________________
| ૩૦ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ ક્ષત્રિય કુળ, અન્ય રાજકુળ કે રાજવંશસ્થ કુળમાં સાધુ કે સાધ્વી આહાર માટે પ્રવેશ કરે નહીં.
રાજભવનમાં લોકોનું આવાગમન થતું હોય છે. તેમાં સાધુ ઈર્યાસમિતિનું યથાર્થ રીતે પાલન કરી શકતા નથી. તેષાં છેષ સંપાતમાન પ્રવેદવ્ય રાજકુળોમાં રાજકીય ઉથલપાથલ તેમજ અનેક પ્રકારના ષડયંત્ર રચાતા હોય છે. ગુપ્તચરો સાધુના વેષમાં રાજ દરબારમાં કે અંતઃપુરમાં ઘુસી જતાં હોય છે, તેથી ક્યારેક કોઈક સાધુને ગુપ્તચર સમજીને પકડી લે અથવા આહારને વિષમિશ્રિત કરીને આપે, આવા અનેક ભયસ્થાનોની સંભાવના હોવાથી સાધુ કે સાધ્વી રાજકુળમાં આહાર માટે પ્રવેશ કરતાં નથી. તેમજ ચક્રવર્તી આદિ રાજાઓનો આહાર અત્યંત ગરિષ્ટ અને મદવર્ધક હોવાથી સાધુને માટે ત્યાજ્ય છે.
પ્રસ્તુતમાં ક્ષત્રિય, રાજન્યાદિ કુળનું કથન છે, તે મૂર્ધાભિષિક્ત રાજાના સંબંધિત કુળો જાણવા. મુર્ધાભિષિક્ત-મકટ બંધી રાજા એટલે અનેક રાજાઓથી અભિષિક્ત(અભિષેક કરાયેલા)રાજા. નિશીથ સુત્ર ઉદ્દેશક-૮/૯ પ્રમાણે સાધુને મુકટબંધી રાજા, તેના પરિવારજનો તથા તેના સંબંધિત કર્મચારી વગેરે અનેક કુળોમાંથી આહાર ગ્રહણનો નિષેધ છે.
મુનિને રાજકુળમાં આહાર માટે ન જવાનું સૂત્રોક્ત કથન સાપેક્ષ છે, કારણ કે આ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં સાધુને ભિક્ષા માટે જવા યોગ્ય ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્ય કુળ, ઇક્વાકુવંશ, હરિવંશ આદિ કુળોનું કથન છે, તેથી સ્પષ્ટ થાય છે કે જે રાજકુળ આદિમાં મુકુટબંધી રાજા ન હોય કે તેઓના સંબંધી ન હોય અને ત્યાં જવામાં આપત્તિ કે દોષની સંભાવના ન હોય તો ત્યાં વિવેકપૂર્વક સાધુ નિર્દોષ આહારની ગવેષણા કરી શકે છે. ઉપસંહાર :| ९ | एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सवट्ठहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ:- આ પિંડેષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાતુ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
| અધ્યયન-૧/૩ સંપૂર્ણ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org