________________
૧૧ર |
શ્રી આચારાંગ સૂત્ર: વિતીય શ્રુતસ્કંધ
પ્રસ્તુત પાઠથી સૂચિત થાય છે કે તે કાલમાં યાત્રિકો માટે બનાવેલી ધર્મશાળાઓ, વિશ્રામગૃહો, આશ્રમો અને મઠો વગેરે જાહેર સ્થાનોમાં સંપ્રદાયના ભેદ-ભાવ વિના સાધુઓ રહેતા હતા. સમિÉિ- પ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત સાધર્મિક શબ્દ પ્રયોગ કેવળ જૈન શ્રમણો માટે નથી, પરંતુ સામાન્ય સાધુ માત્ર માટે થયો છે. શય્યા સંબંધી નવ પ્રકારની ક્રિયા: (૧) કાલાતિક્રાંત ક્રિયા:|७ से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उडुबद्धियं वा वासावासिय वा कप्प उवाइणावित्ता तत्थेव भुज्जो-भुज्जो सवसति, अयमाउसा कालाइक्कंतकिरिया यावि भवइ । શબ્દાર્થ:-૩૯વહિયં = ઋતુબદ્ધ કાલ, માસકલ્પ, વાસાવાલિય = વર્ષાવાસ કલ્પ, ચાતુર્માસ કલ્પ. ભાવાર્થ :- જે ધર્મશાળા યાવત તાપસોના મઠ આદિમાં સાધુ ભગવંતોએ માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યો હોય તે સ્થાનમાં કારણ વિના નિરંતર રહે, વિહાર કરે નહીં, તો તે શ્રમણોને કાલાતિક્રાંતક્રિયા લાગે છે. વિવેચન :
પ્રસ્તુતમાં મકાન સંબંધી સાધુની નવ પ્રકારની ક્રિયામાંથી પ્રથમ કાલાતિક્રાંત ક્રિયાનું કથન છે. સૂત્ર-૭ થી ૧૫માં સર્વ મળી શય્યા સંબંધી નવ પ્રકારની ક્રિયાઓનું વર્ણન છે. તે નવ ક્રિયાઓ આ પ્રમાણે છે– (૧) કાલાતિક્રાંત ક્રિયા (૨) ઉપસ્થાન ક્રિયા (૩) અભિક્રાંત ક્રિયા (૪) અનભિક્રાંત ક્રિયા (૫) વર્ય ક્રિયા (૬) મહાવર્ય ક્રિયા (૭) સાવધ ક્રિયા (૮) મહા સાવધ ક્રિયા અને (૯) અલ્પસાવધ ક્રિયા. કાલાસિકાંત કિયા- બૃહત્કલ્પ સૂત્રાનુસાર કોઈ પણ એક સ્થાનમાં સાધુ ર૯ દિવસ અને સાધ્વી ૫૮ દિવસ રહી શકે છે, તેને માસકલ્પ કહે છે. સાધુ-સાધ્વી ચાતુર્માસમાં એક સ્થાનમાં ચાર માસ સુધી રહે છે, તેને ચાતુર્માસ કલ્પ કહે છે. સાધુ પોતાની મર્યાદાથી અધિક કાલ પર્યત કોઈ પણ સ્થાનમાં રહે, તો તેને આ સૂત્રાનુસાર કાલાતિક્રાંત ક્રિયા નામનો દોષ લાગે છે.
સ્થાનમાં લાંબો સમય રહેવાથી તે સ્થાનની આસપાસ રહેતાં ગૃહસ્થોનો ગાઢ પરિચય થાય, ગૃહસ્થો સાથે રાગ ભાવથી સાધુ બંધાઈ જાય અને તેથી સાધુને ગોચરીમાં આધાકર્મ આદિ દોષોની સંભાવના રહે છે. ક્યારેક અતિ પરિવયાવા I અધિક પરિચય અવજ્ઞાનું નિમિત્ત બને છે, કોઈ પણ નિમિત્તથી ગૃહસ્થને સાધુ પ્રતિ અભાવ અને ધર્મશ્રદ્ધાનો નાશ થાય છે. તે ઉપરાંત ગૃહસ્થોનો અતિ પરિચય સંયમી જીવનમાં અનેક પ્રકારે હાનિકારક થાય છે.
એક જ સ્થાનમાં લાંબો સમય રહેવાથી શાસન પ્રભાવનાનું ઉત્તમ કાર્ય સ્થગિત થઈ જાય છે, ગ્રામાનુગ્રામ વિચરણ કરવા રૂપ જિનાજ્ઞાનો લોપ થાય છે, તેથી સાધુએ વિશેષ કારણ વિના કોઈ પણ સ્થાનમાં આગમ નિર્દિષ્ટ કાલમર્યાદા પ્રમાણે જ નિવાસ કરવો જોઈએ. (૨) ઉપસ્થાન ક્રિયા :| ८ से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उडुबद्धियं वा वासावासियं वा कप्पं उवाइणावित्ता तं दुगुणा तिगुणेण अपरिहरित्ता तत्थेव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org