________________
પરિશિષ્ટ-૧,
| ૪૧૧ |
વિશ્વનો અતુટ સિદ્ધાંત છે. એમાં કોઈને માટે અપવાદ નથી. પણ ફળની અપેક્ષા છોડનાર ફળને પચાવી શકે છે. એટલે કે ક્રિયાનું ફળ શુભ મળો કે અશુભ મળો, એ બન્ને સ્થિતિમાં એ સમભાવે રહી શકે છે, સમાન સ્થિતિ રાખી શકે છે. અહીં કથિતાશય પણ એટલો જ છે. આ એક નિરાસક્તિનો જ પ્રકાર છે. આવી દશામાં વર્તતા સાધકને સ્થિતપ્રજ્ઞ મુનિ કે જૈન પરિભાષામાં સ્થિતાત્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સ્થિતપ્રજ્ઞને પણ અચંચળ ચિત્તે પ્રવૃત્તિ તો કરવાની છે એમ સૂત્રકાર કહી દે છે. પણ એની પ્રવૃત્તિમાં ફેર એટલો જ કે એવા યોગી સાધકની પ્રવૃત્તિ બંધનકારક હોતી નથી; કારણ કે એમાં આસક્તિનું તત્ત્વ નથી હોતું. અને એથી જ એ સમ્પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ હોવા છતાં એની ગણના નિવૃત્તિમાં થાય છે. આવા સાધકનું લક્ષ્ય આત્માભિમુખ જ રહે છે. આ રીતે આત્માભિમુખ વૃત્તિવાળા એ સાધકની પ્રવૃત્તિમાં જગતકલ્યાણ અને સંયમ એ બન્ને હેતુઓ જળવાઈ રહે છે. (ઉદ્દેશક ૫, સૂત્ર ૬) મોક્ષ સાધકની વીરતા લૌકિક પરિભાષાની વીરતાથી કંઈ જુદી જ છે. બહારના યુદ્ધે ચડેલા વીરને આપણે વીર કહીએ છીએ પરંતુ ત્યાં સાચી વીરતા નથી. રણમાં લડતો યોદ્ધો 'મને વિજય મળશે કે પરલોકમાં સ્વર્ગ મળશે' એવા કંઈક પ્રલોભનમાં મૂંઝાઈ, વશ થઈ, જીવનને ન્યોછાવર કરે છે. એમાં દેહદાનની અર્પણતા તો છે, પણ ઊંડાણથી જોતાં જણાઈ રહેશે કે એ દેહાર્પણ માત્ર એક પ્રકારના આવેશથી જ જન્મયું હોય
સાચી વીરતામાં કોઈ પણ પ્રકારની લાલસા કે આવેશને અવકાશ નથી. એ વીરતાનો સંબંધ મુખ્યત્વે આંતરિક બળ સાથે છે અને એથી એનો ઉપયોગ કેવળ અંતઃકરણ પર સ્થાન પામેલી દુષ્ટ વૃત્તિઓ સામે લડવામાં અને તેમને હટાડવામાં થાય છે. "આવા વીરને એ દ્રુદ્ધમાં લડતાં શરીરનો નાશ થાય તોયે પરવા ન હોય" એ વાક્યનો આશય એ નથી કે તે આપઘાત કરે. આની પાછળ એ આશય છે કે, આવા વીર સાધકને શરીરના મૂલ્ય માત્ર સાધન તરીકે હોય. સાધ્યમાં સાધન ડખલ કરતું હોય તો તે જાય તો તેનીયે તેને પરવા નહોય. સારાંશ કે તેવો સાધક શરીરનો નાશ થતો હોય તો થવાદે, પણ વૃત્તિને આધિન ન બને. એટલો એ સ્વમાની, મસ્ત અને સ્વતંત્ર હોય.
"જે મૃત્યુથી ન મૂંઝાય તે સંસારનો પાર પામે છે." આ વાક્યમાં ગૂઢ રહસ્ય છે. વિશ્વનું પ્રત્યેક પ્રાણી મૃત્યુથી મૂંઝાય છે. ગમે તેવી દુઃખી સ્થિતિમાં એ હોય તોયે જીવવું પસંદ કરે છે, મૃત્યુ નહિ; એવું આપણે અનુભવીએ છીએ. એની પાછળ એક મહાન કારણ છે અને તે એ છે કે, આ જીવાત્મા ઝંખનાપૂર્વક આ જ જીવનમાંથી જે વસ્તુને શોધી રહ્યો છે તે ન મળે ત્યાં સુધી એને મૃત્યુ આકરું લાગે. એમાં જરાય આશ્ચર્ય કે અસ્વાભાવિકતા નથી. મૃત્યુ પાછળ પણ બીજું જીવન છે અને જ્યાં સુધી સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી એ મળે જ છે, એવું એને ભાન ન હોવાથી મૃત્યુ એ એને મન જાણે બધા જીવનનો અંતિમ છેડો ન હોય તેમ એથી ડરે છે. બીજી બાજુ એ જે ઈચ્છે છે તે હજુ એને મળ્યું નથી. એટલે જ બધા ભયો કરતાં મૃત્યુનો ભય જીવ માત્રને ભયંકર લાગે છે. સેંકડો, લાખો કરોડોને માત્ર પોતાની બે ભુજાથી કંપાવનાર વીર ગણાતો યોદ્ધો પણ આ ભય આગળ કંપે છે અને પામર બને છે. મૃત્યુની અંતિમ પળોનો જેને અનુભવ થયો હોય કે અનુભવ જોયો હોય એમને આ વાતની યથાર્થતા સહેલાઈથી સમજાશે.
આથી જ અહીં સૂત્રકારે સાધક સારું એની સાધનાની પરાકાષ્ઠાની કસોટીરૂપે આ વાત કહી નાખી છે કે, જે સાધક ધ્યેયને પામ્યો હોય કે તે માર્ગે વળ્યો હોય તે જ માત્ર મૃત્યુના ભયને જીતી શકે; કારણ કે મૃત્યુ એ મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org