________________
[ ૧૨૦ ]
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
જે મકાન ગૃહસ્થોએ પોતાના માટે બનાવ્યું હોય, તેમાં પોતાના માટે આરંભ-સમારંભ કરીને વિવિધ પાપ ક્રિયાઓ કરી હોય. તે મકાનમાં સાધુ નિવાસ કરે, તો તેઓને તે મકાન સંબંધી અ૫સાવધ કિયા અર્થાત્ પાપક્રિયા લાગતી નથી.
તેમાં સાધુના નિમિત્તે કોઈ પણ પાપપ્રવૃત્તિનું સેવન થયું ન હોવાથી તે સાધુને માટે કલ્પનીય છે. આ પ્રકારના નિર્દોષ સ્થાનનું સેવન કરનાર શ્રમણો દ્રવ્ય અને ભાવથી માત્ર સાધુપણાનું જ પાલન કરતા હોવાથી એક પક્ષનું સેવન કરે છે.
પ્રસ્તુત સૂત્રમાં સખ સાવરિયા માં પ્રયુક્ત અપ શબ્દ સર્વથા અભાવનો વાચક છે. જેમાં સાવધક્રિયાનો સંપૂર્ણપણે અભાવ છે. તે સ્થાન સાધુને માટે પૂર્ણપણે નિર્દોષ છે. તે અલ્પસાવદ્ય ક્રિયા અર્થાત્ અસાવધક્રિયાવાળું સ્થાન છે.
આ રીતે શય્યા સંબંધી નવ પ્રકારની ક્રિયાઓમાંથી ત્રીજી અભિક્રાન્ત ક્રિયા અને નવમી અલ્પ સાવધક્રિયા નિર્દોષ છે. માટે તેવા નિર્દોષ શય્યા-સ્થાન સાધુને માટે કલ્પનીય છે. શેષ સાત પ્રકારના શધ્યા- સ્થાન દોષિત હોવાથી સાધુને માટે અકલ્પનીય છે.
સંક્ષેપમાં પ્રસ્તુત નવ ક્રિયાઓમાંથી કાલાતિક્રાન્ત અને ઉપસ્થાન ક્રિયા સાધુના અવિવેકના કારણે કાલ સંબંધી મર્યાદાના ઉલ્લંઘનથી લાગે છે. પાંચ ક્રિયાઓ દોષિત સ્થાન-ઉપાશ્રયના સેવનથી લાગે છે અને ત્રીજી અભિક્રાંત ક્રિયા અને નવમી અલ્પ સાવધક્રિયા નિર્દોષ સ્થાન સંબંધી છે. તેનાથી નિગ્રંથોનો સંયમ દૂષિત થતો નથી. ઉપસંહાર:|१६ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गिय । जं सव्व?हिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ શàષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
-
- | અધ્યયન-રીર સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org