________________
[ ૧૦૬ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ગુહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં સાધુને રહેવાનો નિષેધ કર્યો છે. શાસ્ત્રકારે ગૃહસ્થના સંસર્ગમાં રહેવાથી થતા દોષ સ્થાનોનું વિસ્તૃત વર્ણન કરીને સાધુને સાવધાન કર્યા છે.
ગૃહસ્થ અને તેના પરિવારથી વ્યાપ્ત મકાનમાં રહેવામાં અનેક દોષસ્થાનોની શક્યતા રહે છે. જેમ કે(૧) સાધુને એકાએક દુઃસાધ્ય રોગ ઉત્પન્ન થઈ જાય તો ગૃહસ્થ તેનો ઉપચાર કરવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયની વિરાધના કરે તેવી સંભાવના છે. (૨) ગૃહસ્થોના પરસ્પરના લડાઈ, ઝગડા જોઈ સાધુના મનમાં સંક્લેશ ઉત્પન્ન થાય. (૩) ગૃહસ્થના ઘરમાં અનેક પ્રકારના આભૂષણો તથા સુંદર યુવતીઓને જોઈને સાધુને પૂર્વાશ્રમના સ્મરણથી મોહઉત્પત્તિની સંભાવના રહે છે. (૪) પુત્રની ઇચ્છાવાળી સ્ત્રીઓ સાધુ સાથે સહવાસની ઇચ્છાથી સાધુને આકર્ષિત કરવા પ્રયત્ન કરે છે. આ સર્વ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તીર્થકર ભગવંતોએ સાધુ માટે બતાવેલી પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશને વારંવાર દોહરાવીને સાધુને દિ સંથવું જ છm I ગૃહસ્થનો પરિચય ન કરવાનો ઉપદેશ આપ્યો છે.
- સંક્ષેપમાં સાધુએ પોતાની આત્મ સાધનામાં સહાયક બને, વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય, રાગ-દ્વેષના સંયોગો ઉપસ્થિત ન થાય, તેવા એકાંત સ્થાનમાં નિવાસ કરવો જોઈએ. ઉપસંહાર:| १६ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ શàષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
| અધ્યયન-ર/૧ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org