________________
અનુવાદિકાની કલમે
બા. બ્ર. પૂ. હસુમતીબાઈ મ. સ.
આગમનું મહત્ત્વ :
પ્રાચીન ભારતીય સાહિત્યમાં જેન આગમ સાહિત્યનું પોતાનું એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સ્થાન છે. તે સ્થૂલ અક્ષરદેહથી જ વિશાળ તેમજ વ્યાપક નથી પરંતુ જ્ઞાન અને વિજ્ઞાનનો, ન્યાય અને નીતિનો, આચાર અને વિચારનો, ધર્મ અને દર્શનનો, અધ્યાત્મ અને અનુભવનો અનુપમ તેમજ અક્ષય કોષ છે.
વૈદિક પરંપરામાં જે સ્થાન વેદોનું છે, બૌદ્ધ પરંપરામાં જે સ્થાન ત્રિપિટકનું છે, પારસી ધર્મમાં જે સ્થાન અવેસ્તાનું છે, ઈસાઈ ધર્મમાં જે સ્થાન બાઈબલનું છે, ઈસ્લામ ધર્મમાં જે સ્થાન કુરાનનું છે. જૈન પરંપરામાં તે સ્થાન આગમ સાહિત્યનું છે. ઋષિઓના નિર્મળ વિચારોનું સંકલન તે વેદ છે. તેઓ તેમના વિચારોને મખ્ય કરે છે પરંત જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટક ક્રમથી ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધની વાણી અને વિચારોનું તેમજ તેમના જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે.
આગમની પરિભાષા :
આગમ શબ્દની આચાર્યોએ જુદી-જુદી પરિભાષા કરી છે. જેનાથી પદાર્થોની પરિપૂર્ણતાની સાથે મર્યાદિત જ્ઞાન થાય છે તે આગમ છે. જેનાથી પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે તે આગમ છે. ભગવતી, અનુયોગદ્વાર અને ઠાણાંગમાં આગમ શબ્દ શાસ્ત્રના અર્થમાં વપરાયેલો છે. પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ આ ચાર ભેદ છે. આગમના લૌકિક અને લોકોત્તર આ બે ભેદ કર્યા છે. તેમાં 'મહાભારત' 'રામાયણ' વગેરે ગ્રંથોને લૌકિક આગમ ગણ્યા છે અને આચારાંગ, સૂયગડાંગ વગેરે આગમોને લોકોત્તર આગમ કહેલ છે. જૈન દષ્ટિએ જેઓએ રાગ, દ્વેષને જીતી લીધા છે તે જિન તીર્થકર અને સર્વજ્ઞ છે. તેઓનું તત્ત્વચિંતન, ઉપદેશ અને તેઓની વિમલ વાણી
N
35
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary