________________
| ૩૯૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વધારી મૂકવો એ આત્મવિશ્વાસની ત્રુટિનું જ પરિણામ છે. આત્મવિશ્વાસ ન હોય ત્યાં ઉત્પન્ન કરવા માટે બાહ્ય ત્યાગની પણ આવશ્યક્તા છે. એમ કહી અહીં બાહ્યતપની આચરણીયતા બતાવી છે; પરંતુ તે તપ વિવેકપૂર્વક અને ધ્યેયના ભાનપૂર્વક હોવું ઘટે. (ઉદ્દેશક ૪, સૂત્ર ૬) અત્યંત પ્રયત્ન હોવા છતાં ઘણી વાર સાધકની આંતરિક મનોદશા જ એવી વિચિત્ર હોય છે કે તે વૃત્તિવિજયમાં વારંવાર નિષ્ફળતા અનુભવે છે. તેનું કારણ તેનાં પૂર્વક પણ હોય છે, એવું આ સૂત્રમાં શાસ્ત્રકાર વદે છે અને કર્મની સળંગ સંકલના આપી દે છે. ક્રિયામાત્રનું ફળ છે એ સિદ્ધાંતનિર્ણિત છે, તો ક્રિયાના ફળ માટે પુનર્ભવ હોવો સહજ રીતે સમજાય છે. આ રીતે સંસ્કારો પર જ ધર્મ પાલનનો આધાર છે. એથી સંસ્કારોની શુદ્ધિ કરે તેવી ક્રિયા કરતા રહીને જ વૃત્તિ પર કાબૂ મેળવવો શક્ય બને છે.
સાધનો અને સંયોગો સુંદર મળવા છતાં જેણે વૃત્તિ પર કાબુ ધર્યો નથી તે સાધક સાધનામાં બેસે તો પણ સફળ થઈ શકતો નથી. યુગયુગના સતત પ્રયત્ન પછી જ જડવૃત્તિના પળેપળે થતા પરાભવને જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. સાધનાનો માર્ગ જેટલો બહારથી સુંદર, સરળ અને સહજ સાધ્ય લાગે છે તેટલો જ તે ઊંડે જતાં કઠિન અને કપરો અનુભવાય છે. છતાંયે તે માર્ગે ગયા વિના ઈચ્છિતની પ્રાપ્તિ નથી. માટે વહેલામોડા પણ તે માર્ગે ચાલવાનું જ રહ્યું.
પાંચમું અધ્યયન |
(ઉદ્દેશકન, સૂત્ર ૨) સૂક્ષ્મ શરીરની સાથે સ્થૂલ શરીરનો સંબંધ તો છેજ. સૂક્ષ્મ શરીર જ સ્થૂળ શરીર સર્જે છે. સ્થૂળ શરીર એક આરસી છે. જે ભાવો સૂક્ષ્મ શરીરમાં હોય છે તેનું પ્રતિબિંબ સ્થૂળ શરીરરૂપી આરસીમાં પડે છે, એમ કહી શકાય. આકૃતિના થતા ફેરફારો તેની પ્રતીતિરૂપે છે. વિષયો તરફ ઢળતી વૃત્તિથી જન્મતો ચિત્તનો પરિતાપ દેહ પર કારમી અસર ઉપજાવે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. આ રીતે વાસનાથી વિકૃત થયેલા જીવોનું આયુષ્ય ક્ષણે ક્ષણે ભયગ્રસ્ત રહે છે. મૃત્યુનો ભય એ પણ મૃત્યુનું પૂર્વરૂપ છે. જેટલું અજ્ઞાન તેટલો મૃત્યુનો ભય વિશેષ. (ઉદ્દેશક ૧, સૂત્ર ૬) ભૂલ કરનાર કરતાં ભૂલ છુપાવનાર વધુ દૂષિત ગણાય છે. અનુભવ પણ એમ જ કહે છે. એક ભૂલને છુપાવવા માટે સેંકડો ભૂલોના ચકરાવામાં પડવું પડે છે. જાગૃત સાધક પોતાની પ્રત્યેક ક્રિયા ખૂબ ઊંડાણથી વિચારે, તપાસે અને પછી જ કરે; પણ છતાંયે ભૂલ થાય તો તે ભૂલનું પરિણામ આનંદપૂર્વક ભોગવી લે. ચિકિત્સાશાસ્ત્રીઓ એમ કહે છે કે ઊગતો રોગ નદબાવવાથી વધ્યે જ જાય તો પછી દેહને જે કષ્ટ વેઠવું પડે છે, તેનાથી કૈકગણું કષ્ટ ભૂલને નિભાવી લેવાથી વેઠવું પડે છે માટે એક પણ ભૂલને સાધક જતી ન કરે. (ઉદ્દેશક ૨, સૂત્ર ૧) સાધક સંયમી બન્યા પછી પણ જાગૃત દશાને ભૂલી ન જાય, પૂર્વઅધ્યાસો તેને પુનઃ પોતા તરફ ખેંચી ન જાય, એટલા માટે પળે પળે જાગ્રત રહેવાનું છે. ઘણીવાર એવું બને છે કે સાધક જીવનમાં પણ સતત સંયમનું વલણ કંટાળો ઉત્પન્ન કરે છે અને એ કંટાળો કે પ્રમાદ પણ જાણે કોઈ નિરાસક્તિનો ગુણ હોય તેમ મનાવવા તેની વૃત્તિ તે સાધક પર આક્રમણ કરે છે. આનું મૂળકારણ પૂર્વનો અધ્યાસ જ છે. છતાં તે સાધકને તેને વખતે તેનું ભાન હોતું નથી, તેથી તે લોકપ્રવાહમાં ખેંચાઈ જાય છે. આ ખેંચાણ કેટલું પતન કરે છે, તે તો અનુભવગમ્ય બીના છે. પરંતુ તે પ્રસંગ ન આવે એમ સૂત્રકાર ઈચ્છે છે અને તેથી ચોંકાવે છે કે, હે સાધક! આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org