________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
જીવો અને બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસકાય જીવો ઉપર રાખેલા આહાર ગ્રહણનો તથા ઉપલક્ષણથી તેનાથી પૃષ્ટ આહાર ગ્રહણનો નિષેધ કર્યો છે.
૫૮
ક્યારેક આહાર અચેત અને પ્રાસુક હોય પરંતુ તે આહાર ઉપર, આહારના વાસણની નીચે કે ઉપર કાચું પાણી, સચેત મીઠું, લીલોતરી, બીજ આદિ હોય, અગ્નિનો સ્પર્શ થતો હોય, ફૂંક મારીને કે પંખા આદિથી હવા નાખવામાં આવતી હોય અથવા તે આહાર-પાણીના વાસણ નીચે કીડી આદિ ત્રસ જીવો હોય કે સર્પ, વીંછી વગેરે ઝેરી જીવો બેઠા હોય, તે ઉપરાંત હાથી, ઘોડા કે બળદ આદિની પીઠ પર ખાદ્ય પદાર્થ રાખેલા હોય તો તે પણ ત્રસકાય પ્રતિષ્ઠિત કહેવાય છે. સાધુ માટે આ પ્રકારનો આહાર અગ્રાહ્ય છે, કારણ કે અહિંસા મહાવ્રતી સાધક પોતાના આહાર માટે કોઈ પણ જીવને જરા પણ કષ્ટ આપતા નથી.
ધોવણ પાણીની ગવેષણા :
८ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्टे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहा- उस्सेइमं वा संसेइमं वा चाउलोदगं वा अण्णयरं वा तहप्पगारं पाणगजायं अहुणाधोयं अणंबिलं अव्वोक्कंत अपरिणयं अविद्धत्थं अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा । अह पुण एवं जाणेज्जाचिराधोयं अंबिलं वुक्कतं परिणयं विद्धत्थं फासुयं जाव पडिगाहेज्जा ।
-
શબ્દાર્થ :- ઇફ્લેમેં = લોટવાળા હાથ, ચમચા વગેરેનું ધોયેલું પાણી સેમેં = બાફેલા કઠોળ કે શાકભાજી વગેરેનું ધોયેલું પાણી પાવલોવ♥ = ભાત(ચોખા)નું ધોવણ અહુબાયોય = તરતના જ ધોયેલા અળવિલં જેનો સ્વાદ હજુ પરિવર્તિત થયો નથી અ∞ોત = જીવોનું ચ્યવન થયું નથી મરિખય = શસ્ત્ર પરિણત થયું નથી અવિદ્વત્થ = સર્વથા જીવ રહિત થયું નથી.
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાણી માટે પ્રવેશ કરે, ત્યારે પાણીના વિષયમાં આ પ્રમાણે જાણે– (૧) લોટવાળા હાથ, વાસણ વગેરેનું ધોયેલું પાણી, (૨) બાફેલા કઠોળાદિનું ધોયેલું પાણી, (૩) ચોખાનું ધોવણ અથવા તેવા પ્રકારના બીજા કોઈ પણ ધોવણ જે તુરંતના તાજા છે, જેના સ્વાદ, વર્ણાદિનું પરિવર્તન થયું નથી, જીવોનું ચ્યવન થયું નથી, શસ્ત્ર પરિણત થયું નથી, પૂર્ણ રીતે જીવ રહિત થયું નથી, તેવા પાણીને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
જો સાધુ એમ જાણે કે આ ધોવણને ઘણો સમય થઈ ગયો છે, તેના સ્વાદ અને વર્ણાદિનું પરિવર્તન થઈ ગયું છે અને તેમાંથી જીવોનું ચ્યવન થઈ ગયું છે, શસ્ત્ર પરિણત થયું છે અને સર્વથા જીવ રહિત અચિત્ત થઈ ગયું છે; તો તે પાણીને પ્રાસુક અને એષણીય જાણીને તેને સાધુ-સાધ્વી ગ્રહણ કરે.
९ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविट्ठे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहा- तिलोदगं वा तुसोदगं वा जवोदगं वा आयामं वा सोवीरं वा सुद्धवियडं वा, अण्णयरं वा तहप्पगारं पाणगजायं पुव्वामेव आलोएज्जा- आउसो ! त्ति वा भगिणि ! त्ति वा दाहिसि मे एत्तो अण्णयरं पाणगजायं ? से सेवं वयंतं परो वएज्जा आउसंतो समणा ! तुमं चेव एवं पाणगजायं पडिग्गहेण वा मत्तएण वा उस्सिचियाणं ओयत्तियाणं गिण्हाहि । तहप्पगारं
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org