________________
| ૩૮૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પોતાનો પંથ કાપવો એ જ સાધક માટે ઈષ્ટ અને આચરણીય છે.
લોકસંજ્ઞામાં કીર્તિ, મોહ, અહંકાર, વાસના વગેરેનો સમાવેશ થાય છે. ધર્મિષ્ઠના ઉત્તમ ધર્મકાર્યો પણ આવી વૃત્તિના ધ્યેયથી નિષ્ફળ જાય છે અને વિકાસના માર્ગે આગળ ધપેલા સાધકનું પણ આવી લોકસંજ્ઞાના અંધાનુકરણથી પતન થતાં વાર લાગતી નથી.
(ઉદ્દેશક ૬, સૂત્ર ૬) જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જાણનાર હોય તેવો દીર્ઘદૃષ્ટિ, સમદર્શી અને જ્ઞાની પુરુષ જ ઉપદેશક થવાને યોગ્ય છે.
આમાં લખાયેલા ધર્મ, મત, પંથ અને દેવનો અર્થ એમ દેખાય છે કે અનુક્રમે શ્રોતાનું સાધ્ય, તેની માન્યતા, સાધ્યને પહોંચવાનો માર્ગ અને તેની પૂજાપાત્ર વસ્તુ શી છે તે સમજીને, તેનું ધ્યેય જાણીને, તેના યોગ્ય વિકાસ માટે માનસશાસ્ત્રથી અવલોકીને, તેની શક્તિ અનુસાર ઉપદેશ અપાય તે યોગ્ય ગણાય. જો એ ઉપદેશથી સાધકનું હિત ન સધાયું હોય, એનો વિકાસ ન થયો હોય, તો ઉપદેશકે માનવું ઘટે કે ઉપદેશમાં કયાંક ભૂલ છે, અને એમ જાણી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર એ ક્રિયાની રીત ભાત રાખવી જોઈએ.
- ત્રીજું અધ્યયન
(ઉદ્દેશક ૧, સુત્ર ૧) નિદ્રા બે પ્રકારની હોય છે :- (૧) દ્રવ્યનિદ્રા (૨) ભાવનિદ્રા. દ્રવ્યનિદ્રા કેવળ દેહ તથા ઈન્દ્રિયોના શ્રમ નિવારણાર્થે છે. તે નિદ્રાથી સૂનારને શીધ્ર જાગૃતિ છે. પરંતુ જેઓ ભાવનિદ્રામાં સૂતેલા છે, તેઓ જાગતા દેખાવા છતાંયે સુષુપ્ત છે. અજ્ઞાનથી પ્રાપ્ત થયેલી ચૈતન્યની સુષુપ્તિ એ ભાવ નિદ્રા છે. આ સંસારના પ્રાણીઓ લગભગ ભાવનિદ્રાથી સૂતાં છે. કોઈ કોઈ વિરલ મહાપુરુષો અજ્ઞાનનો અંધકાર દૂર થવાથી જાગૃત દેખાય છે, બાકી આખો સંસાર દીર્ઘનિદ્રામાં સૂતો છે અને એવી ગાઢ સુષુપ્તિ હોવાથી જ તેની સામે આ વિશ્વની નાટયશાળામાં જન્મ, જરા, મૃત્યુ, રોગ, દુઃખ, સંકટ વગેરે અનેક અનુભવપૂર્ણ નાટકો ભજવાયે જાય છે. છતાં પન્ન ન પતિ આંખ ખુલ્લી હોવા છતાંયે તેઓ જોઈ શકતા નથી, એટલે મેળવવા યોગ્ય અનુભવ મેળવી શકતા નથી. આનું નામ જ ભાવનિદ્રા છે.
(ઉદ્દેશક ૧, સુત્ર ૩) જૈનદર્શન વિશ્વદર્શન છે એવી ભાવના આમાં નીતરે છે. જૈન સાધુ કેવો હોય? કોને કહેવાય? એ આમાં સ્પષ્ટ છે. ચૈતન્યને જાણવું કે જ્ઞાની કહેવડાવવું, વેદાંતના અભ્યાસી કે ધર્મના ધુરંધર દેખાવું અને નિર્વિકલ્પ બ્રહ્મમય સ્વરૂપની સ્થિતિમાં હોવાનું માનવું, એ પહેલાં એને માપવાનું જે માપક યંત્ર છે તે અહીં બતાવ્યું છે. એ બધા ગુણો કે ભિન્ન ગુણો ધરાવનાર એ છે કે જેને સુખ અને દુઃખ પ્રત્યે સમભાવ છે, જે કર્તવ્ય કરતાં છતાં નિરાસક્ત છે, એને જે કહો તે; મુનિ કહો, જ્ઞાની કહો, સાધુ કહો, આ ધર્મનો કહો, કે અન્ય ધર્મનો કહો. ત્યાં ગમે તે હોય માત્ર વ્યક્તિની પૂજા નથી, ગુણની છે. વ્યક્તિનો આગ્રહ નથી, ગુણનો છે. ત્યાં વિશ્વના બધાં તત્ત્વોને દાખલ થવાનો અવકાશ છે. એ સાધુ કેવો હોય ? એને આ સંસારના બધા ચકરાવાના મૂળ રૂપે આસક્તિ જ છે એવું જ્ઞાન હોય, સંસારચક્ર કેમ ફરે છે તેનું ભાન હોય. તે વિરલ પુરુષ પોતાના માર્ગમાં આવતા પ્રસંગોને, એ સુખદ હોય કે દુઃખદ પણ તટસ્થભાવે હસતે મુખે સ્વીકારી લે. આવા સાધુને જૈન સાધુ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org