________________
૪૧૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સમત્વ કેળવવું ઘટે.
(ઉદ્દેશક ૪, સુત્ર ૩) વૃત્તિકાર અને ટીકાકારનો મત એ છે કે શીતસ્પર્શ પદથી મૂળ વ્રતની વાત કહેવાનો સૂત્રકારનો આશય છે અને આ વાત વધુ બંધ બેસતી છે; કારણ કે ઠંડી સહન ન થાય તો તે માટે તો પ્રથમ સૂત્રમાં સૂત્રકાર મહાત્માએ વધુ વસ્ત્રો રાખવાની છૂટ આપી છે. એટલે અહીં તો મૂળ વ્રતને લગતી વાત જ સુઘટિત છે અને તે પણ જે વ્રતમાં અપવાદને લેશ પણ સ્થાન નથી એવા ચોથા વ્રતને લગતી વાત વધુ પ્રાસંગિક છે. કારણ કે આપઘાત કરવાથી જૈનદર્શનમાં અનેક જન્મ મરણો અને અધમ ગતિ પ્રાપ્ત થાય છે તેવું સ્પષ્ટ કથન છે અને ભગવતી સૂત્રાદિ સૂત્રો એની સાખ પૂરે છે. છતાં અહીં આપઘાત કરવા સુધીનું કહે છે. તેની પાછળ એટલો જ મહાન આશય હોવો ઘટે. ઊંડા ઊતરતા એ વાત સહેજે સમજાશે.
બ્રહ્મચર્યખંડનથી સંયમમય જીવન હણાય છે, આત્મા હણાય છે. એ વાત તો છે જ. પણ અહીં તો સાધકે જે વસ્તુની પ્રતિજ્ઞા કરી હોય, પછી તે પ્રતિજ્ઞા ભલે સામાન્ય હોય, તો યે પ્રતિજ્ઞામાં પ્રાણાંત ટકી રહેવું, પણ પ્રતિજ્ઞાભંગ ન કરવો એવું જ મુખ્યત્વે ફલિત થાય છે. કારણ કે દેહભંગથી નવો દેહ સાંપડી શકે છે, પણ પ્રતિજ્ઞાભંગથી પ્રતિજ્ઞા નથી સાંપડતી અને તેથી જ અહીં એક વાત નવીન અને ખાસ યાદ રાખવા જેવી એ મળે છે કે પ્રતિજ્ઞાભંગ એ મહા પતન છે. પણ એ પતન માત્ર પ્રતિજ્ઞા ભંગથી થતી ક્રિયા માત્રથી થાય છે એમ નથી; ક્રિયા તો ગમે તેવી અધઃપતનકર્તા હોય, તો ય એ વૃત્તિના સંસ્કારો સુંદર હોય તો પતનનું નિવારણ સહજ શક્ય છે; પણ પ્રતિજ્ઞાભંગથી વૃત્તિ પર સંકલ્પબળની ક્ષતિના જે સંસ્કારો સ્થાપિત થાય છે તેનું નિવારણ સહજ શક્ય નથી અને એ જ દષ્ટિએ પ્રતિજ્ઞા ભંગની ભયંકરતા છે.
વસ્ત્રપાત્રાદિ સાધનોના ત્યાગ કે સ્વીકારની પાછળ દેહ પરનું મમત્વ ઉતારી દેહની મર્યાદા અને સ્વાથ્ય જાળવવાનો હેતુ છે. વૃત્તિના પૂર્વ અધ્યાસોને લઈને ભૂલી ન જવાય એ સાવધાનતા માટે પ્રતિજ્ઞાની પૂર્ણ આવશ્યક્તા છે. એવા સાધકોને માટે પ્રતિજ્ઞા માતાની ગરજ સારે છે. તે માતા દઢ સંકલ્પથી ટકે છે. ગમે તેવી કસોટીને પ્રસંગે પણ તેને ટકાવી રાખવા વીર અને ધીર બની તત્પર રહેવું ઘટે.
(ઉદ્દેશક ૫, સૂત્ર ૩) મૌલિક સિદ્ધાંતના નિયમોને છોડીને અપવાદ દરેક સ્થળે હોઈ શકે છે. પરંતુ અપવાદ માર્ગનો ઉપયોગ પાકટ સાધક દ્વારા જ સમજીને વિવેકપૂર્વક થવો ઘટે, અન્યથા અર્થને બદલે અનર્થ થઈ જાય. આવે સ્થળે ગૃહસ્થોને બદલે શ્રમણ સાધકો લાવી આપે તો તે લઈ શકાય એવું વિધાન યાદ રાખવા યોગ્ય છે; કારણ કે ભિક્ષુઓ કોઈને તકલીફ આપ્યા વગર જુદે જુદે સ્થળેથી ભિક્ષાદિ સામગ્રી લાવીને એ બીમાર ભિક્ષને આપી શકે છે. વળી ગૃહસ્થોનો આ રીતે અતિ પરિચય થઈ જાય અને રાગ બંધાય તો ભવિષ્યમાં કદાચ ત્યાગ માર્ગમાં કંઈક શિથિલતા આવવાનો ભય પણ રહે, એ દષ્ટિબિંદુ આ કથનની પાછળ મુખ્ય છે, તે ભૂલવું ન જોઈએ અને આ વાત સૂત્રકાર મહાત્મા પોતે પણ સ્પષ્ટ કરી દે છે. એટલે આ સૂત્ર પરથી એટલું ફલિત થયું કે મુનિ સાધકની માંદગીમાં મુનિ સાધકોની સેવા ઉપયુક્ત છે, કારણ કે મુનિનું જીવન કોઈને પણ દુઃખરૂપ કે બોજારૂપ ન થાય એ મુખ્ય હેતુ છે. બીજી વાત એ છે કે એક પ્રસંગે પણ ગૃહસ્થ ઉપાશ્રયમાં ભોજન લાવી આપે તો તે અપવાદ પછી બીજાને અનુકરણરૂપ થઈ જવાનો તથા વિવેકચક્ષુથી ન જોતાં જનતામાં ધીમે ધીમે એવી રૂઢિ ચાલુ થઈ જવાનો સંભવ રહે છે. તેમ જ એવી રૂઢિમાં ગૃહસ્થનો ગાઢ વ્યાસંગ થવાનો અને સાધુજીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org