________________
ચિંતન રહ્યું છે. આચારાંગના વ્યાખ્યાકારોએ તે પારિભાષિક શબ્દોનો અર્થ કરવા માટે પ્રયત્ન કર્યો છે. આચારાંગમાં પવિત્ર આત્માર્થી શ્રમણોના માટે "વસુ" શબ્દનો પ્રયોગ મળે છે. વસુ શબ્દ વેદ અને ઉપનિષદોમાં પવિત્ર આત્માનું પ્રતીક છે. તેને હંસ પણ કહેલ છે. વસુ શબ્દનો અર્થ પારસી ધર્મના મુખ્ય ગ્રંથ "અવેસ્તા"માં પણ છે. ક્યાંક વસુનો પ્રયોગ દેવ' અને 'ધન'ના અર્થમાં પણ થયો છે.
આચારાંગમાં 'આમગંધ' શબ્દનો પ્રયોગ થયો છે. તે અપવિત્ર પદાર્થના અર્થમાં છે. તે અર્થ બૌદ્ધ સાહિત્યમાં પણ મળે છે. બુદ્ધે કહ્યું– પ્રાણઘાત, વધ, છેદ, ચોરી, અસત્ય, છેતરવું, લૂંટ, વ્યભિરાચારાદિ જે પણ અનાચાર મૂલક પ્રવૃત્તિ છે તે સર્વ આમગંધ છે. આ પ્રમાણે અનેક શબ્દ ભાષા પ્રયોગની દૃષ્ટિથી વ્યાપકતાવાળા છે.
આચારાંગમાં અનેક પદ તેમજ શબ્દએવા છે કે જે વ્યાકરણ, સંધિ તથા લેખનના અલ્પતમ પરિવર્તનથી અન્ય અર્થના દ્યોતક બની જાય છે. જેમ કે 'સમત્તવ' તેને જો સમ્મત્તદંસી માનવામાં આવે તો ત્રણ અર્થ અલગ અલગ થાય છે. (૧) સમત્તદંસીસમત્વદર્શી (સમતાશીલ).(૨)સમસ્તદશ (કેવળજ્ઞાની) (૩) સમ્યકત્વદશી (સમ્યગ્દષ્ટિ). પ્રસંગાનુસાર ત્રણે ય અર્થ અલગ અલગ ઢંગથી અર્થની સાર્થકતા કરે છે. આમા સમન્વદર્શી એ અર્થ આચારાંગમાં વિશેષ પ્રાસંગિક છે.
વ્યાખ્યા સાહિત્ય :
આચારાંગના ગંભીર રહસ્યને સ્પષ્ટ કરવા માટે સમયે સમયે વ્યાખ્યા સાહિત્યનું નિર્માણ થયું છે. તે આગમિક વ્યાખ્યા સાહિત્યને આપણે પાંચ વિભાગોમાં વિભક્ત કરી શકીએ છીએ. તે આ પ્રમાણે છે– (૧) નિર્યુક્તિ (ર) ભાષ્ય (૩) ચૂર્ણિ (૪) સંસ્કૃત ટીકા (૫) લોકભાષામાં લખાયેલું વ્યાખ્યા સાહિત્ય. નિર્યુક્તિ -
જૈન આગમ સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં જે પદ્યબદ્ધ ટીકાઓ લખવામાં આવી છે તે નિર્યુક્તિના નામથી પ્રસિદ્ધ છે. નિર્યુક્તિમાં પ્રત્યેક પદ ઉપર વ્યાખ્યા ન કરતા મુખ્ય રૂપથી પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરી છે– નિયુક્તિની વ્યાખ્યા શૈલી નિક્ષેપ પદ્ધતિમય છે. નિક્ષેપ પદ્ધતિમાં કોઈ એક પદના સંભાવિત અનેક અર્થો કહીને પછી
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary