________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, ઉઃ ૧.
૩૪૭
ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછયો છે કે " હે ભગવન્! આ જીવ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સ્વરૂપે પહેલાં પણ ઉત્પન્ન થયો છે?" તેનો જવાબ આપતા પ્રભુએ કહ્યું કે "આ જીવ વારંવાર નહિ પણ અનંતવાર સર્વ યોનિઓમાં જન્મ લઈ ચૂક્યો છે"
મુળ ઋષિ પુલો નાના:- રાગ, દ્વેષથી પ્રેરિત થયેલા અજ્ઞાની જીવ પોતાના કર્મોના કારણે પૃથ–પૃથક, વારંવાર સર્વ યોનિઓમાં જાય છે, આવે છે. સોવદિપ ૪ નુણ:-આચરણમાં ઉપધિ' શબ્દ વિશેષ અર્થને બતાવે છે. ઉપધિ ત્રણ પ્રકારની છે– (૧) શરીર, (૨) કર્મ (૩) પરિગ્રહ, બાહ્ય– આત્યંતર પરિગ્રહને પણ ઉપધિ કહે છે. ભગવાન સમજતા હતા કે આ સર્વ ઉપધિઓથી મનુષ્યનું સંયમી જીવન દબાઈ જાય છે. આ ઉપધિઓ આત્મ ગુણોને લુંટનાર છે.
વિદં મિશ્વઃ- આ સોળમી ગાથામાં બે પ્રકારની ક્રિયાનો સંકેત છે. તેનો સંબંધ ત્રીજા ચરણમાં કહેલ આદાનશ્રોત અને અતિપાત સ્રોત રૂપ બે પ્રકારના આશ્રવથી પણ થાય છે અને ટીકાકારે ઈરિયાવહિ અને સાંપરાયિક ક્રિયાથી સંબંધ કર્યો છે. સાર એ છે કે ક્રિયા અને કર્મ તથા આશ્રયોને જાણી તેનાથી છૂટવા માટે પ્રભુએ અનુપમ સંયમ માર્ગનું પ્રતિપાદન કર્યું છે અને તેનું આચરણ કર્યું છે. જનí રિવું . ભગવાન મહાવીરે સંસાર પરંપરાના ચીલે નહિ ચાલતાં પોતાની સ્વતંત્ર પ્રજ્ઞા અને અનુભૂતિથી સત્યની શોધ કરી, આત્મા જેનાથી બંધાયો છે તેવા કર્મોથી સર્વથા મુક્ત થવાની સાધના કરી, તે સાધના પદ્ધતિ ઘણી અનુપમ હતી. કર્મોના સ્રોતને તેઓએ સર્વથા જાણી લીધા હતા–તે નીચે પ્રમાણે છે–
૧. માયાળકો(આદાનસ્રોત) ઈન્દ્રિય વિષયોથી સંબંધિત જે કર્માશ્રવ છે તેને આદાન સ્રોત કહેલ છે. ૨. અફવા (અતિપાત સોત) આદિ પદના ગ્રહણથી સર્વનું ગ્રહણ થઈ જાય છે, તે ન્યાયે અતિપાત–હિંસાના ગ્રહણથી અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ,આ સર્વનું ગ્રહણ થઈ જાય છે. આ આસવ પણ કર્મોના સોત છે. જેનાથી અતિપાતક(પાપ) થાય છે, તે સર્વ હિંસા આદિ અતિપાત છે. નોન :- ઉપર કહેલા બંને પ્રકારના સ્રોતોને જો એક શબ્દમાં સમાવેશ કરવામાં આવે તો યોગ શબ્દમાં સમાવેશ થઈ જાય છે. તેથી પુનઃ યોગ ર કહેલ છે. મન, વચન, કાયાનો વ્યાપાર જ્યાં સુધી ચાલતો રહે, ત્યાં સુધી શુભ કે અશુભ કર્મોનો પ્રવાહ ચાલુ જ રહે છે.
ભગવાને અશુભયોગથી સર્વથા નિવૃત્તિ લઈ સહજ વૃત્તિરૂપ શુભયોગમાં પ્રવૃત્તિ કરી. કર્મોના સ્રોતોને બંધ કરવાની સાથે તેઓએ પાપકાર્યોથી સર્વથા મુક્ત થઈ કર્મમુક્તિની સાધના કરી.
આ ગાથાના આદાનસોત આદિ શબ્દોને લઈને જેન વિશ્વભારતી લાડનૂના આચારાંગ સૂત્રમાં દીક્ષાર્થી વર્ધમાન કુમાર અને નંદીવર્ધનનો એક સંવાદ પ્રસ્તુત કરેલ છે, તે આ પ્રમાણે છે
ગૃહસ્થાવાસમાં ભગવાનને અનાસક્ત જીવન જીવતા જોઈને તેમના કાકા, ભાઈ નંદીવર્ધન તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org