________________
આચારાંગસૂત્ર રચયિતા :
આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધની ભાષાથી બીજા શ્રુતસ્કંધની ભાષા બિલકુલ જુદી જ છે, તેના કારણે ચિંતકોની ધારણા છે કે બંનેના રચયિતા અલગ-અલગ વ્યક્તિ છે પરંતુ આગમ પ્રત્યે જેવો અત્યંત નિષ્ઠાવાન છે તેઓનો અભિપ્રાય એ છે કે બંને શ્રુતસ્કંધોના રચયિતા એક જ છે. પ્રથમ શ્રુત સ્કંધમાં ઉપદેશ વચનની મુખ્યતા હોવાથી સૂત્ર શૈલીની રચના તેને અનુરૂપ કરવામાં આવી છે, તેથી તેના ભાવ, ભાષા અને શૈલીમાં ક્લિષ્ટતા છે અને બીજા શ્રુતસ્કંધમાં આચાર સાધનાને વ્યાખ્યાત્મક દૃષ્ટિથી સમજાવેલ છે, તેથી તેની શૈલી ઘણી જ સુગમ અને સરળ કરવામાં આવી છે. આધુનિક યુગમાં કોઈ લેખકો જ્યારે દાર્શનિક દષ્ટિએ ચિંતન કરે છે ત્યારે તેની ભાષાનું સ્તર જુદુ હોય છે અને બાળસાહિત્યનું લેખન કરે છે તે સમયની ભાષા અલગ હોય છે. તેમાં લાલિત્ય હોતું નથી તેમજ ગંભીરતા પણ હોતી નથી. આ જ વાત પહેલા અને બીજા શ્રુત સ્કંધના ભાષાના વિષયમાં સમજવી જોઈએ. નિષ્કર્ષ એ છે કે બંને શ્રુતસ્કંધ અર્થાત્ સંપૂર્ણ આચારાંગ સૂત્ર ગણધર રચિત છે.
આચારાંગ સૂત્ર સહુથી વધારે પ્રાચીન આગમ છે. તે સત્યને સર્વ મૂર્ધન્ય મનીષિઓએ એક અવાજથી સ્વીકારેલ છે. તેમાં જે આચારનું વિશ્લે જ મૌલિક છે.
Dowણ થયછે કા છાય છે તે ઘણ
જ
રચનાશૈલી :
આચારાંગ સૂત્રમાં ગદ્ય અને પદ્ય બને શૈલીનું મિશ્રણ છે. ગદ્યનો પ્રયોગ વિશેષરૂપે થયો છે. દશવૈકાલિક ચૂર્ણિમાં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધને ગદ્યના વિભાગમાં રાખેલ છે. ઉપલબ્ધ આચારાંગ સૂત્રમાં ગધની સાથે પદ્ય પણ છે. પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યયનનો આઠમો ઉદ્દેશક અને નવમું અધ્યયન સંપૂર્ણ પદ્ય રૂપમાં છે. શેષ છ અધ્યયન પ્રાયઃ ગદ્યમય છે. આ સૂત્રના કેટલાક વાક્યોને આપણે ગદ્ય રૂપમાં વાંચીને પણ આનંદ અનુભવી શકીએ છીએ અને કોઈને પદ્ય રૂપમાં વાંચીને પણ આનંદની અનુભૂતિ થઈ શકે છે. બીજા શ્રુતસ્કંધનો અધિકાંશ ભાગ ગદ્યરૂપમાં છે. સોળમું અધ્યયન પદ્ધ રૂપમાં છે. સમવાયાંગ અને નંદી સૂત્રમાં આચારાંગનો પરિચય મળે છે.
42
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary