________________
કર્મ સમારંભનો નિષેધ કરવાનું મૂળ કારણ આ છે કે આ વિશાળ વિશ્વમાં જેટલા જીવો છે તેઓને સુખ પ્રિય છે. કોઈ પણ જીવ દુઃખને ઈચ્છતા નથી. જીવોને જે દુઃખનું નિમિત્ત બને છે તે કર્મ છે, હિંસા છે. આ જાણવું જરૂરી છે કે જીવ કોણ છે? ક્યાં છે? આચારાંગમાં જીવ વિદ્યાને લઈને ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવ્યું છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રસકાય અને વાયુકાય આ જીવોનો પરિચય કરાવાયો છે. અન્ય આગમ સાહિત્યમાં વાયુને પાંચ સ્થાવરોની સાથે ગણેલ છે. જ્યારે અહીંયા ત્રસકાયના કથન પછી વાયુનું કથન છે. આ અતિક્રમ વિશેષ અપેક્ષાએ થયો છે. તેની વિશેષતા એ છેવાયુકાયના શરીરની સૂક્ષ્મતા અને અચાક્ષુષતા. માનવી આ જીવોની હિંસા તેના સ્વાર્થના માટે કરે છે, એ સ્પષ્ટ કર્યું છે, પરંતુ હિંસાથી કેટલા કર્મોનું બંધન થાય છે તેનો તેને
ખ્યાલ નથી. માટે સર્વ તીર્થકરોએ એક જ ઉપદેશ આપ્યો છે કે તમને કોઈપણ જીવની હિંસા કરો નહિ. હિંસાથી સર્વ જીવોને દુઃખ થાય છે, માટે હિંસા કર્મબંધનું કારણ છે.
વાસ્તવમાં તો સર્વ આત્માઓ સમાન સ્વભાવવાળા છે પરંતુ કર્મના કારણે તેના બે ભેદ છે– સંસારી અને મુક્તાત્મા. કર્મથી રહિત થાય ત્યારે આત્મા મુક્ત બને છે. કર્મના નાશનું મૂળ આચારાંગમાં પ્રાપ્ત થાય છે. આત્માને વિજ્ઞાતા પણ કહ્યો છે. આત્મા જ્ઞાનમય છે. આ પ્રકારની માન્યતાઓ આપણને ઉપનિષદોમાં પણ મળે છે.
ભગવાન મહાવીરસ્વામીએ લોકને ઊર્ધ્વ, મધ્યમ અને નીચે, એમ ત્રણ વિભાગથી વિભાજિત કર્યો છે. અધોલોકમાં દુઃખની પ્રધાનતા છે. મધ્યલોકમાં સુખ અને દુઃખની મધ્યમ સ્થિતિ છે. ઊર્ધ્વલોકમાં સુખની પ્રધાનતા છે. લોકાતીત સ્થાન સિદ્ધિ સ્થાન–મક્તસ્થાન કહેવાય છે. ઊર્ધ્વલોકમાં દેવલોક છે. મધ્યલોકમાં માનવ પ્રધાન છે. અધોલોકમાં નરક છે. મધ્યલોક એ એક એવું સ્થાન છે કે જ્યાંથી જીવ ઉપર અને નીચે બંને જગ્યાએ જઈ શકે છે. નારકી દેવ બની શકતા નથી. દેવ નારકી થતા નથી પરંતુ માનવ નરકમાં પણ જઈ શકે છે અને દેવ પણ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પાપને ભોગવવાનું સ્થાન નરક છે અને પુણ્યના ફળને ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. સારા કાર્યો કરનાર સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે, ખરાબ કાર્યો કરનાર નરકમાં જાય છે. જે મનુષ્ય સાધના કરે છે તે કર્મથી મુક્ત પણ બની જાય છે. તે સંસારચક્રને સમાપ્ત કરી દે છે.
આચારાંગ સૂત્ર અનુસાર અહિંસક જીવનનો અર્થ છે–સંયમી જીવન. ભગવાન મહાવીરે અને બુદ્ધ સદાચાર ઉપર જોર આપ્યું છે. અહીં જાતિવાદને જરા પણ મહત્ત્વ આપ્યું નથી.
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary