________________
| ૩૮૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
બચાવીને. આ ભાવનાનો પ્રચાર કરવો અને વર્તવું, એ જ આર્યત્વ છે. એમાં જ આર્ય ધર્મ છે. બીજાનો નાશ કરીને સ્વાર્થોધ અને અત્યાચારી બનવું અને વિકાસ સાધવો, એ બંન્ને વાતો પરસ્પર વિરુદ્ધ છે. આર્યભાવનાનો અહીં અચ્છો પરિચય મળે છે. આર્ય સંસ્કૃતિ એટલે જૈન કે વેદસંસ્કૃતિ એમ નહિ, પણ આર્ય એટલે તો સંસ્કારી પુરુષ અને આર્યત્વ એટલે સંસ્કારિતા એમ સમજાય છે. (ઉદ્દેશક ૨, સૂત્ર ૫) આત્મા જેવું પોતે ઈચ્છે છે, તેવું જ આખું જગત ઈચ્છી રહ્યું છે. એટલે સ્વ અને પરની એકવાક્યતા સાધવા માટે ધર્મની ઉત્પત્તિ થાય છે અને તેથી પ્રત્યેક ધર્મ, પછી તે ગમે તે ધર્મ સંસ્થાપકોએ નિર્દેશ્યો હોય, પણ જો તે ધર્મ તરીકે ઓળખાતો હોય તો તેમાં અહિંસાનું સ્થાન હોવું જ જોઈએ. વળી દરેક ધર્મના અભ્યાસ અને અનુભવ પછી પણ અમે એમ કહીએ છીએ કે હિંસા એ ધર્મનું લક્ષણ નથી, પરંતુ ધર્મને નામે ઘુસાડી દીધેલો અનર્થ છે. આમ કહી વાસ્તવિક ધર્મ તે છે કે જ્યાં અહિંસાના સિદ્ધાંતનો સંપૂર્ણ આદર છે, એમ સચોટપણે ઠસાવે છે.
અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે જો અહિંસા એ જ ધર્મ હોય તો ધર્મ, પંથ, મત વગેરે આ બધા ભેદો શા માટે જોઈએ? વિશ્વ પર એક જ ધર્મ પ્રવર્તે એટલે આ બધી મૂંઝવણ ટળે. પણ આ વસ્તુ જેટલી સુંદર છે તેટલી શક્ય નથી.ભિન્નભિન્ન પ્રકૃતિનાં માણસો માટે ભિન્નભિન્ન સાધનો હોવાં અસ્વાભાવિક નથી. સત્ય એક જ છે, છતાંયે તે દશે દિશામાં વ્યાપક છે. પંથ, મત, સંપ્રદાય અને વાડાઓની અનેકતા એ એનાં જ વિવિધ સ્વરૂપો છે. એક કિરણ બીજા કિરણ સાથે લડે તે કરતાં જેટલું ઐક્ય સાધે તેટલું જ તે વિસ્તરે અને અનંતતામાં મળે. આથી જે સાધકો જ્યોતિ અને અનંતત્વના પૂજારી છે, તે ગમે તે વિભાગમાં રહી અને ગમે ત્યાંથી એ મેળવી આગળ ધપે છે. પરંતુ જેઓ એક કિરણમાં જ અનંતતા કલ્પી લે છે, તેઓ કદાગ્રહ અને સાંપ્રદાયિકતમાં ચુસ્ત રહી પોતે ભૂલે છે અને બીજાને પણ ભુલાવે છે. તે સંકુચિતતામાં ન પુરાતાં શાણો સાધક પોતાવત સર્વત્ર જુએ અને આગળ ધપે એ સમ્યક્ત્વનો પણ સાર છે.
આ સૂત્રમાં એક વિશેષતા ઝરે છે કેઃ- કોઈ ભિન્ન મતવાળાઓને તેમણે મિથ્યા માન્યા નથી કે પોતાના દર્શનની લાલચમાં પ્રેર્યા નથી. માત્ર તેમની માન્યતામાં ભૂલ છે તે માનસશાસ્ત્રની દષ્ટિએ કસી બતાવી છે. અહીં જ જૈનદર્શનનાં સ્યાદ્વાદનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. જે દર્શન જેટલું વ્યાપક હોય તેટલું જ ઉદાર અને સ્વાભાવિક હોય. નૈસર્ગિક દર્શન જેણે પચાવ્યું હોય તેવા મહાપુરુષોને પોતાના અનુયાયીઓ વધારવાની લાલસા ન હોય; પણ તે તો પોતે સત્યની જે અનુભૂતિ લીધી છે, તે અનુભૂતિ જગતને થાળ ધરે છે; જગત તેમાંથી લેવું હોય તેટલું લે. આ બોધપાઠ નૈસર્ગિક ધર્મને માનનાર પ્રત્યેક સાધકે જીવનમાં વણવા યોગ્ય છે.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૧) દેવ ગુરુ અને ધર્મ પરની શ્રદ્ધાને પણ આટલી મર્યાદા છે. પણ તે રહસ્ય ન સમજતાં જો સાધક વ્યક્તિગત ખંડનમાં પડી જાય, તો અંતઃકરણની શુદ્ધિનું કાર્ય કરવાને બદલે ઊલટો મળ વધે. એટલે બહિર્મુખ દષ્ટિને સૌથી પ્રથમ સંકોચી લેવી જોઈએ. તો જ આત્માભિમુખ પ્રવૃત્તિ તરફ વળાય. (ઉદ્દેશક ૩, સૂત્ર ૩) તત્ત્વદર્શી પુરુષો માત્ર વિદ્વાન હોય છે, માટે તેમના પર શ્રદ્ધા રાખવી ઘટે, એમ નહિ. પણ તેમણે પોતાનું સાધકજીવન વિકસાવીને અનુભવ પ્રાપ્ત કર્યો છે, માટે તેમનું વચન શ્રદ્ધેય અને આચરણીય છે, એવું બતાવવા માટે સૂત્રકાર તત્ત્વદર્શીના ગુણો વર્ણવે છે. આ રીતે વિદ્વાનની વ્યાખ્યા પણ જે પ્રચલિત છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org