________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી શ્રી - કાંતીભાઈ રૂગનાથ દોશી
દાનધર્મ ગૃહસ્થ જીવનની આધારશિલા છે.
દાનધર્મની આરાધનાથી અહિંસા, સંયમ, તપની આરાધના થાય છે. તેથી ગૃહસ્થના ચાર પ્રકારના ધર્મ દાન, શીલ, તપ અને ભાવમાં દાનધર્મની પ્રધાનતા અને પ્રાથમિકતા છે. શ્રી કાંતીભાઈ અને મંજુલાબેન ગૃહસ્થધર્મનું યત્કિંચિત પાલન કરતાં વિવિધક્ષેત્રમાં પોતાની સંપત્તિનો સર્વ્યય કરી જીવન સફળ કરી રહ્યા છે. શ્રી કાંતીભાઈ વર્ષોથી શ્રી કામાણી જૈન ભુવનમાં પ્રમુખપણે શ્રીસંઘમાં સેવા આપી ભવોભવ જિનશાસનની પ્રાપ્તિ થાય તેવું પુણ્યકર્મ બાંધી રહ્યા છે.
સ્વ. પિતાશ્રી રૂગનાથભાઈ તથા માતુશ્રી નર્મદાબેનના ઉપકારોને સ્મરણમાં રાખી તેમની સ્મૃતિને ચીરંજીવ બનાવવા માટે તેઓશ્રીએ શ્રુતાધાર તરીકે લાભ લીધો છે.
ભાઈશ્રી પિયુષભાઈ તથા સૌ. અરૂણાબેન પણ હંમેશા વડિલબંધુના સત્કાર્યમાં પ્રસન્નભાવે સહયોગ આપી રહ્યા છે. બંને બંધુઓના સુપુત્રો કેતનભાઈ, કોનલભાઈ, રીપલભાઈ તથા પુત્રવધુ સૌ. અર્ચનાબેન, સૌ. મયુરીબેન તથા સૌ. ધરાબેન પણ કુળની ઉજ્જવળ પરંપરાને અખંડ રાખવા પુરુષાર્થશીલ રહે છે. સુપુત્રી સેજલબેન નિલયભાઈ વોરા તથા તેજલબેન અનિરૂદ્ધભાઈ મહેતા માતા- પિતાના સંસ્કાર પામી મનુષ્ય જીવનને સફળ બનાવી રહ્યા છે.
આ પુણ્યવાન પરિવાર ગુરુદેવ પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. તથા પૂ. વિરમતિબાઈ મ. થી પ્રભાવિત થઈ, દેવ - ગુરુ - ધર્મની શ્રદ્ધાથી રંગાઈને પૂ. ગુરુદેવના ૩૯ મા જન્મદિને શ્રુતભક્તિની અમૂલ્ય ભેટ અર્પણ કરી રહ્યા છે, તેઓશ્રીએ અનેકશઃ ધન્યવાદ...
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7
For Private & Personales Only