________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
વિચાર, જ્ઞાન, ચિંતન અને મંથન પછી જ જન્મે છે, એટલે તેટલી યોગ્યતા સૌથી પ્રથમ પ્રાપ્ત કરવી જોઈએ. તે યોગ્યતા મેળવ્યા વિના ધરેલું ધ્યાન વિકાસનું સાધક નીવડતું નથી.
જ્યાં સંયમ નથી ત્યાં જ્ઞાન નથી અને જ્ઞાન નથી ત્યાં ધ્યાન શાનું હોય ? પ્રત્યેક ક્રિયા પાછળ સૌથી પ્રથમ આંતરિક વિકાસ જોઈએ એવું જૈનદર્શનનું મંતવ્ય છે. બહારનો સાધનવિકાસ થયા પછી સ્વયં આંતરિક વિકાસ થઈ શકે છે એવો કેટલાંક દર્શનો, મતો કે પંથોનો મત છે, તેને એ સ્વીકાર્ય ગણતું નથી. જૈનદર્શનમાં યોગનો પ્રારંભ આ રીતની વિકાસમય દષ્ટિથી થાય છે.
જૈનદર્શન મન, વાણી અને કાયાની એકવાક્યતાને યોગ માને છે. મન, વાણી અને કર્મમાં એકવાક્યતા આવ્યેથી ધીમે ધીમે ચિત્તના સંસ્કારો વક્ર મટી સરળ બને છે. આવી સરળતાથી ચિત્તશુદ્ધિ સહેજ થઈ રહે છે અને ચિત્તશુદ્ધિ થયા પછી ચિત્તશાંતિ મેળવવાની જિજ્ઞાસાનો પ્રયોગ શરૂ થાય છે. આ સ્થિતિને કે આ ભૂમિકાને જૈન પરિભાષા પ્રમાણે ઉપયોગમય જીવનદશા કહેવાય છે. આ રીતે ક્રમિક વિકાસ થતાં જ્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણે કેવળ આત્મભાવમાં એકાગ્ર બની જાય, ત્યારે એને આદર્શ ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્યાન એ જ ધર્મધ્યાન,
અપ્રમત્ત દશામાં આગળ વધતાં પછીનું સહજધ્યાન એ શુકલધ્યાન અને તેનું આલંબન એ ધર્મધ્યાન. પણ ધર્મધ્યાન પોતે કોઈનું અવલંબન લેતું નથી. રૂપાતીત પરમાત્માનું કે તેમના ઉચ્ચ ગુણોનું ધ્યાન ધરવું તે જ ધર્મધ્યાન છે અને તે જ વિકાસમાં ઉપયોગી છે. ધ્યાનસ્થ મહાવીર લોકસ્વરૂપ વિચારતાં, એવો જે અહીં ભાવ દર્શાવ્યો છે, તેની પાછળ પણ તે જ આશય છે. અહીં ધ્યાન અને પ્રચલિત યોગસંબંધમાં થોડી વિચારણા કરવી પ્રસંગોચિત લાગે છે.
મહર્ષિ પાંતજલિપ્રણીત પાતંજલ યોગદર્શનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એવી અષ્ટાંગયોગ પ્રણાલિકા નજરે પડે છેઅને ચિત્તવૃત્તિનો નિરોધ એ તેની યોગ પ્રણાલિકાનું ધ્યેય છે.
પાછળથી એ યોગ બે પ્રકારે વિભક્ત થઈ ગયો છેઃ (૧) હઠયોગ અને (ર) રાજયોગ, હઠયોગમાં આસન અને શરીરની આંતરશુદ્ધિની ક્રિયાઓને બહુ મહત્ત્વનું સ્થાન છે. વાત તો એમ છે કે શરીરની આંતરશુદ્ધિ પર, નાડીશુદ્ધિ પર, શુદ્ધ વાયુસંચાર અને પ્રાણવાયુની શુદ્ધિ પર મનઃશુદ્ધિનો આધાર છે અને મનશુદ્ધિ થયા પછી જ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે કે જે યોગની પ્રણાલિકાનું પ્રધાન ધ્યેય છે. પણ પાછળથી એની સાધનભૂત ક્રિયાઓ પર માત્ર મહત્ત્વ જ નહિ પણ હઠ પકડાઈ ગઈ, જેટલે અંશે એ હઠ યોગ થયો તેટલે અંશે એનું ધ્યેય પણ પલટાયું અને હઠયોગનો પ્રયોગ કેવળ ભૌતિક હેતુ અર્થે જ હોય એવું બની ગયું.
હિપ્નોટીઝમ, મેસમેરીઝમ, અને એવા બાહ્ય માનસ શક્તિના પ્રયોગો કે ઉચ્ચાટના મારણ અને તેવી હલકી શક્તિઓના વિકાસ તથા તંત્ર, મંત્ર અને યંત્રોની ઉપાસના એ બધા યોગની વિકૃતિના અંગો છે.
રાજયોગ આ વિકૃતિથી દૂર રહ્યો છે. આંતરિક શક્તિઓના વિકાસ તરફ તેનું પ્રધાન વલણ છે. ચિત્તવૃત્તિના નિરોધથી આંતરિક શક્તિઓ વિકસે છે, અધિમાં લધિમાં, ગરિમાદિ અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તથા ઋદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org