________________
૪૨૨ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
એટલા દઢતાના સંસ્કારો સ્થાપિત થાય.
(ઉદ્દેશક ૭, સૂત્ર ૪) અહીં સૂત્રકારે જીવનકાળ પૂરો થાય ત્યારે કઈ જાતનું સમાધિમરણ સાધવું એ વાત કહી છે. આવાં મરણો પ્રાયઃ વિશિષ્ટ ત્યાગી પુરુષોના હોઈ શકે કે જેઓ પોતાના આયુષ્યને, અંતસમયને પણ યથાર્થ જાણી શકે. આવાં મરણો પૂર્વકાળના શ્રમણ સાધકોમાં સહજ રીતે થતાં હતાં. જેનું જીવન સમાધિમાં ગયું હોય, એનું મરણ સમાધિપૂર્વકનું હોઈ શકે.
આ મરણો ઈચ્છાપૂર્વકના હોય છે. એમાં આગ્રહ, પ્રતિષ્ઠાનો મોહ કે વિષાદના અનિષ્ટ તત્ત્વો હોતાં નથી; કારણ કે એ તો હોય તો એ મરણ સમાધિમરણ ન ગણાય. આ મરણને જૈન પરિભાષામાં અણસણ કહેવામાં આવે છે અને શાસ્ત્રકારો એના ત્રણ ભેદો પાડે છે : ભક્તપરિજ્ઞા, ઈગિનીમરણ અને પાદપોપગમન.
ભક્ત પરિજ્ઞામાં માત્ર ચતુર્વિધ આહારનો પરિહાર હોય છે. ઈગિત મરણમાં ચારે પ્રકારના આહારના ત્યાગ ઉપરાંત ક્ષેત્રસ્થાનની પણ મર્યાદા હોય છે કે આટલાં જ ક્ષેત્ર કે સ્થાન સિવાય બીજું ન કલ્પે ઈત્યાદિ. તેમજ પાદપોગમનમાં તો પ્રાણાંતપર્યંત વૃક્ષની માફકસ્થિર,નિશ્વેષ્ટ અર્થાત્ કે વ્યાપાર રહિત રહેવાનું હોય છે. (ઉદ્દેશક ૮, ગાથા ૧) મૃત્યુ એટલે એક દેહ છોડવાની અંતિમ પળ અને બીજો દેહ ધારણ કરવાની પૂર્વ પળ. આમ હોવા છતાં જીવમાત્રને પછીની સ્થિતિના અજ્ઞાનથી પૂર્વસાધન પર મોહ અને મમતા રહે છે. જોકે એક ઘરમાં જ્યાં સુધી રહેવાનું થતું હોય ત્યાં સુધી તેના પ્રત્યે મોહ કે મમત્વ હોવા છતાં સમભાવ હોય એવું લાગે ખરું પણ જ્યારે એ છોડવું પડે ત્યારે કોઈ એક પ્રકારનો વિચિત્ર અનુભવ થાય છે. તેમ દેહ છોડતી વખતે આ જીવાત્માને પણ તેવું જ કંઈ લાગે એ સ્વાભાવિક છે. પણ આ તો સામાન્ય જગતની વાત થઈ. સાધક જીવનથી આ ભાવનાનો પલટો થાય છે અને થવો જોઈએ. દેહભાનથી હું પર છું એનો જેટલો અનુભવ કરે, તેટલાં એનાં બાહ્ય પદાર્થો પરથી મોહ અને મમતા ઘટે.
સાધકોને સંબોધીને અહીં સૂત્રકાર મૃત્યુ વખતે સમાધિ જાળવવાની વાત વદે છે. સમાધિ એટલે આત્મલીનતા. સાધકે જીવનભર જાગરુક રહેવાનો પ્રયત્ન કર્યો હોય તો યે, અંતિમ પળ એ એની અંતિમ પરીક્ષા છે. અનુભવથી એમ જણાય છે કે, ઘણીવાર એક વિદ્યાર્થી ચાલાક અને હોશિયાર હોવા છતાંય પરીક્ષાની પળો એને ગભરાવે છે, એમ જ્ઞાની સાધકના સંબંધમાં પણ ઘણીવાર બને છે. એ જીવનભર સુંદર જીવ્યો હોય, તો ય મૃત્યુની પળો એને મૂંઝવે છે. એટલે જ મૃત્યુની પળે પૂર્ણ સાવધ રહેવું એવું મહાપુરુષો પુનઃપુનઃ કહે છે.
અહીં સંયમી, વીર અને જ્ઞાની એ ત્રણે વિશેષણો સાર્થક છે. સંયમી એટલે સંયમને જીવનમાં વણનાર. પણ સંયમી તો ધીર–સહિષ્ણુ હોવા જોઈએ. એને આ બન્ને ગુણો હોય તોય જ્ઞાનવિવેક ન હોય તો પરિણામ ઊંધુ આવે. એટલે કે સંયમ, ધીરજ અને વિવેક એ ત્રણે ગુણો સાધકમાં હોવા ઘટે. સમાધિ કેળવવામાં આ ત્રણે સણો જરૂરના છે.
સૂત્રકાર મહાત્મા અહીં શક્તિ પ્રમાણે' એવું પદ મૂકી 'પથારી હોય તેવડી સોડ તાણવી' 'શક્તિ હોય તેટલું કરવાની હામ ભીડવી' એવું સૂચન કરે છે. આ વાત તો વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે. એટલે એ તો સહેજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org