પશુ, પક્ષી, સરીસર્પ કે જલચર આદિ કોઈ પ્રાણીને જતા જોયા છે? જો જોયા હોય તો અમને બતાવો કે તેઓ કઈ બાજુ ગયા? આ પ્રમાણે પૂછે, ત્યારે સાધુ તેને કાંઈ પણ કહે નહિ કે માર્ગદર્શન આપે નહીં, તેની વાતનો સ્વીકાર કરે નહિ, પરંતુ ઉદાસીનતાપૂર્વક મૌન રહે. મૌન રહેવાનું ચાલે તેમ ન હોય, તો જાણવા છતાં પણ ઉપેક્ષા ભાવથી હું કંઈ જાણતો નથી, તેમ કહે. આ રીતે યતનાપૂર્વક સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરે.
८ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जा- आउसंतो समणा ! अवियाई एत्तो पडिपहे पासह- उदगपसूयाणि कंदाणि वा मूलाणि वा तयाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा उदयं वा संणिहियं अगणिं वा संणिक्खित्तं, से आइक्खह जाव दूइज्जेज्जा । ભાવાર્થ :- ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં કોઈ મુસાફર મળે અને પૂછે કે– હે આયુષ્યમાન શ્રમણ ! આ માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થનાર કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલોતરી તેમજ સંગ્રહિત પાણીને કે મૂકેલા અગ્નિને જોયો છે? તેના ઉત્તરમાં પણ સાધુ કાંઈ પણ કહે નહિ અર્થાત્ મૌન રહે તથા ઈર્ષા સમિતિપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. | ९ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जा- आउसंतो समणा ! अवियाई एत्तो पडिपहे पासह- जवसाणि वा जाव सेणं वा विरूवरूवं संणिविटुं, से आइक्खह जाव दूइज्जेज्जा । ભાવાર્થ :- ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ, સાધ્વીને રસ્તામાં સામેથી આવતો મુસાફર પૂછે કેહે આયુષ્યમાન શ્રમણ ! આ રસ્તામાં તમે ધાન્યના ઢગલા યાવતુ રાજાઓની સેનાના પડાવને જોયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં સાધુ મૌન રહે યાવત્ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. | १० से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया जाव आउसंतो समणा ! केवइए एत्तो गामे वा जाव रायहाणी वा ? से आइक्खह जाव दूइज्जेज्जा ।। ભાવાર્થ :- ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં મુસાફર મળે અને પૂછે કે હે આયુષ્યમાન શ્રમણ ! આ ગામ યાવત રાજધાની અહીંથી કેટલી દૂર છે? તે અમને કહો. સાધુ તેનો ઉત્તર આપે નહિ યાવત્ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. |११ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया जाव आउसंतो समणा ! केवइए एत्तो गामस्स वा णगरस्स वा जाव रायहाणीए वा मग्गे ? से आइक्खह तहेव जाव दूइज्जेज्जा । ભાવાર્થ - ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં મુસાફર મળે અને પૂછે કે હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org