________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૫.
૩૯ |
= વાઘની જાતિ વિશેષ રસરં = અષ્ટાપદ સિયાd = શિયાળ વિરાd = બિલાડા સુખર્ચ = કૂતરા શોનસુખવં= જંગલી ભૂંડ, સૂવર રોતિયં = શિયાળ જેવા નિશાચર પ્રાણી ચિત્તાવિરૂદચં= જંગલના પ્રાણી વિશેષ. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે જઈ રહ્યા હોય, ત્યારે તે રસ્તામાં સામે, મદોન્મત્ત (વિકરાળ) સાંઢ, પાડા, દુષ્ટ મનુષ્ય, ઘોડા, હાથી, સિંહ, વાઘ, વરુ, ચિત્તા, રીંછ, વાઘ વિશેષ, અષ્ટાપદ, શિયાળ, બિલાડા, કૂતરા, જંગલી સૂવર, શિયાળ વિશેષ, ચિત્તા ચિલ્લડક-જંગલી વરુવિશેષ, રસ્તા રોકીને ઊભા હોય કે બેઠા હોય, તેવી પરિસ્થિતિમાં બીજો રસ્તો હોય તો તે ભયવાળા માર્ગથી સાધુ જાય નહિ. |४ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे अंतरा से ओवाए वा खाणुं वा कंटए वा घसी वा भिलुगा वा विसमे वा विज्जले वा परियावज्जेज्जा, सइ परक्कमे संजयामेव परक्कमेज्जा; णो उज्जुयं गच्छेज्जा। શબ્દાર્થ :- વાણ = ખાડો હોય વાણું = દૂઠું હોય ર = કાંટા હોય વણી = પર્વતની ઢાળવાળી જમીન હોય fમનુ = ફાટેલી જમીન હોય વિસને = ઊંચી નીચી ધરતી હોય વિનાને = કીચડ હોય રાવળ = તેવો માર્ગ આવી જાય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરોમાં ભિક્ષા માટે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં વચ્ચે ખાડો, ટૂંઠું, કાંટા, ઢાળવાળી જગ્યા, ફાટેલી જમીન, ઊંચો-નીચો રસ્તો કે કીચડ અથવા કાદવ આવે ત્યારે સાધુ નજીકમાં કોઈ બીજો રસ્તો હોય તો ત્યાંથી ચાલે, પરંતુ ખાડા આદિવાળા તે સીધા(ટૂંકા) રસ્તે ચાલે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિષમ માર્ગે કે ભયવાળા માર્ગે ચાલવાનો નિષેધ કરીને તેમાં થતાં અનિષ્ટોનું કથન કર્યું છે. રસ્તો ઊંચો-નીચો હોય, ખાઈ, ખંડિત કિલ્લો અને તેના આગળિયો આદિ અવશેષ રૂપ મોટી વસ્તુ વચ્ચે પડી હોય, મદોન્મત્ત આખલા, પાડા, જંગલી જાનવરો વચ્ચે ઊભા હોય, રસ્તાની વચ્ચે ખાડા આદિ હોય કે કાદવ કીચડ હોય, તો તેવા વિષમ માર્ગે સાધુ જાય નહીં, તેવા વિષમ માર્ગે જવાથી ક્યારેક સાધુને લપસી કે પડી જવાનો ભય રહે છે અને જંગલી જાનવરોથી બચવા માટે જલ્દી ચાલતા ક્યારેક પડી જાય છે. પડી જવાથી ત્યાં રહેલા જીવોની વિરાધના થાય, તેનાથી સંયમની વિરાધના થાય છે. સતત ભયભીત રહેવાથી, ચિત્તની વ્યગ્રતાથી આત્મવિરાધના થાય છે, તેથી સ૬ પરગ્ને સંનયાનેવ પુજનેન્ના ... આ વિધાન અનુસાર જો અન્ય માર્ગ હોય, તો મુનિએ તેવા વિષમ માર્ગે ન જવું જોઈએ, પરંતુ અન્ય માર્ગ ન જ હોય, તો તેવા વિષમ માર્ગે અત્યંત સાવધાનીથી યતનાપૂર્વક ગમન કરવું જોઈએ.
વિષમ માર્ગે યતનાપૂર્વક ગમન કરવા છતાં પણ જો ક્યારેક સાધુ લપસી જાય, તેનું શરીર કાદવ-કીચડ આદિ અશુદ્ધિમય પદાર્થોથી ખરડાય જાય, તો તેને સાફ કરવા સચિત્ત પત્થર વગેરેનો ઉપયોગ કરે નહીં, પરંતુ શાંતિથી એકાંત સ્થાનમાં જઈને નિર્દોષ રીતે અચેત પથ્થરાદિથી સાફ કરે, જો સાધુ પાસે પ્રાસુક જળ હોય કે નજીકમાં મળવાની શક્યતા હોય તો તેનાથી પણ શુદ્ધિ કરી શકાય છે. બંધ દ્વાર ખોલવામાં વિવેક:५ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलस्स दुवारबाहं कंटगबोंदियाए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org