________________
૯૮ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સંક્ષેપમાં એકાંત જૈન શ્રમણોને માટે બનાવેલું સ્થાન તથા જેમાં અન્ય આગંતુકો સાથે જૈન શ્રમણની પણ ગણના કરી હોય તેવું સ્થાન પુરુષાંતરકૃત થઈ જાય કે કોઈના ઉપયોગમાં આવી જાય, તોપણ સાધુ-સાધ્વી માટે તે અકલ્પનીય છે અને સામાન્ય રીતે જૈન શ્રમણોની ગણના વિના કોઈ પણ સાધુ સંન્યાસી માટે બનાવેલું સ્થાન પુરુષાંતરકત થઈ જાય કે કોઈના ઉપયોગમાં આવી જાય ત્યાર પછી તે સ્થાન સાધુ-સાધ્વીને કલ્પનીય છે. પરિકર્મ દોષયુક્ત ઉપાશ્રય વિવેક -
५ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- असंजए भिक्खुपडियाए कडिए वा उक्कंबिए वा छण्णे वा लित्ते वा घटे वा मढे वा संमढे वा संपधूमिए वा । तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा ।
अह पुण एवं जाणेज्जा- पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :- લિપ = ચટાઈ આદિ દ્વારા ચારે તરફથી આચ્છાદિત ૩૦/વિણ = વાંસની ખપાટો બાંધવી છvો = ઉપરનો ભાગ ઘાસાદિથી આચ્છાદિત કર્યો હોય તિરે = છાણાદિથી લીંપેલ પ = ચૂનાદિથી ઘોળેલ મદ્ = દિવાલોને ઘસી હોય સંમદ્ = ઘસી-ઘસીને લીસો કર્યો હોય સંvપૂમિ = ધૂપાદિથી સુગંધિત કર્યો હોય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થ સાધુઓના નિમિત્તથી દિવાલ બનાવી છે અથવા ચટાઈ આદિ દ્વારા તેને ચારેબાજુથી આચ્છાદિત કર્યો છે, છતમાં વાંસની ખપાટો બાંધી છે અને તેની ઉપર ઘાસ આદિથી ઢાંક્યો છે, દિવાલો કે આંગણાને છાણાદિથી લીપ્યા છે, ચૂનાદિથી રંગીને મકાનને સુંદર કર્યું છે, ભીંતોને ઘસીને સ્વચ્છ બનાવી છે, ઘસી-ઘસીને લીસી બનાવી છે, ધૂપ આદિ સુગંધિત પદાર્થોથી સુવાસિત કર્યો છે, તેવો સમારકામ કરેલો ઉપાશ્રય જો અપુરુષાંતરકૃત હોય થાવત્ કોઈએ ઉપયોગમાં લીધો ન હોય, તો સાધુ ત્યાં રહે નહીં, શયનાસન કરે નહીં.
પરંતુ તે જાણે કે આ ઉપાશ્રય પુરુષાન્તર કૃત થઈ ગયો છે યાવતુ બીજાના ઉપયોગમાં આવી ગયો છે, તો તેનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને સાધુ તેમાં યતનાપૂર્વક સ્થાન ગ્રહણ કે શયનાસન કરી શકે છે. |६ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- असंजए भिक्खुपडियाए खुड्डियाओ दुवारियाओ महल्लियाओ कुज्जा जहा पिंडेसणाए जाव संथारगं संथारेज्जा, बहिया वा णिण्णक्खु; तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा ।
___ अह पुण एवं जाणेज्जा- पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થ સાધુઓ માટે નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org