________________
૧૦૦
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
વિવેચનઃ
સૂત્ર ૧ થી ૪માં ઔદેશિક શય્યાની વિચારણા છે અને પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે સમારકામ કરેલા ઉપાશ્રયમાં રહેવા સંબંધી વિચારણા છે. સાધુના નિમિત્તે તૈયાર કરેલા ઔદ્દેશિક આદિ દોષયુક્ત ઉપાશ્રય પુરુષાંતરકૃત હોય કે અપુરુષાંતરકૃત હોય, તે ઉપાશ્રયનો અન્ય વ્યક્તિએ ઉપયોગ કર્યો હોય કે ન કર્યો હોય, તે સાધુને માટે અકલ્પનીય છે.
સાધુને નિમિત્તે સમારકામ કરાવેલો ઉપાશ્રય પણ સાધુ માટે અકલ્પનીય છે, પણ તે પુરુષાંતરકૃત થઈ જાય પછી કલ્પનીય બને છે. પ્રસ્તુત પ્રસંગમાં ઉપાશ્રયમાં સાધુને માટે ચાર પ્રકારે ફેરફાર કરવાનું કથન છે.
(૧) ઉપાશ્રયમાં દિવાલ, છત આદિ સમારકામ કરાવીને ઉપાશ્રયને સંસ્કારિત-સુસજ્જિત કર્યો હોય, તેમાં રંગ કરાવ્યો હોય, લાદી બદલાવી હોય, ઠંડી-ગરમીથી રક્ષણ મેળવવા ઘાસ આદિથી આચ્છાદિત કર્યો હોય. (૨) તેનો જીર્ણોધાર કર્યો હોય, દરવાજાને નાનો-મોટો કર્યો હોય કે બીજા કોઈ ફેરફાર કર્યા હોય. (૩) તે સ્થાનમાં રાખેલા ઘાસ, પાન, ફૂલ, ફળ આદિ સચિત્ત પદાર્થોનું સ્થાનાંતર કર્યું હોય. (૪) બાજોઠ, પાટલા આદિ સામગ્રીઓ તથા ભારે વસ્તુઓ સ્થાનાંતરિત કરી હોય કે બહાર કાઢી હોય. આ રીતે મકાનમાં નાનું કે મોટું કોઈ પણ સમારકામ કરાવવું, તેમાં પડેલી સચેત, અચેત વસ્તુઓનું સ્થળાંતર કરવું, બહાર કાઢવું, આ સર્વ ક્રિયાઓમાં સાધુ માટે અલ્પાધિક આરંભ-સમારંભ કે જીવ વિરાધના થાય છે, તેથી તે સાધુને કલ્પનીય નથી પરંતુ સાધુને નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તે ઉપરાંત ગૃહસ્થે બનાવેલા મકાનનો ઉપયોગ આહારની જેમ માત્ર એકવાર થતો નથી. અનેક વ્યક્તિઓ વારંવાર તેનો ઉપયોગ કરે છે, તેથી સાધુના નિમિત્તે સમારકામ કરાવેલો ઉપાશ્રય પુરુષાંતર કૃત થઈ જાય, અન્ય કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી લે, ત્યાર પછી તેના સમારકામજન્ય દોષોની પરંપરા અટકી જાય છે. તેથી તે સ્થાન સાધુને માટે કલ્પનીય બની જાય છે. તેમ આગમકારનો આશય સ્પષ્ટ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સાધુએ બીજા માટે કરેલા મકાનમાં રહેવું જોઈએ.
સંક્ષેપમાં સાધુના નિમિત્તે સમારકામ કરેલો ઉપાશ્રય અપુરુષાંતરકૃત હોય, અન્ય વ્યક્તિએ તેનો ઉપયોગ કર્યો ન હોય, ત્યાં સુધી તે સાધુ માટે અકલ્પનીય છે અને તે ઉપાશ્રય પુરુષાંતરકૃત થઈ જાય યાવત્ ગૃહસ્થો તેનો ઉપયોગ કરી લે, ત્યાર પછી તે સ્થાન સાધુ માટે કલ્પનીય છે.
ઊંચા ઉપાશ્રયમાં વિવેક ઃ
९ _ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा, तं जहाखंधंसि वा थंभंसि वा मंचंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अणयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि णण्णत्थ आगाढागाढेहिं कारणेहिं जो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा ।
Jain Education International
से य आहच्च चेइए सिया, णो तत्थ सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा हत्थाणि वा पायाणि वा अच्छीणि वा दंताणि वा मुहं वा उच्छोलेज्ज वा
For Private Personal Use Only
www.jainelibrary.org