________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
ગાય મવદ્ = જ્ઞાન થઈ જાય છે, લ = આ પૃથ્વીકાયનો આરંભ, હજુ = નિશ્ચયથી, TMથે = કર્મબંધનું કારણ છે, મોò - મોહનું કારણ છે, મારે - મૃત્યુનું કારણ છે, પતર્ - નરકનું કારણ છે, મુખ્તસ્ત્ય - વર્તમાન સુખોમાં જ, સ્વાર્થ માટે, શહિદ્ – આસક્ત થયેલ, આસક્ત બને છે, લોર્ - જીવ.
૧૨
ભાવાર્થ :- સાધક ઉપર કહેલા હિંસાનાં દુષ્પરિણામોને સારી રીતે સમજીને આદાનીય—સંયમ સાધનામાં તત્પર બની જાય છે. ભગવાન પાસેથી અથવા તો અલગાર પાસેથી ધર્મ સાંભળીને કોઇ માનવીને જ્ઞાન થાય છે કે આ જીવહિંસા-ગ્રંથી છે, મોહ છે, મૃત્યુ છે અને નરક છે.
આ જાણવા છતાં જે મનુષ્ય ઇહલૌકિક સુખમાં આસક્ત બને છે, તે વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી પૃથ્વી સંબંધી હિંસામાં લીન બની પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે, ત્યારે પૃથ્વીકાય રૂપ શસ્ત્રનો આરંભ કરતાં તદાશ્રયી બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે.
વિવેચન :
आयाणीयं :- ચૂર્ણિમાં 'આદાનીય'નો અર્થ સંયમ તથા વિનય કર્યો છે.
થે :- આ સૂત્રમાં આવેલ 'ગ્રંથ' આદિ શબ્દ એક વિશેષ પારંપરિક અર્થ સૂચવે છે. સામાન્ય રૂપે 'ગ્રંથ' શબ્દ પુસ્તક વિશેષનો સૂચક છે. શબ્દકોષમાં ગ્રંઘનો અર્થ 'ગાંઠ'(ચ)પણ કર્યો છે. શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં તેનો પ્રયોગ અધિક થાય છે. જૈનસૂત્રોમાં આવેલો ગ્રંથ શબ્દ તેનાથી અલગ અર્થ દર્શાવે છે. આગમના વ્યાખ્યાકાર આચાર્ય મલયગિરિના કથન અનુસાર, "જેના દ્વારા, જેનાથી અને જેમાં જીવ બંધાઇ જાય છે તે ગ્રંથ છે." ગ્રંથ-ગ્રંથિ એટલે કષાય, એવો અર્થ ઉત્તરાધ્યયન, આચારાંગ, સ્થાનાંગ, વિશેષાવશ્યક ભાષ્ય આદિમાં કરવામાં આવ્યો છે. આત્માને બાંધનાર કષાય અથવા કર્મને પણ ગ્રંથ કહે છે.
ગ્રંથના બે ભેદ છે— દ્રવ્યગ્રંથ અને ભાવગ્રંથ. દ્રવ્યગ્રંથ દશ પ્રકારના પરિગ્રહરૂપ છે– (૧) ક્ષેત્ર (૨) વાસ્તુ (૩) ધન (૪) ધાન્ય (૫) સંચય—ઘાસ, કાષ્ઠાદિ (૬) મિત્ર-જ્ઞાતિ સંયોગ (૭) યાન–વાહન (૮) શયનાસન (૯) દાસ-દાસી (૧૦) કુપ્પ તમામ ઘરવખરી, ભાવગ્રંથના ૧૪ ભેદ છે– (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ (૫) રાગ (૬) દ્વેષ (૭) મિથ્યાત્વ (૮) વેદ (૯) અરિત (૧૦) રિત (૧૧) હાસ્ય (૧૨) શોક (૧૩) ભય અને (૧૪) જુગુપ્સા.
આ સૂત્રમાં 'જ્ઞ' શબ્દનો પ્રયોગ કરેલ છે. તેનું તાત્પર્ય એ છે કે આ સર્વ હિંસાનાં મૂળ કારણ માત્ર જ નથી, પરંતુ સ્વયં પણ હિંસા છે તેથી 'ગ્રંથ' વગેરે સર્વ શબ્દોમાં આ ભાવ સમાયેલો છે. મોત્તેઃ- આ શબ્દ રાગ અથવા વિકારી પ્રેમના અર્થમાં પ્રસિદ્ધ છે. જૈન શાસ્ત્રોમાં 'મોહ' શબ્દ અનેક અર્થોમાં વ્યાપક છે. રાગ અને દ્વેષ બંને મોહરૂપ જ છે. સત્—અસત્તા વિવેકનો નાશ, હેયોપાદેય બુદ્ધિનો અભાવ, અજ્ઞાન, વિપરીત બુદ્ધિ, મૂઢતા, ચિત્તની વ્યાકુળતા, મિથ્યાત્વ તથા વિષય કષાયની અભિલાષા, આ સર્વ મોહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org