________________
| १२ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સાધુ છે, ઇન્દ્રિયોનો વિજેતા નથી. સાધુને જોઈને ત્યાં રહેલા પશુ-પક્ષીઓ પણ ડરી જાય, ભયભીત બનીને ભાગવા લાગે છે, તેને આહાર-પાણીમાં અંતરાય પડે છે.
આ રીતે સાધુનો ઇન્દ્રિયો પરનો અસંયમ અનેક પ્રકારે કર્મબંધનું કારણ હોવાથી સાધુએ પોતાની પ્રત્યેક ક્રિયામાં ઇન્દ્રિયનો સંયમ અને કાયાનો સંયમ રાખવો હિતાવહ છે. આચાર્યાદિની સાથે વિહારમાં વિનયવિધિઃ| ३ से भिक्खू वा [भिक्खुणी वा] आयरिय-उवज्झाएहिं सद्धिं गामाणुगामं दूइज्जमाणे णो आयरिय-उवज्झायस्स हत्थेण हत्थं जाव आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव आयरिय-उवज्झाएहिं सद्धिं गामाणुगाम दूइज्जेज्जा। ભાવાર્થ :- આચાર્ય, ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરનાર સાધુ પોતાના હાથનો તેમના હાથ સાથે સ્પર્શ કરે નહિ યાવત આશાતના કરે નહિ યાવત્ સાધુ ઈસમિતિ પૂર્વક આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે. | ४ से भिक्खू वा [भिक्खुणी वा] आयरिय-उवज्झाएहिं सद्धिं गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जाआउसंतो समणा ! के तुब्भे, कओ वा एह, कहिं वा गच्छिहिह ?
जे तत्थ आयरिए वा उवज्झाए वा, से भासेज्ज वा वियागरेज्ज वा; आयरिय-उवज्झायस्स भासमाणस्स वा वियागरेमाणस्स वा णो अंतरा भासं करेज्जा, तओ संजयामेव आहाराइणियाए गामाणुगामं दूइज्जेज्जा । ભાવાર્થ :- આચાર્ય અને ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરનાર સાધુને રસ્તામાં જો કોઈ વ્યક્તિ મળે અને પૂછે કે- હે આયુષ્યમાન શ્રમણ ! તમે કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જશો? ત્યારે આચાર્ય કે ઉપાધ્યાય તેને સામાન્ય રૂપે કે વિશેષ રૂપે જવાબ આપે છે. તેઓ ઉત્તર દેતા હોય ત્યારે સાધુ વચમાં બોલે નહિ પરંતુ મૌન રાખીને ઈર્ષા સમિતિપૂર્વક રત્નાધિકના ક્રમથી તેઓની સાથે ગ્રામાનુગ્રામ વિચરણ કરે. | ५ से भिक्खू वा भिक्खुणी वा आहाराइणियं गामाणुगामं दूइज्जमाणे णो राइणियस्स हत्थेण हत्थं जाव आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव आहाराइणिय गामाणुगाम दूइज्जेज्जा । ભાવાર્થ :- રત્નાધિક–પોતાનાથી દીક્ષા પર્યાયમાં મોટા સાધુ કે સાધ્વીની સાથે યથાક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા(સાધુ કે સાધ્વી) પોતાના હાથથી રત્નાધિકના હાથનો સ્પર્શ કરે નહિ થાવત તેઓની આશાતના નહિ કરતા ઈર્યાસમિતિ પૂર્વક તેઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે. | ६ से भिक्खू वा भिक्खुणी वा आहाराइणियं गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जा- आउसंतो समणा! के तुब्भे ? कओ वा एह ? कहिं वा गच्छिहिह ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org