________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
સંયમ એટલે પરિગ્રહનો ત્યાગ એટલું જ નહિ પણ અહીં પરિગ્રહ વૃત્તિનો ત્યાગ બતાવ્યો છે, એ ખૂબ મનનીય છે. જે પરિગ્રહવૃત્તિના ત્યાગના ધ્યેયે પરિગ્રહને ત્યાગે છે, એ જ આદર્શનિષ્પરિગ્રહી બની રહી શકે છે. નહિ તો એ એક ક્ષેત્ર મૂકી બીજા ક્ષેત્રમાં જતાં, ત્યાંય એક મૂકી બીજો પરિગ્રહ વધારવાનો. આ બીના અનુભવગમ્ય પણ છે. પરંતુ જેણે વૃત્તિમાં નિષ્પરિગ્રહીપણું કેળવ્યું હશે, તે જગતના કોઈ પણ ક્ષેત્રમાં યોજાય તો યે નિષ્પરિગ્રહી રહી શકવાનો. જૈનદર્શનમાં જે "રાવી"ની પરિપાટી ચાલે છે તે આ અપેક્ષાએ છે. ઉપયોગિતાની દૃષ્ટિએ પદાર્થોની મર્યાદા કરી પરિગ્રહવૃત્તિને રોકવાનો પ્રયોગ આદરવો એનું નામ સંયમ અને આત્મરક્ષાનું ધ્યેય જાળવીને સંયમી ભાવનાથી જે ક્રિયા થાય તેનું નામ અહિંસા.
૪૧૬
જે અહિંસામાં સંયમ નથી હોતો તે અહિંસા વાસ્તવિક હોતી નથી અને વાસ્તવિક અહિંસાની કોઈ પણ
ક્રિયા બીજાને દંડ દેતી નથી, આ વાત વિચારણીય છે. તેમજ કદાચ વૃત્તિને અંગે ઈતરને દંડરૂપ બનવા જતી હોય તો આ ક્રિયા અટકાવવાનું તપશ્ચર્યા એ પ્રબળ નિમિત્ત બની રહે છે. આમ અહિંસા, સંયમ અને તપની ત્રિપુટીથી યુક્ત ધર્મદ્વારા કોઈ પણ અધર્મ થતો નથી.
આ સૂત્રમાં સૂત્રકાર એક બીજી વાત કહે છે, તે એ છે કે આવા સાધકો જન્મ અને મૃત્યુનું વાસ્તવિક રહસ્ય ઉકેલી મૂકે છે. કથિતાશય એ છે કે "મૃત્યુ એ મૃત્યુ નથી પણ નવા દેહની પ્રાપ્તિનું પૂર્વરૂપ એટલે કે નવા જન્મનું શુભ કારણ છે" એમ જ્ઞાની સાધકો સમજે છે. એટલે એમની પ્રત્યેક ક્રિયા નિર્ભય અને પ્રકાશમય હોય છે. પછી આવો સાધક બાહ્ય નિમિત્તો સાથે લડતો નથી. પણ ઊલટો એમના પ્રત્યે વધુ ઉદાર અને દયાળુ બને છે. જગતની અને એની સમજણ વચ્ચે એક મહાન અંતર છે અને એથી જ જગતની દૃષ્ટિએ તે અદ્વિતીય અને તેજસ્વી લાગે છે.
જે વસ્તુ અદ્વિતીય અને તેજસ્વી હોય છે એની ક્રિયા કે ધ્યેયને જગત ન પહોંચે કે ન પરખી શકે, એવું ઘણીવાર બને ખરું, તો યે તે તરફ જગતના બહોળા વર્ગનો પૂજ્યભાવ અને અનુકરણશીલ બુદ્ધિ તો જરૂર પ્રગટે જ છે.
(ઉદ્દેશક ૩, સૂત્ર૨) જગત અને તેવા સાધકની વચ્ચેનું અંતર કઈ જાતનું છે, સૂત્રકાર તે વધુ સ્પષ્ટ કરે છે. તે બેની વચ્ચેનું અંતર, એટલે એ બન્ને નિરાળાં છે, એમ જાણી જગતથી તે ઊલટો બને કે અતડો રહે એમ કોઈ રખે માની લે ! કે રખે તેવું અસહજ આચરવા માંડે ! તે વાતની અહીં ચેતવણી છે. જે જગતમાં જીવે છે, તે જગતનો સંબંધી તો રહેવાનો જ. માત્ર ફેર છે ભાવનાનો અને તે જ તારતમ્ય અહીં બતાવ્યું છે. ઈતર જગત દેહના રક્ષણને જીવનનું ધ્યેય માને છે, જ્યારે સાધકજગત દેહને જીવન વિકાસનું સાધન માને છે. ભાવનાના ભેદે જ એક શ્રમ કે સંયમથી ડરે છે, તપ કે ત્યાગથી આનંદ અને રસ લૂંટાઈ જતો હોય તેમ માને છે. બીજો તેમાં જીવનનો આનંદ માણે છે. આથી બન્નેની ક્રિયા એક હોય, તો યે તે ક્રિયાજન્ય ફળમાં અસંતોષ અને સંતોષ જેવો મહાન ભેદ અનુભવાય છે. દિવ્યદષ્ટિ સાધક અને સામાન્ય દષ્ટિવાળા જન વચ્ચેના અંતરના રહસ્યનો અહીં ઉકેલ છે.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૩) સાધકે જીવનમાં કેટલો સમભાવ ઉતાર્યો છે તેની કસોટીનો સમય પણ આવે છે. બ્રહ્મચારી, ત્યાગી, તપસ્વી કે કોઈ પણ સાધક ઉચ્ચ છે, એમ સ્વીકારવામાં જરાયે ખોટું નથી. પણ આવા સાધકો પ્રસંગ પડ્યે ઘણીવાર સમતાને ગુમાવી બેસતા હોય છે. આ ત્રુટિ કંઈ સાધારણ ન ગણાય. વિકાસમાં જો કોઈ ખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org