________________
ભાષ્ય :
નિયુક્તિ પછી ભાષ્યોની રચના થઈ.જિનભદ્રગણી, ક્ષમાશ્રમણ વગેરે ભાષ્યના રચનાકાર થયા. ભાષ્યની રચના નિર્યુક્તિના આધારે પ્રાકૃત ભાષામાં પદ્યમય છે. નિર્યુક્તિમાં કહેલ તત્ત્વોને વિસ્તૃત રૂપે સમજાવવાનો હેતુ ભાષ્યોનો છે. કાલાંતરે નિયુક્તિ અને ભાષ્ય બંનેનું મિશ્રણ થઈ ગયું કારણ કે બંને પદ્યમય તથા પ્રાકૃત ભાષામાં છે. જે આગમોની નિયુક્તિ થઈ તે બધાના ભાષ્યો રચાયા નથી, છતાં છેદ સૂત્રોના ભાષ્યો આજે ઉપલબ્ધ છે. જેમાં ભાષ્યના નામે બે શાસ્ત્ર પ્રસિદ્ધ છે– (૧) બૃહત્કલ્પ ભાષ્ય (૨) વ્યવહાર ભાષ્ય. આ બંને પ્રકાશિત ઉપલબ્ધ છે. ચૂર્ણિ :
નિર્યુક્તિ પછી "હિમવંત થેરાવલી" અનુસાર આચાર્ય ગંધહસ્તી જેનું બીજું નામ સિદ્ધસેન હતું તેના દ્વારા વિરચિત આચારાંગ સૂત્રના વિવરણની સૂચના છે. આચારાંગ સૂત્ર પર કોઈ પણ ભાષ્ય લખાયું નથી. આચારાંગથી છૂટા થયેલ અધ્યયન રૂપ નિશીથ સૂત્ર પરનું ભાષ્ય મળે છે. નિયુક્તિ પદ્યાત્મક છે, પરંતુ ચૂર્ણિ ગદ્યાત્મક છે. ચૂર્ણિની ભાષા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત છે. આચારાંગ ચૂર્ણિમાં તે જ વિષયોનો વિસ્તાર કરાયો છે કે જે વિષયો પર આચારાંગ નિર્યુક્તિમાં ચિંતન કરાયું છે. અનુયોગ, બ્રહ્મ, વર્ણ, આચરણ, શસ્ત્ર, પરિજ્ઞા, સંજ્ઞા, દિફ, સમ્યકત્વ, યોનિ, કર્મ, પૃથ્વી, અપુ, તેઉકાય, લોકવિજય, પરિતાપ વિહાર, રતિ–અરતિ, લોભ, જુગુપ્સા, ગોત્ર, જ્ઞાતિ, જાતિસ્મરણ, એષણા, દેશના, બંધ, મોક્ષ, પરીષહ, તત્ત્વાર્થશ્રદ્ધા, જીવરક્ષા, અચલકત્વ, મરણ, સંલેખના, સમનોજ્ઞત્વ, ત્રણ યામ, ત્રણ વસ્ત્ર, ભગવાન મહાવીરની દીક્ષા, દેવદૂષ્ય આદિ પ્રમુખ વિષયો પર વ્યાખ્યા કરી છે. ચૂર્ણિકારે પણ નિયુક્તિકારની જેમ નિક્ષેપ દષ્ટિનો ઉલ્લેખ કરીને શબ્દોના અર્થને બતાવ્યા છે.
ચૂર્ણિકારના વિષયમાં સ્પષ્ટ પરિચય પ્રાપ્ત થતો નથી. આ ચૂર્ણિના રચયિતા જિનદાસગણી માન્યા છે. ટીકા :
ચૂર્ણિ પછી આચારાંગના વ્યાખ્યા સાહિત્યમાં ટીકા સાહિત્યનું સ્થાન છે. ચૂર્ણિમાં પ્રધાનતાએ પ્રાકૃત ભાષાનો પ્રયોગ થયો હતો અને ગૌણતાએ સંસ્કૃત ભાષાનો
5
49
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary